________________
[૧૭૦]
વર્ધમાન તપની સ્તુતિ. વધમાન આંબિલ તપ આદર, વીશ જિનની પૂજા કરે; અંતગડ આગમ સુણો વખાણ, સિદ્ધાઈ દેવી કરે કલ્યાણ છે ૧ છે (આ સ્તુતિ ચાર વાર કહેવાય.) - શ્રી વિશ સ્થાનકની સ્તુતિ
વિશ સ્થાનક તપ વિશ્વમાં મોટે, શ્રી જિનવર કહે આપજી ! બાંધે જિનવર ત્રીજા ભવમાં, કરીને સ્થાનક જાપજી ! થયા હશે સવિ જિનવર અરિહા, એ તપને આરાધીજી એ કેવલ જ્ઞાન દર્શન સુખ પામ્યા, સવે ટાળી ઉપાધિ છે ૧. અરિહંત સિદ્ધ પવયણ સૂરિ સ્થવિર, વાચક સાધુ નાણુજી, દર્શન વિનય ચરણ બંભ કિરિયા, તપ કરે ગાયમ ઠાણજી ! જિનવર ચારિત્ર પંચવિધ નાણ, શ્રુત તીર્થ એહ નામજી છે એ વિશ સ્થાનક આરાધે તે, પામે શિવપદ ધામ છે ૨ દોય કાળ પડિકમણું પડિલેહણ, દેવવંદન ત્રણ વારજી નકારવાળી વશ ગૂણજે, કાઉસગ્ગ ગુણ અનુસારજી છે ચારસે ઉપવાસ કરી ચિત્ત ચેખે, ઉજમણું કરે સારો પડિમા ભરા સંઘ ભક્તિ કરે, એ વિધિ શાસ્ત્ર મેઝાર ૩ છે શ્રેણિક સત્યકિ સુલસા રેવતિ, દેવપાળ અવદાસજી, સ્થાન તપ સેવા મહિને માએ, થયા જગ માંહિ વિખ્યાત; આગમ વિધિ સેવે જે તપીયા, ધન્ય ધન્ય તસ અવતારજી, વિધ્ર હરે તસ શાસન દેવી, સૌભાગ્ય લક્ષ્મી દાતારજી. છે ૪ છે