________________
t૧૦૬] શ્રી મહાવીરજિન સ્તવન.
વીરજી સુણે મારી વિનતિ, કર જોડી હે કહું મનની વાત; બાળકની પરે વિનવું, મારા સ્વામી હે તમે ત્રિભુવન તાત. વટ છે ૧ તુમ દરિસણ વિણ હું ભમે, ભવ માંહિ હે સ્વામી સમુદ્ર મઝાર; દુઃખ અનંતા મેં સહ્યાં, તે કહેતાં હે કિમ આવે પાર. વિર૦ મે ૨ પર ઉપકારી તું પ્રભુ, દુઃખભંજક હો જગ દીનદયાળ; તેણે તેરે ચરણે હું આવી, સ્વામી મુજને હે નિજ નયણે નિહાળ. વી. | ૩ | અપરાધી પણ ઉદ્ધર્યો, કહુ કેતા હે તેરા અવદાસ; સાર કરે હવે માહરી, મન આણે હે સ્વામી મેરી વાત. વી. કે ૪ લપાણ પ્રતિબુઝો, જેણે કીધે હે તુજને ઉપસર્ગ; ડંખ દીધો ચંડકેશીએ, તેને દીધો તમે આઠમ સ્વર્ગ. વી. | ૫ | ગશાળે ગુનહી ઘણે, જેણે બેલ્યા હે તારા અવર્ણવાદ; તે બળતે તે રાખીએ, શીતલેશ્યા હે મૂકી સુપ્રસાદ. વી. ૬એ કુણ છે ઇંદ્રજાળીઓ, ઈમ કહેતે હે આ તુમ તીર; તે ગૌતમને તમે કીઓ, પિતાને હે પ્રભુ મુખ્ય વછર. વી. | ૭ વચન ઉથાપ્યા તારા, જે ઝગડ્યા હે તુમ સાથે જમાલિક તેહને પણ પરે ભવે, શિવગામી છે તે કીધે કૃપાળ. વી. . ૮ અયમત્તા કષિ જે રમ્યા, જળમાંહી હો બાંધી માટીની પાળ; તરતી મૂકી કાચલી, તે તાર્યા છે તેહને તત્કાળ, વી.
૧ ગુન્હેગાર. ૨ પ્રભુને જમાઈ જમાલિ નિવ.