________________
વિરોધિસામગ્રીકાલીન સંભવી શકે જ છે. આમ અતિવ્યાપ્તિ ઊભી જ રહે.
गादाधरी : विरोधिपरामर्शकालीनत्वमादाय सर्वत्र सत्प्रतिपक्षिते दुष्टत्वं नोपपादयितुं शक्यत इत्याह न चेति ।
दीधिति: : न चातीतादौ लिङ्गे विरोधिपरामर्शकालीनत्वमपि ।
गादाधरी : नहीत्यर्थः । अतीतादाविति । तथा चातीतादिसद्धेतौ विरोधिपरामर्शदशायां भवन्मतसिद्धं सत्प्रतिपक्षितत्वं नोपपद्यत इति
ભાવઃ ।
વળી વિરોધિ પરામર્શકાલીનત્વને લઈને પણ સર્વત્ર સત્પ્રતિપક્ષિત હેતુમાં પણ દુષ્ટત્વ ઉપપન્ન નહિ થઈ શકે. કેમકે અતીતાદિ જે હેતુ હોય તે તો વિરોધિપરામર્શકાલીન બને જ નહિ અને તેથી તેમાં વિરોધિપરામર્શકાલીનત્વ ન મળે એટલે ત્યાં બનેલા સત્પ્રતિપક્ષિત હેતુમાં દુષ્ટત્વ શી રીતે ઉપપન્ન થશે ? (અમને તો અહીં ઇષ્ટાપત્તિ જ છે કેમકે અમે દશાવિશેષમાં અનુમિતિ પ્રતિબંધ માનીએ છીએ પણ હેતુ દુષ્ટ થયો એવું નથી સ્વીકારતા.)
આ રીતે આ મતે સત્પ્રતિપક્ષ અસાધારણ સ્થળને લક્ષ્યત્વન અભિમત કરી લઈ અવ્યાપ્તિને દૂર કરવા લક્ષણની સંગતિ કરવા માટે જે વિવક્ષા કરી એ દૂષિત બને છે. એટલે અમે કહ્યું તે રીતે સત્પ્રતિપક્ષ અસાધારણસ્થળે હેતુમાં સર્વસાધ્યવઢયાવૃત્તત્વ ન હોવાથી અને નિત્યત્વવ્યાપ્યશબ્દત્વવત્વક્ષઃ અપ્રસિદ્ધ જ હોવાથી લક્ષણ જ નથી જતું એટલે તે અલક્ષ્ય જ છે અર્થાત્ ત્યાં દુષ્ટત્વવ્યવહારની આવશ્યકતા જ નથી માત્ર અનુમિતિપ્રતિબન્ધ જ કહેવો ઊચિત છે.
હવે યત્તિ કરીને બીજો એક પૂર્વપક્ષ દુષ્ટત્વવ્યવહાર ઉ૫પન્ન કરવાનો યત્ન કરે છે. गादाधरी : सत्प्रतिपक्षिते सद्धेतौ विरोधिव्याप्यवत्पक्षस्याप्रसिद्धावपि प्रतिबन्धकीभूतभ्रमविषयप्रसिद्धविरोधिव्याप्त्यादिरेव दोष इति मतं दूषयति यदपीति ।
दीधिति: : यदपि यद्विषयकत्वेन ज्ञानस्य अनुमितिप्रतिबन्धकत्वं સામાન્ય નિરુક્તિ ૦ (૨૫૭)