________________
90
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
તેથી અનુમાનપ્રયોગ -
संयोगत्वावच्छिन्नसमवायसंबंधावच्छिन्नकार्यतानिरूपिततादात्म्यसंबंधावच्छिन्नकारणता किञ्चिधर्मावच्छिन्ना, कारणतात्वात्, कपालनिष्ठकारणतावत् ।
(શંકા-ન્યાયમતને અનુસરનારા કેટલાક વિદ્વાનો પણ બે વિભુદ્રવ્યો વચ્ચે નિત્યસંયોગમાને છે. એટલે સંયોગત્વ કાર્યતાને અતિરિક્તવૃત્તિ થવાથી અવચ્છેદક બની ન શકવાના કારણે તમારું અનુમાન પક્ષાસિદ્ધિદોષના કારણે તૂટી પડશે.)
(૪) સમાધાન - તો પછી અમે કાર્ય તરીકે ‘વિભાગ' ને લઈશું. નિત્યવિભાગ તો કોઈ જ માનતું ન હોવાથી વિભાગ–ાવચ્છિન્નકાર્યતા પ્રસિદ્ધ છે જ. ને વિભાગ પણ નવે દ્રવ્યોમાં ઉત્પન્ન થાય છે. વિમા ત્વચ્છિન્નસમવાયसंबंधावच्छिन्नकार्यतानिरूपिततादात्म्यसंबंधावच्छिन्नकारणता किञ्चिद्धर्मावच्छिन्ना, कारणतात्वात्, कपालनिष्ठकारणतावत्
આ સિધ્યમાન ઘર્મને દ્રવ્યત્વ” નામ આપીશું ને એને જાતિ માનવામાં બાધક કોઈ નથી, તથા લાઘવ થાય છે. માટે એ જાતિ તરીકે સિદ્ધ થાય છે.
(मु,) ननु दशमं द्रव्यं तमः कुतो नोक्तम् ? 'तद्धि प्रत्यक्षेण गृह्यते, तस्य च रूपवत्त्वात् कर्मवत्त्वाच्च द्रव्यत्वं, तद्धि गन्धशून्यत्वात् न पृथिवी, नीलरूपवत्त्वाच्च न जलादिकम्। तत्प्रत्यक्षे चालोकनिरपेक्षं चक्षुः कारणमिति चेत्?
(તમોવાદ - પૂર્વપક્ષ) (મુ.) પૂર્વપક્ષઃ અરે, તમે દશમુંદ્રવ્ય અંધકાર કેમ ન કહ્યું? તે પ્રત્યક્ષથી જણાય છે. વળીરૂપવાળું હોવાથી અને કર્મવાળું હોવાથી ‘દ્રવ્ય છે (એ નિશ્ચિત થાય છે). તથા તે અંધકાર દ્રવ્ય ગંધશૂન્યહોવાથી પૃથ્વી નથી (અર્થાત્ પૃથ્વીથી ભિન્ન છે). વળી એ નીલરૂપવાળું હોવાથી જલાદિ ૮ દ્રવ્યસ્વરૂપ પણ નથી. (તેથી જણાય છે કે એ ૯ થી ભિન્ન ૧૦મું દ્રવ્ય છે.) *એના પ્રત્યક્ષમાં આલોક નિરપેક્ષ ચક્ષુ કારણ છે.
(વિ.) (ગ્રંથકારે ૯ દ્રવ્યો છે એમ કહ્યું એટલે મીમાંસક દશમા દ્રવ્ય તરીકે અંધકારની સિદ્ધિ કરવા આગળ આવે છે. આ સિદ્ધિ કરવા માટે એણે અંધકારમાં ત્રણ અંશો સિદ્ધ કરવાના છે: પદાર્થત્વ દ્રવ્યત્વનેનવદ્રવ્યાતિરિક્તત્વ.) - પૂર્વપક્ષઃ (૧) અંધકાર પ્રત્યક્ષથી જ દેખાય છે આમ કહીને મીમાંસકે અંધકાર એ પદાર્થ છે એની સિદ્ધિ કરી. (૨) પદાર્થ તરીકે સિદ્ધ થયેલા અંધકારમાં દ્રવ્યત્વની સિદ્ધિ કરવા મીમાંસક બે અનુમાનો આપે છે.
(1) તમો દ્રવ્ય રૂપવત્તાત્ અટવેત્ (2) તમો દ્રવ્ય વાત નવત્ રૂપાદિ ગુણો અને કર્મ માત્ર દ્રવ્યમાં જ રહે છે, ને એ બે અંધકારમાં પણ રહેલા છે, માટે સિદ્ધ થાય છે કે અંધકાર પણ દ્રવ્ય છે.
(૩) હવે નવ દ્રવ્યભિન્નત્વની સિદ્ધિ માટે મીમાંસક નીચેનાં અનુમાનો આપે છે. જે કોઈ પૃથ્વી દ્રવ્ય હોય તે ગંધયુક્ત હોય છે, જ્યારે તમમાં ગંધ નથી, માટે એ પૃથ્વી નથી. (3) તમો ન પૃથિવી, ધશૂન્યત્વાત, કતવત્
વળી, જલ વગેરે આઠમાંથી એકેય દ્રવ્યમાં નીલરૂપ રહ્યું નથી, જ્યારે તમમાં તો એ પ્રત્યક્ષસિદ્ધ છે. માટે તમમ્ જલાદિ ૮ થી પણ ભિન્ન છે.