________________
પ્રશ્ન - વિશિષ્ટ વિષયકત્વ અપ્રતિબંધકસંશય કે આહાર્યજ્ઞાનમાં પણ છે ત્યાં પ્રતિબંધકતા તો નથી. એટલે અવચ્છેદકતા એ પ્રતિબંધકતા અતિરિક્ત વૃત્તિત્વ રૂપ બની ગઈ. તેથી અસંભવ દોષ આવશે.
.
गादाधरी : ज्ञानस्येत्यत्र ज्ञानपदमनाहार्य्याप्रामाण्यज्ञानानास्कन्दितनिश्चयपरं षष्ठयर्थ आधेयत्वं तस्य यद्विषयकत्वेऽन्वयः । एवञ्च तादृशनिश्चयवृत्तित्वविशिष्टं यादृशविशिष्टविषयकत्वमनुमितिप्रति-, बन्धकतानतिरिक्तवृत्ति तादृशत्वस्य विवक्षणीयतया असम्भवाभावात् ।
ઉત્તર - એનો ઉત્તર અમે પહેલાં જ આપી દીધો છે. લક્ષણગત જ્ઞાન પદ અનાહાર્ય અપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દ્રિત નિશ્ચય પરક લેવું. અનાહાર્ય કહેવાથી આહાર્યજ્ઞાન નહિ લેવાય, અપ્રામાણ્યજ્ઞાનાનાસ્કેન્દ્રિત કહેવાથી અપ્રામાણ્યજ્ઞાનાસ્કન્દ્રિત જ્ઞાન નહિ લેવાય અને નિશ્ચય પદ લેવાથી સંશયજ્ઞાન નહિ લેવાય એટલે હવે અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકત્વ લેવાથી અસંભવ દોષ રહેતો નથી. જ્ઞાનસ્ય સ્થળે જ્ઞાન પદ તાદશનિશ્ચયપરક કહ્યો. અને ષહ્યર્થ આધેયત્વ લઈને તેનો વિષયકત્વમાં અન્વય કરવો. અર્થાત્ અનાહાર્યાપ્રામાણ્યજ્ઞાનાનાસ્કાન્દ્રિત નિશ્ચય માં વિષયકત્વ વૃત્તિ છે. એટલે વિષયકત્વ એ તાદશવૃત્તિત્વવિશિષ્ટ છે.
પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ વિષયકત્વ બને એટલે વિષયકત્વનિષ્ઠ પ્રતિબંધકતાવચ્છેદકતા એ પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિત્વ રૂપ બને.
આમ લક્ષણનો આકાર આવો થયો. યનૂપાવચ્છિન્ન અનાહાર્યાપ્રામાણ્યજ્ઞાનાનાस्कन्दित निश्चयवृत्तित्वविशिष्टविषयकत्वं प्रकृतानुमितिप्रतिबंधकतानतिरिक्तवृत्ति तद्रूपावच्छिन्नत्वम् दोषः ।
વન્યભાવવછૂંદાવચ્છિન્ન વહૂન્યભાવવહૃદનિશ્ચય એ અનાહાર્યઅપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દિત છે જ. તન્નિરૂપિત વૃત્તિત્વ વિશિષ્ટ-વિષયકત્વ એ હૃદપક્ષકવહ્નિસાધ્યકાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ છે જ (કેમકે જ્યાં જ્યાં આવું વિષયકત્વ મળે ત્યાં ત્યાં પ્રકૃત અનુમિતિપ્રતિબંધકતા મળે જ.) એટલે વન્યભાવવહૃદત્વાવચ્છિન્ન વસ્ત્યભાવવદ્ધદ દોષ બન્યો.
આમ હવે આહાર્યજ્ઞાનાદિને લઈને જે અસંભવ આવતો હતો તે ન રહ્યો.
સામાન્ય નિરુક્તિ ♦ (૯૧)