________________
તમોવાદ
(4) તમો ન નતાવિ, નીતરૂપવત્તાત, પટવર્ (5) तमो नवद्रव्यभिनं, पृथिवीभिन्नत्वे सति जलादिभिन्नत्वात्, रूपवद्
(શંકા - આગળ આવશે કે દ્રવ્યના ચાક્ષુષ પ્રત્યક્ષમાં આલોક સાપેક્ષ ચક્ષુ કારણ છે. અંધકાર જ્યાં હોય ત્યાં આલોક તો હોતો નથી. અને છતાં અંધકારનું ચાક્ષુષ પ્રત્યક્ષ તો થાય જ છે. એટલે નક્કી થાય છે કે અંધકાર એ દ્રવ્ય નથી.
(૪) સમાઘાન - આલોક સાપેક્ષ ચક્ષુ જે કારણ તરીકે નિશ્ચિત થયેલી છે તે અંધકાર ભિન્ન દ્રવ્યના ચાક્ષુષ પ્રત્યક્ષ માટે.) અંધકાર દ્રવ્યના પ્રત્યક્ષમાં તો આલોક નિરપેક્ષ ચક્ષુ જ કારણ હોવાથી કોઈ પ્રશ્ન નથી.
. (मु.) न, आवश्यकतेजोऽभावेनैवोपपत्तौ द्रव्यान्तरकल्पनाया अन्याय्यत्वात् । 'रूपवत्ताप्रतीतिस्तु भ्रमरूपा। 'कर्मवत्ताप्रतीतिरप्यालोकापसारणौपाधिकीभ्रान्तिरेव । 'तमसोऽतिरिक्तद्रव्यत्वे अनन्तावयवादिकल्पनागौरवंचस्यात्। "सुवर्णस्य यथा तेजस्यन्तर्भावस्तथाऽग्रे वक्ष्यते ।
(તમોવાદ-ઉત્તરપક્ષ) (મુ.) ઉત્તરપક્ષઃ નહીં, આવશ્યક એવા તેજના અભાવથી જ (અંધકારની) સંગતિ થઈ જાય છે તો એને સ્વતંત્ર દ્રવ્ય કલ્પવું એ અયોગ્ય છે. (“અંધકારરૂપવા છે આવી) 'રૂપવત્તાપ્રતીતિતો ભ્રમરૂપ છે. (‘અંધકાર ક્રિયાશીલ છે એવી) કર્મવત્તાપ્રતીતિ પણ પ્રકાશ ખસવા સ્વરૂપ ઉપાધિના કારણે હોવાથી ભ્રાંતિ જ છે. અંધકારને ભિન્નદ્રવ્ય માનવામાં (એના) અનંત અવયવ વગેરેની કલ્પના કરવાનું ગૌરવ પણ થાય છે. સુવર્ણનો જે રીતે તેજસ્ દ્રવ્યમાં સમાવેશ થાય છે તે આગળ કહેવાશે.
(વિ.) મીમાંસકે અંધકારને દશમા દ્રવ્ય તરીકે જે સિદ્ધ કર્યું એનો ગ્રંથકાર ‘ના’ કહીને નિષેધ કરે છે. અંધકારમાં પદાર્થત્વની સિદ્ધિ ગ્રંથકારને પણ ઇષ્ટ જ છે, માટે એનું ખંડન ન કરતાં દ્રવ્યત્વની સિદ્ધિનું ખંડન કરે છે.
ઉત્તરપક્ષ - બધે જ કાંઈ તેજદ્રવ્ય હોતું નથી. ક્યાંક એનો અભાવ પણ હોય છે. એટલે તેજદ્ધવ્યનો અભાવ માનવો તો આવશ્યક છે જ. તો આ અભાવ એ જ અંધકાર એમ માનવાથી પણ (એટલે કે જે માનવો આવશ્યક જ છે એવો અભાવપદાર્થ માનવાથી જ) અંધકારની પ્રતીતિ સંગત થઈ જાય છે તો એને સ્વતંત્ર દ્રવ્ય તરીકે માનવું એ (ગૌરવગ્રસ્ત હોવાથી) અયોગ્ય છે.
(શંકા - પણ તો પછી, “અહીં કાળું ઘમ્બ અંધારું છે' વગેરે રીતે રૂપવત્તા પ્રતીતિ શી રીતે થાય? કારણ કે અભાવમાં તો રૂપાદિ કોઈ ગુણો રહ્યા નથી.)
૧. સમાધાન - આ પ્રતીતિ માત્ર ભ્રમ છે. (એટલે એનાથી દ્રવ્યત્વની સિદ્ધિ ન થઈ શકે.)
(શંકા - રાત્રે હેડલાઇટનો ઝગારા મારતી કારની પાછળ-પાછળ અંધકાર દોડતો દેખાય છે. તો ગતિક્રિયા હોવાથી જ એમાં દ્રવ્યત્વ સિદ્ધ થઈ જશે ને!)
૨. સમાધાન - આ પ્રતીતિ પણ જે પ્રકાશ ભાગી રહ્યો છે એની પાછળ-પાછળ જ થતી હોવાથી જણાય છે કે એ પણ ભ્રાંતિ જ છે.
(શંકા - અંધકાર ને પ્રકાશ બે સાથે રહેતા નથી.એટલે પ્રકાશને દ્રવ્યરૂપ માની અંધકારને એના અભાવરૂપ માનવાની તમે વાત કરો છો. પણ આનાથી વિપરીત પણ હોય શકે ને ! અર્થાત્ અંધકાર દ્રવ્યરૂપ છે ને પ્રકાશ તેના અભાવરૂપ... તો આ બેમાં વિનિગમક કોણ ?)
૩. સમાધાન - (જો પ્રકાશને અંધકારના અભાવરૂપ માનવામાં આવે તો એમાં જે ભાસ્વરશુલરૂપ છે ને