________________
અનેકત્વની વિચારણા
101
થઈ જશે, કારણ કે વિશ્વના તમામ પદાર્થોમાં ‘મય:' એવી બુદ્ધિ તો થઈ જ શકવાથી એનું વિષયત્વ જ રહ્યું હોવાના કારણે એકત્વ જ એશે, “એકત્વવાનું ન” એવો ભેદ નહીં
આમ “અનેકત્વ' ની કોઈપણ વ્યાખ્યા કરવામાં દોષ હોવાથી સાધર્મ્સ બરાબર નથી.
સમાધાનઃ અહીં સ્વપ્રતિયોગિવૃત્તિત્વ, સ્વાધિકરણવૃત્તિત્વ ઉભયસંબંધથી જે ભેદવિશિષ્ટ હોયતે ‘અનેક” -આવો અર્થ કરવાથી કોઈ દોષ રહેતો નથી, અહીં સ્વ=ધારો કે પૃથ્વીભેદ.
તેથી એનો પ્રતિયોગી પૃથ્વી. એમાં વૃત્તિ છે દ્રવ્યત્વ. વળી, સ્વાધિકરણ = પૃથ્વીભેદનું અધિકરણ=જળ વગેરે... એમાં પણ વૃત્તિ છે દ્રવ્યત્વ.
આમ દ્રવ્યત્વ, પૃથ્વીભેદસ્વની અપેક્ષાએ પ્રતિયોગિવૃત્તિ પણ છે, જે સ્વાધિકરણવૃત્તિ પણ છે. તેથી એ (Eદ્રવ્યત્વ), સ્વપ્રતિયોગિવૃત્તિત્વ ને સ્વાધિકરણવૃત્તિત્વ ઉભય સંબંધે ભેદવિશિષ્ટ થઈ જવાથી અનેકત્વે સતિ ભાવત્વનો અર્થદ્રવ્યત્વે સતિ ભાવત્વ થશે. જે ઘટ, પટ, આકાશાદિ દરેક દ્રવ્યમાં રહેલ છે.
એ જ રીતે સ્વ-ભેદ રૂપ વગેરે સ્વરૂપ ગુણના કોઈ પણ પેટા ભેદનો ભેદ (જેમ કે રૂપભેદ) લઈ શકાશે. તેથી સ્વ= રૂપભેદ, એનો પ્રતિયોગી રૂપ, એમાં વૃત્તિ ગુણત્વ.
સ્વાધિકરણ=રૂપભેદાધિકરણ=રસ (કારણકે રસમાં રૂપભેદ રહ્યો છે), એમાંવૃત્તિ ગુણત્વ. તેથી ગુણત્વ ધર્મતાદશઉભયસંબંધથી ભેદવિશિષ્ટ બનશે, ને સામ્ય દરેક ગુણમાં ચાલ્યું જશે.
આ જ રીતે કર્મ, સામાન્ય, વિશેષના પેટાભેદ લેવાથી એ પદાર્થોમાં પણ સાધર્મ્સ જશે. સમવાયનો કોઈ પેટાભેદ ન હોવાથી સમવાયત્વ' તેવા ધર્મ તરીકે મળશે નહીં
ધારો કે સ્વ = સમવાયભેદ લીધો.
તો સ્વપ્રતિયોગી=સમવાય. તેમાં વૃત્તિ “સમવાયત્વ' મળશે. પણ સ્વાધિકરણ=સમવાયભેદાધિકરણ તરીકે ઇતર કોઇ સમવાય ન હોવાથી દ્રવ્ય વગેરે લેવા પડશે જેમાં સમવાયત્વ રહ્યું નથી.
તેથી ઉભયસંબંધે ભેદવિશિષ્ટ તરીકે સમવાયત્વ મળે નહીં. જો કે સ્વ = સમવાયભેદ લઈએ, તો સ્વપ્રતિયોગી = સમવાય, તેમાં વૃત્તિ શૈયત્વ.
સ્વાધિકરણ=સમવાયભેદાધિકરણ=ઘટ વગેરે, તેમાં વૃત્તિ જોયત્વ. એટલે “યત્વ' તાદશઉભયસંબંધે ભેદવિશિષ્ટ બનશે જે ' સમવાયમાં પણ રહ્યું હોવાથી અતિવ્યાપ્તિ આવે છે. પણ, અહીં પણ ભેદવિશિષ્ટ તરીકે પદાર્થવિભાજકોપાધિ જ લેવી અભિપ્રેત હોવાથી જોયત્યાદિ લઈ શકતા ન હોવાના કારણે અતિવ્યાપ્તિ નથી.
સ્વ-ઘટાભાવભેદ લઈએ તો, સ્વપ્રતિયોગી = ઘટાભાવ, તેમાં વૃત્તિ અભાવ7. સ્વાધિકરણ=ઘટાભાવભેદાધિકરણ પટાભાવ. તેમાં વૃત્તિ અભાવત્વ.
એટલે અભાવમાં અનેકત્વ તો જશે. (કારણ કે “અભાવત્વ' તાદશઉભયસંબંધે ભેદવિશિષ્ટ બને છે.) પણ, એમાં ભાવત્વ ન હોવાથી અતિવ્યાપ્તિ નથી.
એટલે છેલ્લો નિષ્કર્ષ સ્વતગિરિત્વ-સ્વમાનથF-3મકરંજન વિશિષ્ટ-ભાવરિતાર્થવિમાનોપાધિમત્તમ એ દ્રવ્યાદિ પાંચનું સાધમ્ય જાણવું. અર્થાતુ પ્રતિo સ્વસામાન ઉભયસંબંધથી ભેદવિશિષ્ટ એવો જે ભાવવૃત્તિપદાર્થ વિભાજક ઉપાધિ દ્ધત્ત્વ એ દ્રવ્યાદિ પાંચનું સાધમ્ય છે.
પૂર્વે સામાન્યનું જે નિત્યત્વે સતિ અને સમતત્વ એવું લક્ષણ આપેલું, એમાં પણ ઘટત્યાદિ જાતિઓ જ્યાં (ઘટાદિમાં) રહી છે ત્યાં અનેકત્વ સંખ્યા રહી શકતી હોવાથી વાંધો નથી આવતો, પણ, ગુણત્યાદિ જાતિઓ જ્યાં (ગુણાદિમાં) રહી છે ત્યાં અનેકત્વ સંખ્યા રહી શકતી ન હોવાથી લક્ષણ સમન્વય ન થઈ શકે. એટલે ત્યાં પણ અનેકત્વને સંખ્યારૂપ ન લેતા આ રીતે ભેદવિશિરૂપ લેવું. વળી ત્યાં તો “અનેકસમવેતત્વ' છે, તેથી વૃત્તિત્વ સમવાય સંબંધથી લેવું. તેથી ફલિતાર્થ આવો જાણવો
स्वप्रतियोगिसमवेतत्व-स्वाधिकरणसमवेतत्वउभयसंबंधेन भेदविशिष्टत्वमनेकसमवेतत्वम्