________________
ન્યાયભૂમિકા પ્રશ્નઃ આત્મા વિભુ છે, મન નિત્ય છે. માટે એ બન્નેનો હંમેશા સંયોગ હોય જ છે, તો પછી નવો સંયોગ લાવવાની જરૂર શી ?
ઉત્તરઃ મન અત્યન્ત ગતિશીલ છે. તેથી તેનો આત્મા સાથે સંયોગ બદલાયા જ કરે છે. આત્મા સાથેના સંયોગના સ્થળ અને વિષયો બદલાયા જ કરે છે. આવું મન જ્યારે જે ઇન્દ્રિય સાથે સંયુક્ત બની આત્મા સાથે સંયોગ કરે છે તે ઇન્દ્રિય દ્વારા તેના વિષયનું જ્ઞાન થાય છે.
વળી, જ્ઞાન આત્મામાં પેદા થાય છે. જ્યાં કાર્ય પેદા થાય ત્યાં કારણે પણ હાજર થવું જોઈએ. મન, જ્ઞાનનું કારણ હોવાથી તેને ત્યાં હાજર થવું જ પડે.
તેથી, વિષયસંયુક્રેન્દ્રિયસંયુમન:સંયો આત્મામાં આવે ત્યારે જ્ઞાન થાય.
લક્ષણઃ કોઈપણ વસ્તુની ઓળખાણ તેના ધર્મોથી આપવામાં આવે છે. દા. ત. મગનભાઈ કોણ? અરે, તું ઓળખતો નથી? પેલા જાડાં સરખા છે - ચશ્મા પહેરે છે તે... આ જાડાપણું, ચશ્મા વગેરે તેમના ધર્મો છે. વ્યવહારમાં આવા ઘર્મોથી ઓળખાણ આપી શકાય છે અને કામ થઈ જાય છે. પણ આ ઓળખાણ તાત્કાલિક કે બહુ પરિમિત દેશ પૂરતી હોય છે.
કોઈપણ વસ્તુની સર્વવ્યાપી ત્રિકાળ અબાધિત જે ઓળખાણ આપવામાં આવે છે તેને “લક્ષણ” કહેવાય છે. જે વસ્તુની ઓળખાણ અપાતી હોય તે વસ્તુને “લક્ષ્ય' કહે છે. લક્ષ્યનો એવો અસાધારણ ધર્મ લક્ષણ કહેવાય છે કે જે અલક્ષ્યમાં રહ્યો ન હોય અને સઘળાં લક્ષ્યોમાં રહ્યો હોય.
એટલે કે, અનાવૃત્તિઃ તામત્રિવૃત્તિઃ ઘર્ષ: તક્ષાત્ આ લક્ષણ નીચેના ૩ દોષોથી મુક્ત હોવું જોઈએ. (૧) અવ્યામિ તસ્વૈરવૃત્તિત્વમ્ મઃ | લક્ષ્યના એક ભાગમાં ન રહેવું એ અવ્યાપ્તિ દોષ છે. દા. ત. તપસ્વી હોય તે સાધુ. (૨) અતિવ્યાપ્તિઃ તવૃત્તિત્વે સતિ સચેતરવૃત્તિત્વમ્ તિવ્યાપ્તિ: | લક્ષ્યમાં રહેવા સાથે જે અલક્ષ્યમાં પણ રહેતું હોય તે લક્ષણ અતિવ્યાસ કહેવાય અને તેનો દોષ ‘અતિવ્યાપ્તિ કહેવાય. દા. ત. જે જૈન હોય તે સાધુ. જૈન તો શ્રાવકો પણ છે. (૩) અસંભવઃ ચાવૃત્તિત્વમસંમવઃ | . જે એકેય લક્ષ્યમાં રહેતું ન હોય તેવું લક્ષણ આ દોષવાળું કહેવાય છે. દા. ત. જે ત્રણપગવાળી હોય તે ગાય.
બીજી એક નોંધનીય બાબત એ છે કે લક્ષણ બને એટલું ટૂંકું બનાવવાનું હોય છે. એટલે કે જેટલા ઓછા શબ્દોમાંજેટલી ટૂંકમાં ઓળખાણ આપવાથી ઉપરના દોષોનું વારણ થઈ જવું શક્ય હોય એટલી ટૂંકી ઓળખાણ એ લક્ષણ બને છે, પછી એમાં એકેય વધારાની બાબત હોવી ન જોઈએ. *
આવો સિદ્ધાન્ત હોવાથી સામાન્યથી એક ફરજ થઈ પડે છે કે જ્યારે કોઈ એક વસ્તુનું લક્ષણ ઘણું લાંબું આપવામાં આવ્યું હોય ત્યારે તે લક્ષણમાં વપરાયેલા જુદાં જુદાં પદો શા માટે વાપરવામાં આવ્યા છે, તે તે પદ કદાચ ન વાપર્યું હોત તો કયો દોષ ઊભો થાત? તે પદ વાપરવાથી એ દોષનું વારણ શી રીતે થઈ જાય છે? ઇત્યાદિ વિચારણા કરવી. આ વિચારણા કરવી એને પદકૃત્ય કહે છે.
હવે પ્રસ્તુતમાં આવીએ. પ્રત્યક્ષનું લક્ષણ કરવું છે - તે આવું છે:
‘ક્રિયનાં જ્ઞાન પ્રત્યક્ષદ્' આનું પદકૃત્ય - અહીં પ્રત્યક્ષનું લક્ષણ કરવું છે, માટે જે કોઈ પ્રત્યક્ષજ્ઞાન હોય તે બધા લક્ષ્ય અને તે સિવાયના ઘટ, પટ, અનુમિતિ વગેરે બધા લક્ષ્યતર (કે અલક્ષ્ય) કહેવાય.
પ્રશ્ન : “ઇન્દ્રિયજન્યું' લખવાની શી જરૂર ?