________________
પ્રાણગ્રાહ્યગુણત્વની અપેક્ષાએ ગ્રાહ્યગન્ધત્વ એ સંભવલ્લધુધર્મ હોવાથી તેમાં જ અવચ્છેદકત્વ રહે, અર્થાત્ પ્રમેયધૂમત્વાદિ અનવચ્છેદક બની જાય. અને તેમ થતાં પ્રમેયધૂમાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ બને. પણ પ્રમેયધૂમત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક બને અને તે જ સાધ્યતાવચ્છેદક છે એટલે આમ પ્રતિયોગિતાનવચ્છેદક એ સાધ્યતાવચ્છેદક બની જતાં પ્રમેયધૂમત્વાવચ્છિન્ન પ્રમેયધૂમનું સામાનાધિકરણ્ય (વ્યાપ્તિ) દ્રવ્યત્વમાં આવી જતા અતિવ્યાપ્તિ આવી ગઈ.
કહેવાનું તાત્પર્ય એ છે કે અવચ્છેદકત્વને સ્વરૂપસંબંધરૂપ માનવાથી સંભવલ્લધુધર્મ જ અવચ્છેદક બનતાં પ્રમેયધૂમત્વાદિ અનવચ્છેદક બને. અને તેથી વ્યભિચાર સ્થળોમાં અતિવ્યાપ્તિ દોષ ઉપપન્ન થઈ જાય છે. માટે અવચ્છેદકત્વને સ્વરૂપસંબંધ રૂપ માનવું જોઈએ નહિ.
સંભવલ્લઘુધર્મમાં સંભવત્વ એટલે આપત્તિનું અનાપાદકત્વ. ઉક્ત સ્થળે ‘ઘૂમન્વં यदि प्रमेयधूमाभावीयप्रतियोगीतावच्छेदकं स्यात् तर्हि किमपि न स्यात्' अर्थात् ધૂમત્વ જો પ્રમેયધૂમાભાવીયપ્રતિયોગિતાનું અવચ્છેદક બને તો કોઈ દોષનું સંપાદન થતું નથી અર્થાત્ ધૂમત્વને પ્રતિ. અવચ્છેદક માનવામાં કોઈ મુશ્કેલી-દોષ આપી શકાતો નથી માટે આ લઘુધર્મ ધૂમત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બને, અર્થાત્ સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વ તેમાં જ રહે, ગુરુધર્મમાં ન રહે.
આ ઉપરથી નક્કી થયું કે જે આપત્તિનો અનાપાદક (વ્યભિચારાદિ દોષઅનાપાદક) હોય તેવો જ લઘુધર્મ એ સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વનું અધિકરણ બને.
વિશિષ્ટસત્તાત્વની અપેક્ષાએ સત્તા એ લઘુભૂત ધર્મ તો છે પણ આપત્તિનો આપાદક છે. ‘સત્તાણં યવિ વિશિષ્ટમત્તામાવીયપ્રતિયોગિતાવછે સ્થાત્ હિ મુળનિષ્ઠાભાવપ્રતિયોગિતાવછે ચાત્' આવી આપત્તિ સત્તાત્વમાં વિશિષ્ટસત્તાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ માનવામાં આપાદિત થાય છે, અર્થાત્ વિશિષ્ટસત્તાભાવપ્રતિયોગિતાવચ્છેદક સત્તા પણ બને તો તો તે ગુણમાં સત્તાભાવ પણ આરોપિત થઈ જાય. આમ આપત્તિનું આપાદન હોવાથી વિશિષ્ટસત્તાની અપેક્ષાએ સત્તા એ સંભવલ્લધુધર્મ ન હોવાથી તેમાં જ સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વ રહે તેમ ન કહેવાય.
એ જ રીતે ‘ઘટત્વ ચર્િ વ્રુગ્રીવામિત્ત્વાવચ્છિન્નપ્રતિયોગિતાવછે સ્વાત હિં મિપિ ન સ્વાત્ ।' કમ્બુગ્રીવાદિમાન્ દ્રવ્યત્વાત્ અહીં દ્રવ્યત્વાધિકરણ આકાશ કમ્બુગ્રીવાદિમાન્ નથી એટલે આ વ્યભિચારી સ્થળ છે. અહીં કમ્બુગ્રીવાદિમદભાવ લેવો
અવચ્છેદકત્વનિરુક્તિ ૦૨