________________
ગયો. આ રીતે અહીં અવ્યાપ્તિ પણ દૂર થઈ જાય છે.
અવ્યાપ્તિને દૂર કરવાના પહેલા બે ‘ન ચ’ કલ્પ નિષ્ફળ ગયા એટલે આ ત્રીજો ‘ન ચ' કલ્પ તે અવ્યાપ્તિને દૂર કરવા યત્ન કરે છે અને આપણે જોઈ શકીએ છીએ કે તે અવ્યાપ્તિ દૂર પણ થઈ જાય છે.
પરંતુ આમ કરવા છતાં તેને બાધવિ.વ્યભિચારમાં અતિવ્યાપ્તિનો દોષ આવી જાય છે. એટલે ચોથો ‘ન ચ’ કલ્પ એ અવ્યાપ્તિ દૂર કરે છે પણ તેને ય તે જ બાધવિ.વ્યભિ. સ્થળે અતિવ્યાપ્તિ દોષ આવી રહે છે. આમ બે ય અંતિમ કલ્પને એક જ દોષ આવે છે માટે તે દોષ પહેલાં ન લેતાં ગદાધર અથવા (ન ચ ચતુર્થકલ્પ) કરીને પહેલાં ચતુર્થકલ્પ મૂકે છે. અને ત્યારબાદ બે ય ને સાથે * અતિવ્યાપ્તિ દોષ આપશે.
યુદ્ધર્માવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્નપ્રતિબંધકતાસામાન્યાવચ્છેદકી-ભૂતવિષયિતાન્વં યુદ્ધર્માવચ્છિન્નનિરૂપિતત્વ વ્યાપ્યું તદ્ધર્મત્ત્વમેવ દોષઃ ।
(વ્યભિ.માં લક્ષણ લઈ જઈશું.)
વ્યભિચારત્વાવચ્છિન્નવિષયકત્વાવચ્છિશ પ્રતિબંધકતાસામાન્યાવચ્છેદકીભૂતવિષયિતાત્વ એ મેયત્વવિશિષ્ટવ્યભિ.ાવચ્છિન્નવિષયિતામાં રહે તેમ વ્યભિચારત્વાવચ્છિશવિયિતામાં પણ રહે. આ બે ય વિષયિતાત્વ વ્યભિચારત્વાવચ્છિન્નનિરૂપિતત્વનું વ્યાપ્ય છે જ. જ્યાં જ્યાં વિષયિતાત્વ છે ત્યાં ત્યાં વ્યભિચારત્વાવચ્છિન્ન નિરૂપિતાત્વ છે જ. અર્થાત્ મેયત્વવિ.વ્યભિચારત્વાવચ્છિન્નવિષયિતા એ વ્યભિચારત્વાવચ્છિન્નનિરૂપિતા છે જ. શુદ્ધ વ્યભિચારત્વાવચ્છિન્નવિષયિતા એ વ્યભિચારત્વાવચ્છિન્નનિરૂપિતા છે જ. આમ બે ય વિષયિતામાં વિષયિતાત્વ છે તે વિષયિતામાં તાદશનિરૂપિતત્વ પણ છે જ.
હવે મેયત્ત્વવિ.વ્યભિચારમાં લક્ષણની અતિવ્યાપ્તિ ન આવે તે પણ જોઈ લઈએ. યુદ્ધર્મ=મેયત્વવિશિષ્ટવ્યભિ.ાવચ્છિશવિષયકત્વાવચ્છિશપ્રતિબંધક્તાસામાન્યાવચ્છેદકીભૂતવિષયિતાત્વ મેયત્વવિશિષ્ટ વ્યભિ.ત્વાવચ્છિન્ન-વિષયિતામાં છે તેમ વ્યભિ.ત્વાવચ્છિન્નવિયિતામાં પણ છે અને તે વ્યભિત્વાવચ્છિન્નવિષયતા મેયત્વવિ.વ્યભિચારત્વાવચ્છિન્નનિરૂપિતા નથી એટલે વ્યભિ.ત્યાવચ્છિન્નવિષયિતામાં વિષયિતાત્વ હોવા છતાં ત્યાં મેયત્વવિ.વ્યભિચારત્વાવચ્છિન્નનિરૂપિતત્વ તો નથી એટલે વિષયિતાત્વ એ નિરૂપિતત્વવ્યાપ્ય ન બનવાથી તેમાં લક્ષણ ન જાય એટલે અતિવ્યાપ્તિ ન આવે.
સામાન્ય નિરુક્તિ ૦ (૧૩૧)