________________
વિશેષ્યતાનો નિરૂપિતત્વસંબંધથી અન્વય કરવો. નિર્વતિત્વવિશિષ્ટવિશેષ્યતા નિરૂપિતા યા સાધનપદાર્થોક્તપ્રકારતા ।
(૪) સાધનપદોત્તર સપ્તમીનો નિરૂપકત્વ અને દ્વિત્વ અર્થ કરવો.
(૫) સપ્તમ્યર્થ નિરૂપકત્વમાં બે પ્રકારતાનો પૃથક્ અન્વય કરવો. નિરૂપક વહ્નિ અને ધૂમ છે માટે તેમાં નિરૂપકત્વ રહે. વહ્નિનિષ્ઠપ્રકારતાનો વહ્નિનિષ્ઠનિરૂપકત્વમાં અન્વય થાય. ધૂમનિષ્ઠ પ્રકારતાનો નિરૂપકત્વસંબંધથી ધૂમનિષ્ઠનિરૂપકત્વમાં અન્વય થાય. આમ પ્રકારતાન્વિત નિરૂપકત્વ બને.
(૬) પ્રકારતાન્વિતનિરૂપકત્વમાં દ્વિત્વનો અન્વય કરવો. નિરૂપકત્વ બે છે. (ધૂમનિષ્ઠ.વહ્રિનિષ્ઠ) માટે દ્વિત્વવિશિષ્ટ-પ્રકારતાન્વિત નિરૂપકત્વ બને.
(૭) દ્વિત્વવિશિષ્ટ-પ્રકા૨તાન્વિત નિરૂપકત્વનો દોષપદાર્થ ઘટકીભૂત જે વસ્ત્યનુમિત્યભાવ, તેમાં અન્વય કરવો. ઉક્ત પ્રકારતાનિરૂપકત્વ પ્રતિયોગિક-અભાવ દોષપદાર્થઘટકીભૂત અભાવ બન્યો.
गादाधरी : प्रतिबन्धकीभूतभ्रमविषयितानिरूपकाभावादिमत्त्वमादाय पर्वते वह्निसाधने धूमो दुष्ट इत्यादिप्रयोगवारणाय विषयितायां भ्रमान्यवृत्तित्वं निवेशितम् ।
પ્રશ્ન ઃ ભ્રમાન્યવૃત્તિવિષયતા કેમ કહ્યું છે ?
ઉત્તર : જો તેમ ન કહીએ તો તો પર્વતે વૃદ્ધિસાધ્ય ઘૂમો દુષ્ટઃ વ્યવહારાપત્તિ આવે કેમકે પછી તો વત્ત્વભાવવત્પર્વત રૂપ બાધભ્રમ વિષયિતા પણ લેવાય તે વહ્ત્વભાવીયા વિષયિતા પણ કહેવાય અને તે તદુત્તરાનુમિતિનિષ્ઠઊભયાભાવ પ્રયોજિકા બને જ અને તેથી સ્વજ્ઞાનવિષયકપ્રકૃતહેતુતાવચ્છેદકવત્વસંબંધથી વત્ત્વભાવરૂપદોષ ધૂમમાં જતાં દુષ્ટ બની જવાની આપત્તિ આવે. આ ભ્રમવૃત્તિવિષયતા હોવાથી ઉક્તનિવેશને લીધે હવે આ આપત્તિ ન આવે.
गादाधरी : दोषघटके केवलसाध्याभावादौ दोषव्यवहाराभावात् अत्रायं दोष इत्यादौ स्वविषयकनिश्चयाव्यवहितोत्तरानुमिति निष्ठतादृशो - भयाभावाधिकरणतात्वव्यापकविरोधिविषयिता- प्रयोज्यताकधर्म एव સામાન્ય નિરુક્તિ ૦ (૨૩૪)