________________
ગદાધર કહે છે કે આવું કહેનારા પૂર્વોક્ત અમારા કથનથી પરાસ્ત થઈ ગયા - આવા સ્થળે ભલે કદાચ તેઓ દોષ દૂર કરે પણ આહાર્યાનુમિતિ પ્રતિબંધક બનતી નથી અને તેનો હેતુ દુષ્ટ હોય જ છે અને આ પ્રતિબંધકતાઘટિત લક્ષણ અપ્રતિબંધક એવી આહાર્યાનુમિતિના હેતુમાં જઈ શકતું જ નથી તેથી આ લક્ષણમાં દોષો રહેલાં જ છે.
નિષ્કૃષ્ટકલ્પમાં તો પ્રતિબંધકતા ઘટક જ નથી. એટલે ત્યાં વિશિષ્ટાન્તરાઘટિતત્વ વિશેષણ પ્રતિબંધકતામાં આપવાનું રહેતું જ નથી. (આ બન્ને ય કલ્પે તો પ્રતિબંધકતામાં તે વિશેષણ આપ્યું છે.) એટલે તે વિશેષણ ત્યાં યદ્રૂપમાં (પૂર્વોક્ત સિદ્ધાન્તી લક્ષણમાં જેમ યદ્રૂપમાં જ આપ્યું છે તેમ) આપવાનું રહેશે અને તેથી તે દોષો ઊભા જ રહેવાના છે એટલે એનું વારણ કરવા માટેનો ઉક્ત ક્યાય સંભવી શકતો જ નથી.
गादाधरी : अत्र केचित् । स्वसजातीयविशिष्टान्तराऽघटितत्वमेव यत्पदार्थे देयम् । साजात्यं च हेत्वाभासविभाजकरूपेण । तच्च रूपं बाधत्वव्यभिचारत्वादि, तेन च रूपेण व्यभिचारादेर्न बाधादिसाजात्यमिति व्यभिचारघटितबाधादौ नाऽव्याप्तिः ।
અત્ર કેચિત્ - આ લોકો કહે છે કે ભલે યત્પદાર્થ (યફ્રૂપ)માં જ નિકૃષ્ટકલ્પ કે પ્રતિબંધકતાઘટિતપ્રસ્તુત કલ્પ વિશેષણ તરીકે વિશિષ્ટાન્તરાઘટિતત્વને આપે પણ સ્વસજાતીયવિશિષ્ટાન્તરાઘટિતત્વને યત્પદાર્થમાં વિશેષણ બનાવવું જોઈએ. સાજાત્ય હેત્વાભાસ વિભાજકધર્મણ કહેવું જોઈએ. બાધત્વનું સજાતીય વિશિષ્ટાન્તર બાધત્વ જ બને. વ્યભિચારનું સજાતીયવિશિષ્ટાન્તર વ્યભિચાર જ બને. આમ થતાં હવે ક્યાંય પણ દોષ નહિ રહે. વ્યભિચારઘટિતબાધ એ ભલે વ્યભિચારથી ઘટિત છે પણ બાધથી ઘટિત નથી માટે તે સ્વસજાતીયવિશિષ્ટાન્તરથી અઘટિત જ છે માટે તેમાં લક્ષણ સંગતિ થઈ જાય. એ જ રીતે વ્યભિચારઘટિત આશ્રયાસિદ્ધિ પણ આશ્રયાસિદ્ધિ રૂપ સ્વસજાતીયવિશિષ્ટાન્તરથી અઘટિત છે જ માટે તેમાં પણ લક્ષણ ચાલી જાય.
गादाधरी : न चैवं यद्विषयकनिश्चयस्य विरोधिविषयिताप्रयुक्तोभयाभावस्तत्त्वमित्यत्र विरोधिविषयिताप्रयुक्तत्वदलस्य वैयर्थ्यम्, घटादेस्तादृशरूपेण सजातीयत्वाऽप्रसिद्ध्यैव तत्र नातिप्रसङ्ग इति वाच्यम्,
સામાન્ય નિરુક્તિ ૦ (૧૪૧)