________________
પ્રમાત્મક બની જવાની આપત્તિ આવશે.
ઉત્તર : નહિ, મૂલાવચ્છેદેન વૃક્ષમાં કપિસંયોગાભાવ હોવા છતાં જો ‘મૂલાવચ્છિશો વૃક્ષ: કપિસંયોગી' પ્રતીતિ થાય તો તે જેમ ભ્રમાત્મક છે તેમ ઉક્તપ્રતીતિમાં પણ ઇદન્ત્યાવચ્છેદન દ્વિત્વાભાવ હોવા છતાં ઇદન્તાવચ્છેદેન દ્વિત્વની પ્રતીતિથી ‘અયં દ્રૌ' પ્રતીતિ થાય તો તે પણ ભ્રમાત્મક કહેવાય. કેમકે એક વ્યક્તિમાં ઇદન્ત્યાવચ્છેદેન દ્વિત્વ રહેતું નથી. અને તેથી જ ‘અયં ન ૌ’ એ જ પ્રતીતિ પ્રમાત્મક તરીકે ઉત્પશ થઈ જાય. કેમકે તદ્વતિ તત્ત્રકારક જ્ઞાન પ્રમા છે. અહીં પણ ઇદન્ત્યાવચ્છેદેન પર્યાપ્તિસંબંધથી દ્વાભાવવમાં દ્વાભાવનું જ અવગાહન છે.
પ્રશ્ન : આ રીતે એક વ્યક્તિમાં ઇન્દન્ત્યાવચ્છેદેન દ્વિત્વ નહિ રહે તો તો પછી ઈદન્ત્યાવચ્છેદેન પર્યાપ્ત સંબંધની જ અપ્રસિદ્ધિ થઈ જશે.
ઉત્તર : ના, ઇદન્ત્યાવચ્છેદેન દ્વિત્વ ન રહેવા છતાં પણ ત્યાં એકત્વ, વહ્નિત્વાદિ તો પર્યાપ્ત થઈને રહી જ શકે છે અને તેથી જ ‘અયં વહ્નિઃ' કે ‘અયં એકઃ' ઇત્યાદિ પ્રતીતિઓ થાય છે. પરંતુ ‘અયં દ્રૌ’ એવી પ્રતીતિ થતી નથી તે અનુભવસિદ્ધ જ છે.
जगदीशी : न चैकस्य द्वित्वपर्याप्त्यधिकरणत्वे घटद्वयशून्येऽपि गृहादौ अत्र घटौ इति प्रतीतिः प्रमा स्यादिति वाच्यम् । तद्गृहनिष्ठे घटे घटद्वयत्वावच्छेदेन तद्गृहवृत्ति - त्वविरहात् । घटद्वयत्वावच्छेदेन तद्गृहवृत्तित्वावगाहिन्याः प्रोक्तप्रतीतेर्भ्रमत्वात् । अत एव घटौ न तद्गृहनिष्ठौ इत्याकारकधीस्तत्र प्रमा, तद्गृहस्थितस्यापि घटस्य - घटद्वयत्वावच्छेदेन तन्निष्ठत्वाभावसम्भवात् ।
પ્રશ્ન : વારુ, તમે એક વ્યક્તિને પણ દ્વિત્વની પર્યાપ્તિનું અધિકરણ કહો છો તો જે ઘરમાં એકજ ઘટ છે અર્થાત્ ઘટદ્રય શૂન્ય ઘરવાળા ઘટમાં અત્ર ઘટૌ એવી પ્રમા બુદ્ધિ થઈ જવાની આપત્તિ આવશે.
ઉત્તર : નહિ, ઘરમાં ઘટ વૃત્તિ છે. માટે ઘટમાં ગૃહનિરૂપિતવૃત્તિતા છે. અને ઘટમાં એક જ ઘટ હોઈ તે એકઘટત્વાવચ્છિન્ના છે. આમ ગૃહનિરૂપિતઘટનિષ્ઠા વૃત્તિતા ઘટઢયત્વાવચ્છિશા નથી અર્થાત્ ઘટદ્વયત્વાવચ્છિન્ના ગૃહનિરૂપિતઘટનિષ્ઠવૃત્તિત્વનો અભાવ આ ઘટમાં છે અને છતાં, જો ઘટ્વયત્વાવચ્છિન્ના તાદશ વૃત્તિતા છે એવું જ્ઞાન થાય અને તેથી અત્ર ઘટૌ એવું કહે તો તે ભ્રમાત્મક પ્રતીતિ જ છે. (ઘટદ્વયત્વાવચ્છેદન વૃત્તિત્વાભાવવત્ ઘટમાં વૃત્તિતાનું જ્ઞાન તે ભ્રમ છે)
અવચ્છેદકત્વનિરુક્તિ ૧૩૫