________________
લક્ષણા’
39
આમ, શબ્દનો ‘શક્તિ' સંબંધથી સાક્ષાત્ સંબંધી એ શક્યાર્થ અને શબ્દનો પરંપરાએ સંબંધી એટલે કે શક્યાર્થરૂપ સંબંધીનો સંબંધી એ લક્ષ્યાર્થ.
‘ગંગા’ પદનો સંબંધી ગંગાપ્રવાહ (શક્યાર્થ) તેનો સંબંધી ગંગાનો કિનારો (લક્ષ્યાર્થ.)
પ્રશ્ન :- આ તો ‘ગંગા' પદથી શક્યાર્થ અને લક્ષ્યાર્થ બન્ને ઉપસ્થિત થઈ શકે છે એવું નક્કી થયું. અને તો પછી તે તે શબ્દપ્રયોગ વખતે કયો અર્થ લેવો ? એ શી રીતે ખબર પડે ?
ઉત્તર ઃ- સામાન્યથી તો શબ્દકોષ - લોક વ્યવહાર વગેરેથી તે તે શબ્દોનો જે અર્થ જણાતો હોય છે (કે જે શક્યાર્થ હોય છે) તે જ અર્થ લેવાનો હોય છે. પણ અમુક વિશેષ પ્રકારની પરિસ્થિતિમાં જ લક્ષ્યાર્થ લેવાનો હોય છે. લક્ષ્યાર્થ લેવાના કારણભૂત આ વિશેષ પ્રકારની પરિસ્થિતિ (પરિસ્થિતિવિશેષ) એ લક્ષણાનું બીજ કહેવાય છે. લક્ષણાનું બીજ કોણ બને એ માટે પ્રાચીન નૈયાયિકોની માન્યતા એ છે કે ઃ
જ્યાં એક પદાર્થનો બીજા પદાર્થ સાથે અન્વય ઘટતો ન હોય, એટલે કે અન્વયાનુપપત્તિ હોય ત્યાં લક્ષણા કરવી. દા. ત. ાનમાં ઘોષઃ
ગંગાપ્રવાહમાં ગાયના વાડા રૂપ ઘોષ પદાર્થનો અન્વય અસંગત છે. માટે લક્ષણા કરી લક્ષ્યાર્થ લેવો. ગંગા કિનારે ઘોષનો અન્વય અસંગત નથી.
પણ નવ્યનૈયાયિકોને આ માન્ય નથી. ‘વેભ્યો વધ્યુવક્ષ્યતામ્’ ‘કાગડાઓથી દહીંનું રક્ષણ કરવું.’ આવો વચન પ્રયોગ થાય છે ત્યાં અન્વયસંગત હોવા છતાં (અન્વયાનુપપત્તિ ન હોવા છતાં) લક્ષણા કરવામાં આવે છે. માત્ર કાગડાઓથી જ દહીંનું રક્ષણ કરવાનો અર્થ નથી કરાતો પણ દધ્યુપઘાતક જે કોઈ હોય તે બધાથી દહીંનું રક્ષણ કરવાનો અર્થ કરવામાં આવે છે. એટ્લે કે ‘કાક’ પદની ‘દધ્યુપઘાતક’ અર્થમાં લક્ષણા કરાય છે. માટે અન્વયાનુપપત્તિ એ લક્ષણાનું બીજ નથી.
પણ તાત્પર્યાનુપપત્તિ એ લક્ષણાનું બીજ છે. પ્રસ્તુતમાં, કાકનો શક્યાર્થ માત્ર કાગડો લઈએ તો વક્તાનું દહીંનું રક્ષણ કરવાનું જે તાત્પર્ય છે તે અસંગત રહે છે, માટે એ તાત્પર્યની સંગતિ કરવા માટે અહીં લક્ષણા કરવી પડે છે.
વળી ગંગાયાં ઘોષ:માં પણ જો માત્ર અન્વયની સંગતિ કરવા માટે જ લક્ષણા કરવાની હોય તો તો ગંગા પદની ગંગાના કિનારાના અર્થમાં લક્ષણા કરવાની જેમ ‘ઘોષ’ પદની મત્સ્યમાં લક્ષણા કરીને પણ અન્વયની સંગતિ કરી શકાય છે. પણ તેવી લક્ષણા કરાતી નથી. કારણ, એમાં વક્તાના કહેવાનું તાત્પર્ય અસંગત રહે છે. માટે, તાત્પર્યાનુપપત્તિ એ લક્ષણાનું બીજ છે. વૈયાકરણો ત્રીજી વ્યંજના પણ માને છે, પણ નૈયાયિકો તેનો લક્ષણામાં જ સમાવેશ કરી દે છે.
દા. ત. તું તો બહુ ડાહ્યો હોં ! અહીં, શક્યાર્થ ‘ડહાપણવાળો' એવો છે, પણ વક્તાનું તાત્પર્ય ગાંડપણવાળો કહેવાનું છે. વૈયાકરણી આ અર્થ વ્યંજનાથી કાઢે છે. નૈયાયિકના મતે વિપરીત વસ્તુ પણ શક્યાર્થને સંબદ્ધ હોઈ લક્ષ્યાર્થ જ છે, અને તે લક્ષણાસંબંધથી ઉપસ્થિત થઈ શકે છે.
શક્તિનું જ્ઞાન કેટલીકવાર શબ્દકોષથી અને કેટલીકવાર પ્રસિદ્ધ શબ્દોના સાંનિધ્ય વગેરેથી થાય છે.
દા.ત. વસંતે પીજો મધુર રૌતિ' આમાં વસંતઋતુમાં, મધુર ગાય છે.' વગેરે અર્થો પ્રસિદ્ધ હોવાથી પી∞ નો અર્થ કોયલ છે એમ ખબર પડી જાય છે.
રામનારાઃ સીતા અહીં રામ-સીતા વચ્ચેનો સંબંધ પ્રસિદ્ધ હોવાથી દારાનો અર્થ પત્ની થાય એ ખબર પડે છે.
વિવરણથી અર્થબોધ : ધનેવ્યુઃ ધનાણી∞ાવાન્ એવા વિવરણથી એનો અર્થ ખબર પડે.
♦ +
+++++
પ્રત્યક્ષશાન : આ જ્ઞાન ઇન્દ્રિયથી થાય છે. પ્રશ્ન ઃ શી રીતે ?
ઉત્તર ઃ પ્રથમ વિષય અને ઇન્દ્રિયનો સંયોગ થવો જોઈએ. પછી ઇન્દ્રિય અને મનનો સંયોગ થવો જોઈએ. પછી મન અને આત્માનો સંયોગ થવો જોઈએ તો જ્ઞાન થાય, કારણ કે જ્ઞાન એ આત્માનો ગુણ છે.