________________
11
અવચ્છેદક નિરૂપણ
પ્રશ્ન :- જેમ જ્યાં જ્યાં ઘટત્વ છે ત્યાં જ ‘ઘટઃ' જ્ઞાનની વિષયતા છે, માટે ઘટત્વ એ વિષયતાનો અવચ્છેદક છે. તો તેમ, જ્યાં જ્યાં ‘ઘટ:’ જ્ઞાનની વિષયતા છે ત્યાં ત્યાં જ ઘટત્વ છે, માટે એ વિષયતા પણ શા માટે ઘટત્વનો અવચ્છેદક ન બને?
ઉત્તર ઃ અવચ્છેદક તે જ બને જે સિદ્ધ ધર્મ હોય. એટલે કે તે ધર્મને સિદ્ધ ન કરવો પડે. એ તો, તેના ધર્મીમાં રહેલો જ હોય. આ સિદ્ધ ધર્મને આગળ કરીને ‘વિષયતા' વગેરે રૂપ નવો ધર્મ આવે છે, ‘વિષયતા’ વગેરેને આગળ કરીને ‘ઘટત્વ’ ધર્મ નહિ.
દા.ત. ‘ઘટઃ' જ્ઞાન થયું... તો ઘટત્વ ધર્મને આગળ કરીને ઘડો વિષય બન્યો. માટે ઘટત્વ ધર્મને આગળ કરીને એનામાં વિષયતા આવી, ‘ઘટત્વ’ તો, જ્યારે ઘડો જ્ઞાનનો વિષય નહોતો બન્યો ત્યારે પણ હતું જ.
સિદ્ધ ધર્મને આગળ કરીને તે તે ચીજો તે તે રૂપ (વિષયરૂપ, કારણરૂપ, આધારરૂપ વગેરે) બને છે (=તે તે રૂપે કાર્ય કરે છે.) અને તે તે ચીજો જ્યારે વિષય-કારણ વગેરે રૂપે બને છે ત્યારે તે તેમાં વિષયતા-કારણતા વગેરે નવા ધર્મો ઊભા થાય છે. આ નવો ધર્મ સિદ્ધ ધર્મને આગળ કરીને આવેલો હોય છે, માટે સિદ્ધ ધર્મ એ જ નવા ધર્મનો અવચ્છેદક બને છે, પણ નવો ધર્મ એ સિદ્ધ ધર્મનો અવચ્છેદક બનતો નથી.
[ ટૂંકમાં-જે જૂના ધર્મને આગળ કરીને નવો ધર્મ આવે છે તે જૂનો ધર્મ નવા ધર્મનો અવચ્છેદક બને છે. અને નવો ધર્મ તેનાથી અવચ્છિન્ન બને છે.
તેથી નવો ધર્મ વિષયતા એ અવચ્છિન્ન જ બને છે પણ અવચ્છેદક બનતી નથી.
ઘટત્વ એ વિષયતાનો અવચ્છેદક (વ્યવચ્છેદક = બાદબાકી કરનાર) છે, એટલે કે એ ઘટત્વશૂન્ય ચીજોમાંથી વિષયતાની બાદબાકી કરે છે.
ઘડો ‘ઘટઃ’ એવા જ્ઞાનનો ઘટત્વન વિષય બન્યો એમ કહેવાય. તૃતીયાનો અર્થ અવચ્છિન્ન...
ઘટત્વેન વિષય એટલે ઘટત્વાવચ્છિન્ન વિષય.
એટલે કે ઘડામાં ઘટત્વાવચ્છિન્ન વિષયતા છે.
જેમ કે કોઈ માણસ અમુક સભામાં પ્રમુખ છે. કોર્ટમાં જજ છે, ઘરમાં પતિ છે.
તો એ સભામાં પ્રમુખ તરીકે (પ્રમુખ રૂપે) કામ કરશે, કોર્ટમાં ન્યાયાધીશરૂપે અને ઘરમાં પિત તરીકે.
આને ન્યાયની ભાષામાં એમ કહેવાય કે, સભામાં એ પ્રમુખત્વેન, કોર્ટમાં ન્યાયાધીશત્વેન અને ઘરમાં પતિત્વન કામ કરશે. એટલે કે ત્રણે ઠેકાણે એ વક્તા બનતો હોય તો તેનામાં જે વક્તૃત્વ આવે છે તે અનુક્રમે પ્રમુખત્વાવચ્છિન્ન, ન્યાયાધીશત્વાવચ્છિન્ન અને પતિત્વાવચ્છિન્ન આવે છે.
કોઈપણ વસ્તુ ભિન્ન ભિન્ન રૂપે ઓળખાય છે કે ભિન્ન ભિન્ન રૂપે કામ કરે છે. આ ભિન્ન ભિન્ન રૂપે એટલે જ તે તે ભિન્નરૂપને આગળ કરીને. માટે તેનું આ ભિન્ન ભિન્નરૂપ તે તે વખતે અવચ્છેદક બને છે.
પ્રશ્ન ઃ- આ અવચ્છેદક કોનો બને ?
ઉત્તર ઃ
તે તે ભિન્ન રૂપને આગળ કરીને એનામાં જે નવો ધર્મ આવ્યો હોય તેનો.
જેમ કે ‘નતવાન્ ધટઃ' જ્ઞાનમાં ઘડો, ઘટત્વ ધર્મને આગળ કરીને વિશેષ્ય બન્યો છે. તો ઘટત્વ એ વિશેષ્યતાનો અવચ્છેદક બનશે.
પણ ઘટવદ્ ભૂતતમ્ જ્ઞાનમાં ઘડો, ઘટત્વધર્મને આગળ કરીને પ્રકાર બન્યો છે. તો ઘટત્વ એ પ્રકારતાનો અવચ્છેદક
બનશે.
એક સ્થળે પાણી ભરેલો ઘડો છે. તેને જોઈને જુદી જુદી વ્યક્તિઓ નીચે મુજબ જુદું જુદું જ્ઞાન કરે છે તો એ મુજબ અવચ્છેદક જાણવા...
(૧) નતવાનું ઘટ: : નતત્વાવચ્છિન્નપ્રાતા, પત્નાવચ્છિન્નવિશેષ્યતા ।
| जलवती पृथिवी : जलत्वावच्छिन्नप्रकारता, पृथिवीत्वावच्छिन्नविशेष्यता ।