________________
ન્યાયભૂમિકા
(3) जलवद् द्रव्यम्: जलत्वावच्छिन्नप्रकारता, द्रव्यत्वावच्छिन्नविशेष्यता । (४) द्रव्यवान् घटः द्रव्यत्वावच्छिन्नप्रकारता, घटत्वावच्छिन्नविशेष्यता । (५) द्रव्यवती पृथिवी : द्रव्यत्वावच्छिन्नप्रकारता, पृथिवीत्वावच्छिन्नविशेष्यता । (૬) દ્રવ્યવહુ દ્રવ્યું : દ્રવ્યત્વચ્છિન્નમ#IKતા, દ્રવ્યવાવચ્છિન્નવિશેષતા ઇત્યાદિ.. એક વ્યક્તિ તૃણ (તણખલાં) કૃત્કાર દ્વારા અગ્નિ પેદા કરે છે.
બીજો માણસ અરણિકાષ્ઠનું નિર્મથન કરીને (અથવા દિવાસળીને મૅચ બોક્સની યોગ્ય સપાટી પર ઘસીને અગ્નિ પેદા કરે છે.)
વળી ત્રીજો આદમી મણિ (સૂર્યકાન્ત મણિ) પર સૂર્યકિરણો પાડી અગ્નિ પેદા કરે છે. (કોન્વેક્ષલેન્સ-બિલોરી કાચમાંથી સૂર્યકિરણો પસાર કરી રૂના ઢગલા પર કેન્દ્રિત કરી અગ્નિ પેદા કરે છે.)
આ ત્રણેમાં અગ્નિ કાર્ય રૂપે છે. પ્રશ્ન એ છે કે આમાં કાર્યતા અવચ્છેદક કોણ? ને કારણતાવચ્છેદક કોણ?
ઉત્તરઃ- સામાન્યથી તો ‘અગ્નિ' પેદા થાય છે માટે અગ્નિત્વને કાર્યતાવચ્છેદક કહી શકાય. પણ સર્વત્ર આ રીતે બેધડક કહી શકાતું નથી. કારણ કે કાર્યતા અને કારણતા પરસ્પર સાપેક્ષ પદાર્થો હોવાથી કાર્યતાનિરૂપિત કારણતા બને છે. એટલે, અગ્નિત્વ જો કાર્યતાવચ્છેદક હોય, તો અગ્નિત્નાવચ્છિન્નકાર્યતા નિરૂપિત જે કારણતા આવશે તેનો અવચ્છેદક ધર્મ કોણ બને એ વિચારવું પડે. જો એમ કહીએ કે તૃણત્વ એ કારણતાવચ્છેદક છે, તો એનો અર્થ એ થાય કે જ્યાં તૃણત્વ હોય ત્યાં જ અગ્નિની કારણતા હોય, જ્યાં તૃણત્વ ન હોય ત્યાં અગ્નિની કારણતા પણ ન હોય. પણ તૃણત્વધર્મશૂન્ય એવા અરણિ-મણિમાં પણ એ કારણતા રહી તો છે જ, આ જ રીતે અરણિત્વને જો કારણતાવચ્છેદક કહીએ તો તૃણ-મણિમાં રહેલી કારણતા અને મણિત્વને જો કારણતાવચ્છેદક કહીએતો તૃણ-અરણિમાં રહેલી કારણતાઅસંગત બની જાય છે. તો હવે કારણતાનો અવચ્છેદક શી રીતે શોધવો? આ રીતે - અચૂનાતિરિવૃત્તિધડવછે: |
જે ધર્મનો અવચ્છેદક શોધવાનો હોય તેના કરતાં અલ્પદેશમાં કે અધિક દેશમાં ન રહેલો હોય એવો ધર્મ અવચ્છેદક બને છે.
દા. ત. કારણતાનો અવચ્છેદક શોધવો છે. કારણતા જ્યાં જ્યાં (જેટલા ઠેકાણે) રહી હોય તેમાંના અમુક સ્થાનોમાં ન રહેલો હોય તેવો ઘર્મ કારણતાથી પૂનવૃત્તિ ધર્મ કહેવાય.
કારણતા ન રહી હોય તેવા પણ કોઈ સ્થાનમાં જે ધર્મ રહ્યો હોય તે ધર્મ અતિરિક્તવૃત્તિ ધર્મ કહેવાય.
જે ધર્મ આવો ન્યૂનવૃત્તિ કે અતિરિક્તવૃત્તિ ન હોય તે ધર્મ કારણતાને અન્યૂનાતિરિક્તવૃત્તિ ધર્મ કહેવાય. અને એ ધર્મ કારણતાનો અવચ્છેદક બને.
એટલે કે જ્યાં જ્યાં તે ધર્મ ત્યાં ત્યાં કારણતા અને
જ્યાં જ્યાં કારણતા ત્યાં ત્યાં તે ધર્મ... આ રીતે સમવ્યાપ્ય વ્યાપક ભાવ મળતો હોય તેવો ધર્મ અવચ્છેદક બને. દંડમાં ઘટની જે કારણતા છે તેના માટે દંડત્વ આવો ધર્મ છે. જ્યાં જ્યાં દંડત્વ છે ત્યાં ત્યાં ઘટકારણતા છે, જ્યાં જ્યાં ઘટકારણતા છે ત્યાં ત્યાં દંડત્વ છે. માટે, દંડત્વ ઘટકારણતાનો અન્યૂનાતિરિક્તવૃત્તિ ધર્મ હોઈ અવચ્છેદક છે અને ઘટકારતા દંડવાવચ્છિન્ન છે.
હવે, પ્રસ્તુતમાં, અગ્નિની જે કારણતા તૃણમાં છે તેનો વિચાર કરીએ. જ્યાં જ્યાં તૃણત્વ છે ત્યાં ત્યાં અગ્નિની કારણતા છે. તેથી તૃણત્વ એ કારણતાને અતિરિક્તવૃત્તિ નથી. પણ જ્યાં જ્યાં અગ્નિની કારણતા છે, ત્યાં ત્યાં તૃણત્વ નથી, કારણ કે અગ્નિની કારણતા તો અરણિ-મણિમાં પણ છે જ્યાં તૃણત્વ નથી. તેથી તૃણત્વ એ કારણતાને ન્યૂનવૃત્તિ ધર્મ છે. માટે એ કારણતાનો અવચ્છેદક નથી.
એમ અરણિત્વ કે મણિત્વ પણ, જ્યાં કારણતા રહી છે તેવા તૃણ વગેરેમાં રહ્યા ન હોવાથી ન્યૂનવૃત્તિ ધર્મો છે, ને