________________
• हेतुमन्निष्ठा - भावप्रतियोगितावच्छेदकं यद्वह्निधूमोभयत्वं प्रत्येकं तदभाववान वह्निर्धूमश्चेति तदुभय-वृत्तित्वस्यैव वह्निधूमोभयत्वे सत्त्वात्ताद्रूप्येण साध्यतायां वह्न्यादिहेतावतिव्याप्त्यापत्तेः ।
છે .
પરે તુ
=
હવે બીજા કેટલાક ‘સ્વસમાનવૃત્તિકત્વ’ પદ કેમ સાર્થક છે ? તે બતાવે
પ્રતિયોગિતાવચ્છેદક -અનતિરિક્તવૃત્તિત્વરૂપ અહીં અવચ્છેદકત્વ જો કહીએ તો વહ્નિધૂમોભયવાન્, વર્તે સ્થળે અતિવ્યાપ્તિ આવે.
વહ્નિધૂમોભયાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક વહ્રિધૂમોભયત્વ. એનાથી અનતિરિક્તવૃત્તિ એટલે એનાથી શૂન્યમાં અવૃત્તિ જે બને તે અવચ્છેદક બને. વહ્નિધૂમોભયત્વાભાવવત્ એકલો વહ્નિ કે એકલો ધૂમ બને. (પર્યાપ્ત્યા દ્વિત્વ ઉભયમાં જ રહે એ નિયમાત્) તે બંનેમાં તો વહ્નિધૂમોભયત્વ વૃત્તિ જ છે. અવૃત્તિ નથી એટલે પ્રતિયોગિતાવચ્છેદક ન બને, પણ પ્રતિયોગિતાનવચ્છેદક બને. એટલે પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદ બનતાં અતિવ્યાપ્તિ આવે.
=
जागदीशी : किन्तु तादृशप्रतियोगितावच्छेदकवती यावती व्यक्तिस्तद्भेदकूट. वदवृत्तित्वमेव तथात्वं वाच्यम्, तथा च वह्निमान् धूमादित्यत्राऽव्याप्तिरेव, तादृशावच्छेदकीभूतं यत्तार्णातार्णोभयत्वादिकं तद्वतो निखिलवह्नेः प्रत्येकभेदकूटवति 'वह्नित्वस्यावृत्तेरतः स्वसमानवृत्तिकत्वं देयमेवेति वदन्ति ।
આ આપત્તિ દૂર કરવા એમ કહેવું જોઈએ કે પ્રતિયોગિતાવચ્છેદકવત્ જેટલી વ્યક્તિઓ, તેના ભેદકૂટવમાં અવૃત્તિ જે બને તે અવચ્છેદક બને. હવે વહ્નિધૂમોભયત્વવત્ વહ્નિ ધૂમ ઉભય તો છે જ. તે બેયના ભેદનો ફૂટ વહ્નિ કે ધૂમ કે વહ્નિથી ઈતરમાં જ મળે ત્યાં વહ્નિધૂમોભયત્વ અવૃત્તિ હોવાથી તેજ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બને એટલે અતિવ્યાપ્તિ દૂર થાય.
હવે આમ કરતાં પણ વિદ્ધમાન્, ધૂમાત્ સ્થળે અવ્યાપ્તિ આવી જાય છે. તાણ્ડતાણુભયાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક તાર્થાતાર્થોભયત્વ બને. તે પ્રતિયોગિતાવચ્છેદકવત્ બધાય વિહ્ન બને. તે બધાનો ભેદકૂટ ઘટાદિમાં રહે (ભેદ ફૂટ હોવાથી ૧૦ પ્રકા૨ના તાર્ણવતિનો ભેદ અતાર્ણવલિમાં મળે અને અતાર્ણવલિનો ભેદ તાર્ણવહ્નિમાં, પણ બધા જ ભેદનો સમૂહ કોઈ પણ વહ્નિમાં નથી મળતો, તે તો ઘટાદિમાં જ મળે.)
અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૩૭