________________
અભાવ અને પ્રતિબંધકાભાવ હોય તો જ અનુમિતિ થાય એ અસિદ્ધ છે. બસ, વ્યાપ્ત્યાદિ જ્ઞાનનો અભાવ હોય તો જ અનુમિતિનો અભાવ રહે એમ અમે કહીશું.
गादाधरी : व्याप्तिज्ञानादेर्व्यभिचारज्ञानाभावादिना अन्यथासिद्धत्वशङ्का तु प्रागेव निराकृता ।
न क्षतिः = न व्यभिचारादावव्याप्तिः ।
પ્રશ્ન પ્રતિબંધકાભાવથી વ્યાપ્તિજ્ઞાન કેમ અન્યથાસિદ્ધ ન થઈ જાય? તે માટે તમારી પાસે કોઈ વિનિગમક છે ?
ઉત્તર - હા, પ્રતિબંધકાભાવ હોય અને વ્યાપ્તિજ્ઞાન ન હોય તો કોઈ સ્થાને પણ અનુમતિ થઈ જતી હોત તો જરૂર પ્રતિબંધકાભાવથી વ્યાપ્તિજ્ઞાન અન્યથાસિદ્ધ થાય. પણ તેવું તો થતું નથી. ઉલટું અનેકહેતુક સ્થળે પ્રતિબંધકાભાવનો અભાવ હોવા પર પણ વ્યાપ્ત્યાદિજ્ઞાનથી અનુમતિ થઈ ગઈ એટલે પ્રતિબંધકાભાવ જ વ્યાપ્ત્યાદિજ્ઞાનથી અન્યથાસિદ્ધ બને એમ કહેવું જ જોઈએ.
આમ પ્રતિબંધકાભાવ અનુમિતિ પ્રતિ કા૨ણ ન બન્યો એટલે હવે અનુમિતિ કારણીભૂતાભાવપ્રતિયોગિયથાર્થજ્ઞાનવિષયત્વ એ લક્ષણનો યથાશ્રુત અર્થ લઈએ તો અનુમિતિ કા૨ણીભૂત અભાવ જ વ્યભિચારાદિ ગ્રહાભાવ ન બનતાં તાદેશ યથાર્થજ્ઞાનવિષયત્વ વ્યભિચારાદિમાં ન આવતાં અવ્યાપ્તિ આવે. આ અવ્યાપ્તિ દૂર કરવા માટે અનુમિતિ પદને ઊભયપરક કે સાધ્યવ્યાપ્યહેતુમાન્ પક્ષઃ સાધ્યવાન્ અનુમિત પરક કલ્પવું આવશ્યક છે. હવે ભલે વ્યભિચારગ્રહાભાવ અનુમિતિનો અજનક હોય તો પણ હવે અવ્યાપ્તિનો સંભવ રહેતો નથી.
-
गादाधरी : यत्राऽसद्धेतुविशेषे तादृशानुमितेरप्रसिद्धिः तत्रत्यदोषेष्वव्याप्तेर्वक्ष्यमाणतया ईदृशव्याख्यायामनिर्भरसूचनाय वदन्तीत्युक्तम् ।
અનુમિતિપવું...અનુમિતિપરં...તેન.... ઇત્યાદિ કથન બાદ ‘વદન્તિ' કહીને દીષિતિકારે તેમાં અસ્વરસનું સૂચન કર્યુ છે. તેનું બીજ એ છે કે જે અસદ્વેતુ વિશેષમાં તાદશાનુમિતિ (ઊભયપરક કે સાધ્યવ્યાપ્યહેતુમાન્ પક્ષઃ સાધ્યવાન્ જ અપ્રસિદ્ધ છે ત્યાં લક્ષણ ન જતાં તે અસદ્વેતુમાં લક્ષણની અવ્યાપ્તિ આવશે. આ હકીકતને પોતે જ આગળ જઈને કહેવાના છે એટલે આપણે તે સ્થળ વિશેષને અહીં ન લેતાં આગળ ચાલીએ.
સામાન્ય નિરુક્તિ ૭ (૫૧)