________________
તો નથી જ.
ઉત્તરપક્ષ ઃ ઊભા રહો. એ પહેલાં અમે તમને એક બીજી વાત કરી લઈએ. વમાવવો યશ એવા નિશ્ચયમાં ઘટવિષયિતા પણ વિરોધિવિષયિતા ન બની જાય એ માટે તમારે ‘વિષયિતા સામાન્ય' કહેવું પડશે એટલે ઘટિવખિયતા તો નિરૂક્તસાધ્યહેતુવૈશિષ્ટ્યાવગાહિ ઘટવિષયકસમૂહાલંબન નિશ્ચયમાં વૃત્તિ બની જાય એટલે અતિવ્યાપ્તિ ન રહે. હવે જ્યારે વિષયિતાસામાન્યને નિરૂક્તસાધ્યવૈશિષ્ટ્યાવગાહિ નિશ્ચયમાં અવૃત્તિ કહેવાની ફરજ પડે છે ત્યારે પૂર્વોક્ત આપત્તિ ઊભી જ રહે છે કેમકે ભલે કેવળ વત્ત્વભાવનિરૂપિતÇદવિષયિતા નિરૂક્તસાધ્યકેતુ-વૈશિષ્ટચાવગાહિ આહાર્યનિશ્ચયમાં અવૃત્તિ હોય પણ તે આહાર્યનિશ્ચયીય વર્જ્યભાવવહૃદવિષયિતા તો તે આહાર્યનિશ્ચયમાં વૃત્તિ જ છે એટલે વિષયિતાસામાન્ય અવૃત્તિ ન રહેતાં અસંભવદોષ ઊભો જ રહે છે.
गादाधरी : भ्रमान्यवृत्तियदीयविषयितासामान्यं तादृशनिश्चयावृत्ति तदीयविषयिताविवक्षणेन निर्वाहेऽपि विरोधियद्विषयिताशालिनिश्चयोत्तरानुमितिसामान्ये द्वयोर्व्यतिरेक इत्यनभिधाय यद्विषयकनिश्चयस्येत्यादिवक्राभिधानस्य ग्रन्थकारीयरीतिविरुद्धत्वात् ।
યત્તુ : તો હવે અમે કહીશું કે ભ્રમાન્યવૃત્તિ જે વિષયિતા હોય તે જ વિષયિતા નિરૂક્તસાધ્યકેતુવૈશિષ્ટ્યાવગાહિ નિશ્ચયમાં અવૃત્તિ જોઈએ. હવે આહાર્ય તો ભ્રમાત્મક નિશ્ચય છે એટલે આહાર્યનિશ્ચયીય વિષયિતા તો ભ્રમવૃત્તિ જ વિષયિતા છે. એટલે તે વૃત્તિ પણ બની જાય તો અમને તેની સાથે કોઈ નિસ્બત નથી. દોષવિષયકવિયિતા એ ભ્રમમાં
વૃત્તિ નથી, ભ્રમાન્યમાં વૃત્તિ છે એટલે આ જ વિષયિતાની અમે નિરૂક્તસાધ્યહેતુવૈશિષ્ટ્યાવગાહિ નિશ્ચયમાં અવૃત્તિત્વની વિવક્ષા કરીએ છીએ. ભ્રમાન્યવૃત્તિવિષયિતાસામાન્ય તો તાર્દશનિશ્ર્ચયમાં અવૃત્તિ છે જ એટલે હવે અસંભવ દોષ રહેતો નથી.
ઉત્તરપક્ષ : હા, આ રીતે જરૂર તમે અહીં તો નિર્વાહ કરી શકો છો પણ જો આમ જ કહેવું હોત તો દીષિતિકારે અત્ર વવન્તિ કલ્પમાં વિરોધિયદ્વિયિતાશાતિનિશ્ચયોત્તાનુમિતિસામાન્યે દયાભાવ: સીધું જ ન કહ્યું અને દ્વિષય નિશ્ચયસ્ય ઇત્યાદિ વક્રાભિધાન કર્યુ એ ગ્રન્થકારની રીતિ વિરુદ્ધ બની જાય. એટલે તદ્નયેન ઉક્ત રીતે વિવક્ષા તમે કરી શકતા જ નથી.
સામાન્ય નિક્તિ ૦ (૨૦૯)