________________
wowoodontisinooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo તેનો વિશેષ્ય આત્મા બને છે. એટલે, આત્મામાં વિશેષ્યતા રહે છે. વિશેષ્યતા એ જાતિ ન હોવાથી.
સ્વરૂપસંબંધથી આત્મામાં રહે. પણ, એવો નિયમ છે કે, નિત્યવસ્તુઓમાં કાલિકસંબંધથી કંઈપણ વસ્તુ રહેતી નથી. એટલે, આ વિશેષ્યતા પણ કાલિકસંબંધથી તો આત્મામાં નથી જ રહેતી. એટલે, કાલિકાવચ્છિન્નપ્રતિયોગિતાક એવો તાદેશવિશેષ્યતા અભાવ એ સ્વરૂપસંબંધથી આત્મામાં સાધ્ય છે. આ સ્થાન સાચું છે. પણ, તમારા કહેવા પ્રમાણે કરીએ, તો એમાં અવ્યાપ્તિ આવે.
તમે “સાધ્યાભાવવૃત્તિ-યાવતુ સાધ્યનિરૂપિત પ્રતિયોગિતાવચ્છેદકસંબંધેન સાધ્યતાવચ્છેદકસંબંધધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક સાધ્યાભાવાધિકરણ” એ રીતે અર્થ કરવા માંગો છો.
અહીં, આત્મતૃપ્રકારકપ્રમાવિશેષ્યતાનો કાલિકસંબંધાવચ્છિન્ન-પ્રતિયોગિતાક અભાવ એ સ્વરૂપસંબંધથી આત્મામાં સિદ્ધ કરવાનો છે. એટલે, સાણતા-અવચ્છેદક સંબંધ સ્વરૂપ બનશે. અને ધર્મ તાદશવિશેષ્યતાઅભાવત્વ બનશે. - હવે, તમે કોઈપણ સંબંધથી સાધ્યાભાવ લેવાનો કહ્યો છે. તો આત્મતૃપ્રકારકવિશેષ્યતા-અભાવનો કાલિકથી અભાવ લઈએ. એ સાધ્યાભાવ બને. અને તેમાં પ્રતિયોગિતા લાવવા માટે તાદશવિશેષ્યતા-અભાવઅભાવનો સ્વરૂપથી અભાવ લઈએ. સ્વરૂપથી અભાવ એ પ્રતિયોગિરૂપ બની શકતો હોવાથી, વિશેષ્યતાઅભાવ-અભાવ-અભાવ એ વિશેષ્યતા-અભાવઃસાધ્યરૂપ બનશે. અને તેથી વિશેષ્યતા-અભાવ-અભાવમાં આવેલી પ્રતિયોગિતા એ સાધ્યનિરૂપિત બનશે. અને તે પ્રતિયોગિતાનો અવચ્છેદક તો સ્વરૂપ બનશે. હવે, કાલિકાવચ્છિન્નપ્રતિયોગિતાક એવા તાદશવિશેષ્યતા-અભાવનો સ્વરૂપસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવ એ સાધ્યાભાવ બનશે. અને એ તાદશવિશેષ્યતા-અભાવ-અભાવ એ તાદશવિશેષ્યતારૂપ જ બનશે. અને તેનું સ્વરૂપસંબંધથી અધિકરણ આત્મા બની જતા અવ્યાપ્તિ આવશે.
પણ જો સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક સાધ્યાભાવવૃત્તિ યાવત્ સાધ્યનિરૂપિત પ્રતિયોગિતાવરચ્છેદક સંબંધ... લેવો. એમ, કહીએ તો આ આપત્તિ ન આવે, કેમકે અહીં સા.અવ. તો સ્વરૂપસંબંધ જ છે. એટલે, સ્વરૂપથી વિશેષ્યતા-અભાવનો અભાવ એ તો વિશેષ્યતા રૂપ જ બનશે. એટલે, અહીં સાધ્યાભાવ=વિશેષ્યતા આવી. હવે એનો જો સ્વરૂપથી અભાવ લઈએ, તો એ વિશેષ્યતા-અભાવ સાધ્ય ન બને, કેમકે સાધ્ય તો વિશેષ્યતાનો કાલિકથી અભાવ છે. એટલે, વિશેષ્યતાનો સ્વરૂપથી અભાવ ન લેવાય. એમ લઈએ તો વિશેષ્યતામાં=સાધ્યાભાવમાં આવેલી પ્રતિયોગિતા સાધ્યનિરૂપિત ન બને. એટલે, વિશેષ્યતાનો સાધ્યાભાવનો કાલિકથી જ અભાવ લેવો. એ સાધ્ય બની જતાં વિશેષ્યતામાં આવેલી પ્રતિયોગિતા એ સાધ્યનિરૂપિત બની જશે. અને આ પ્રતિયોગિતાનો અવચ્છેદક તો કાલિક જ છે. એટલે હવે કાલિકથી સાધ્યાભાવાધિકરણ લેવાનું રહેશે.
એટલે આત્મતૃપ્રકારકપ્રમાવિશેષ્યતાનો કાલિકથી અભાવરૂપ જે સાધ્ય છે. તેનો સ્વરૂપથી અભાવ=તાદશવિશેષ્યતા=સાધ્યાભાવ એ કાલિકથી તો આત્મામાં રહેવાનો નથી. પણ, ઘટાદિમાં જ રહેશે. અને તેમાં તો આત્મત્વોતુ નથી જ રહેતો. માટે, અવ્યાપ્તિ ન આવે. આમ બેય બાજુએ અવચ્છેદકસંબંધનો નિવેશ આવશ્યક છે. ___ चान्द्रशेखरीया : ननु घट: तादात्म्येन घटवान् घटत्त्वात् इति अत्र अव्याप्तिः । यतः साध्यतावच्छेदकतादात्म्यसंबंधेन घटाभावो घटभेदः एव । तस्य अभावो घटभेदाभावो घटत्वरूपः । तथा च
વ્યાતિપંચક ઉપર ચાકરોબરીયા નામની સરળટીકા ૦ ૪૨ gamanhooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooom