________________
કંઈ બધે ન જ થાય એમ તો શી રીતે કહેવાય? નહીં તો તો, “જ્યાં જ્યાં વહિન ત્યાં ત્યાં ધૂમ” એવો નિયમ પણ બનાવવો પડશે. કેમકે અયોગોલકાદિ અમુક સ્થાનો સિવાય તો બધે જ આવું દેખાય છે. પણ જેમ બેત્રણ સ્થાને દેખાતી હકીકત બધી જગ્યાએ ન જોડાય તેમ તમારે પણ આ બીજો નિયમ બનાવી ન શકાય.
माथुरी : अव्ययीभावसमासस्याव्ययतया तेन समं समासान्तरा-ऽसम्भवाच्च ।
चान्द्रशेखरीया : भवतु नाम द्वितीयो नियमोऽपि असत् । तथापि न भवदुक्ता द्वितीया व्युत्पत्तिः समीचीना । यतः अव्ययीभावसमासः स्वयमेव "अव्ययो" गण्यते । यदि च, अव्ययीभावसमासस्य व्ययो भवति, ततः स "अव्ययः" न कथयितुं शक्यते । किन्तु सर्वेषां अव्ययीभावसमासः अव्ययत्वेनैव प्रसिध्धः, अतः अव्ययीभावसमासेन समं अन्यः समासो न भवितुमर्हति इति नियमः । तथा च, "साध्याभाववतो अवृत्तिः यत्र" इति, भवता अवृत्तिपदेन अव्ययीभावसमासात्मकेन सह साध्याभाववत्पदस्य पुनः समासः क्रियते। स च अनन्तरोक्तनियमेन बाध्यते । अतो भवतां द्वितीया व्युत्पत्तिः न सम्यक् ।
ચાન્દ્રશેખરીયાઃ ઉત્તર ઃ એ બીજો નિયમ ખોટો માનીએ, તો પણ વાંધો આવે છે. અવ્યયીભાવ સમાસ પોતે પણ અવ્યય ગણાય છે. એટલે, તેમાં કોઈપણ ફેરફાર થઈ શકતો નથી. હવે, જો એ સમાસની સાથે બીજો સમાસ કરો. તો, એ અવ્યય રૂપ અવ્યયીભાવસમાસ ફેરવાઈ ગયો. તેનો વ્યય થયો. એ તો ઈષ્ટ નથી. માટે, અવ્યયીભાવસમાસ સાથે બીજો કોઈપણ સમાસ થઈ ન શકે. તમે તો “વૃત્તઃ અભાવઃ” એમ અવ્યયીભાવસમાસ કરી, પછી તેની સાથે સાધ્યાભાવવતનો સમાસ કરેલો છે. આ નિયમાનુસાર તે ન થઈ શકે. માટે, બીજી વ્યુત્પત્તિ પણ ખોટી છે.
चान्द्रशेखरीया : ननु अयं तृतीयः नियमोऽपि न युक्तियुक्तः प्रतिभाति । “अव्ययेन समं अन्यः समासो न भवति" इति अयं तृतीयो नियमः । स च प्रत्यक्षबाधितः । यतो न, अधि, उप आदि अव्ययैः सह समासो भवति एव। न च अव्ययेन समं अव्ययीभावसमासभिन्नसमासो न भवति इत्येव नियमः, नादिना सह तु अव्ययीभावसमास एव जायते, तथा च न नियमे प्रत्यक्षबाधः इति वाच्यम् । भूतले उपकुम्भम् भूतलोपकुम्भम् इति अत्र अव्ययस्वरूपस्य "उपकुम्भम्" इति अव्ययीभावसमासस्य भूतलेन सह सप्तमीतत्पुरुषः= अव्ययी-भावसमासभिन्नः समासो जायते एव इति चेत् न ।
ચાન્દ્રશેખરીયા : પ્રશ્ન : આ ત્રીજો નિયમ પણ ખોટો જ છે. કેમકે, જે અવ્યય હોય, તેની સાથે સમાસ ન થાય.” એ વાત જ ખોટી છે. નમ્, અધિ, ઉપ વિગેરે અવ્યયોની સાથે સમાસ થાય જ છે. જેમકે, અઘટયું, અધ્યાત્મ, ઉપકુભમ્.
જો તમે એમ કહો કે “અવ્યયની સાથે અવ્યયીભાવસમાસ સિવાયનો સમાસ ન થાય” એવો નિયમ છે. નમ્ વિગેરે સાથે તો અવ્યયીભાવસમાસ જ થાય છે. એટલે અમારા નિયમને કોઈ વાંધો નથી આવતો.” તો એ વાત પણ બરાબર નથી. કેમકે, ભૂતલે ઉપકુમ્ભમ્ = ભૂતલીપકુમ્ભમ્ અહીં ઉપકુમ્ભ એ પોતે અવ્યય જ છે. અને એનો ભૂતલ સાથે અવ્યયીભાવ સમાસ સિવાયનો જ સપ્તમીતપુરૂષ સમાસ થાય જ છે. એટલે આ નિયમ પણ પ્રત્યક્ષ બાધિત જ છે.
माथुरी : नजुपाध्यादिरूपाव्ययविशेषाणामेव समस्यमानत्वेन परिगणितत्त्वात् ।
ooooooooooooooooooooooooooxoxoxoxoxoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
વ્યાતિપંચક ઉપર ચાજશેખરીયા નામની સરળટીકા ૦ ૧૪ Goooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo