SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ 100 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી શંકા કોઈ એક ઘડો, કોઈ એક ગુણવગેરેમાં (જ્યારે બીજા ઘડા વગેરેની વિવક્ષાનથી ત્યારે) તેમજ આકાશાદિમાં એકત્વ જ છે, અનેકત્વ નથી, (બે ઘડા બાજુબાજુમાં હોય ને બન્નેની બુદ્ધિ કરવામાં આવે ત્યારે એમાં દ્ધિત્વ ઉત્પન્ન થાય. જ્યારે એવું નથી ને માત્ર “આ એક છે' એવી બુદ્ધિ થાય છે ત્યારે એમાં એકત્વ જ છે.) તેથી આ સાધ પણ અવ્યામિ દોષવાળું છે.] (૨) સમાધાન: ‘અનેકત્વે સતિ ભાવત્વ’ આવા સાધચ્ચેનો “અનેકભાવવૃત્તિ પદાર્થવિભાજકોપાધિમત્ત્વ (=અનેક ભાવપદાર્થોમાં રહેલ જે પદાર્થ વિભાજક ઉપાધિ, તદ્વત્ત્વ) આવો અર્થ કરવાથી આ દોષ પણ ઊભો રહેતો નથી. જ્યારે અનેક ઘડા, અનેક ગુણ વગેરેની વિવેક્ષા હોય ત્યારે અનેક ભાવ તરીકે એ ઘડા વગેરે મળશે. એમાં પદાર્થ વિભાજક ઉપાધિ તરીકે દ્રવ્યત્વ, ગુણત્વ વગેરે ધર્મો મળશે જે એક ઘટ, એક ગુણ, આકાશ વગેરેમાં બધે રહ્યા હોવાથી અવ્યાપ્તિ રહેતી નથી. હવે, આનું પદકૃત્ય : અનેક શબ્દ ન લખે તો સાધર્મ તરીકે ભાવવૃત્તિપદાર્થવિભાજકોપાધિમત્ત્વ લેવું પડે. આ ઉપાધિ તરીકે “સમવાયત્વ’ પણ આવવાથી સમવાયમાં સાધર્મ ચાલી જાય, અતિવ્યાપ્તિ થાય. (કારણ કે ભાવ=સમવાય). ભાવ” શબ્દ ન લખે તો અનેકવૃત્તિપદાર્થવિભાજકોપાધિમત્ત્વ તરીકે અભાવત્વ પણ આવવાથી અભાવમાં અતિવ્યાપ્તિ થાય. (કારણ કે અનેક = ઘટાભાવ, પટાભાવ વગેરે...) પદાર્થવિભાજક ન લખે તો “અનેકભાવવૃત્તિઉપાધિમત્ત્વ' લેવું પડે છે અનેકભાવ=ઘટ, ગુણ વગેરે. તેમાં રહેલ ઉપાધિ ‘ભાવત્વ', તદ્ધત્ત્વ સમવાયમાં પણ હોવાથી અતિવ્યાપ્તિદોષ. પણ ‘ભાવત્વ' એ પદાર્થવિભાજક ઉપાધિ નથી, એ ઉપાધિ તરીકે તો દ્રવ્યત્વ, ગુણત્વ વગેરે પાંચ ઘર્મો જ છે, તે સમવાયમાં ન હોવાથી અતિવ્યાપ્તિ નહીં આવે. અહીં ‘ઉપાધિ' શબ્દનો મૂકતાં જાતિ' શબ્દ મૂકવામાં આવે તો સામાન્યત્વને વિશેષત્વ એ જાતિરૂપ ન હોવાથી સામાન્ય અને વિશેષમાં આવ્યાપ્તિ થાય. કારણ કે એ બે અનેક ભાવવૃત્તિ પદાર્થ વિભાજક “જાતિ' રૂપ નથી. છતાં એવી “ઉપાધિ' રૂપ તો એ બે છે જ. માટે આવ્યાપ્તિ નહીં. (અનેકત્વની વિચારણા) શંકા: “અનેકત્વે સતિ ભાવત્વ' માં “અનેકત્વ' એટલે શું? જો એ બહત્વ' સંખ્યા રૂપ લેશો તો ગુણ વગેરેમાં સંખ્યા (કે જે સ્વયં ગુણરૂપ છે તે) રહી ન હોવાથી અવ્યાપ્તિ થશે. (કારણ કે અનેકત્વે સતિ ભાવત્વ = અનેકત્વ વિશિષ્ટ ભાવત્વ, ગુણ વગેરેમાં ભાવત્વ છે, પણ અનેકત્વ નથી.) તેથી અનેકત્વ = એકભિન્નત્વ-આવો અર્થ જો લેશો તો પણ નીચે મુજબ આપત્તિ છે. એકભિન્નત્વ = એકમેદવન્દ્ર = એકનો ભેદ. (૧) ઓ એકભેદ એટલે એકવિશેષનો (કોઈ એક ચોક્કસ ઘટ-પટ વગેરે પદાર્થનો) ભેદ કહેશો તો એ સમવાયમાં પણ રહ્યો હોવાથી સમવાયમાં પણ અનેકત્વવિશિષ્ટ ભાવત્વ આવી જવાથી અતિવ્યાપ્તિ. (૨) એકભેદ=એક સામાન્યનો (એટલે કે જે કોઈ ‘એક’ હોય=“એકત્વવાનું હોય તે બધાનો=એકત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક) ભેદ કહેશો તો એનો અર્થ એ થાય કે “એકત્વવાનું ન’ આવું જેના માટે કહી શકાય તે એકભિન્ન= અનેક. પણ, આ “એકત્વવાનું ન' માં એકત્વ એ જો સંખ્યારૂપ હશે તો એ સંખ્યા સમવાયમાં ન હી હોવાથી સમવાય “એકત્વવાળો', ન બનવાના કારણે, સમવાયમાં પણ અનેકત્વ હી જવાથી અતિવ્યાપ્તિ. તેથી જો એમ કહો કે, “સ્વમાત્રવિષયકબુદ્ધિવિષયત્વ' ને એકત્વ તરીકે લઈશું, એટલે કે તે તે ઘટ-પટ વગેરે માત્ર એક જ વિષયની જે બુદ્ધિ થાય જયમેજી:' એવી બુદ્ધિનો જે વિષય તે એક, ‘(ઇમૌ તૌ વગેરે બુદ્ધિ કરવા માટે બે વિષયો જોઈએ, જેથી સ્વમાત્રવિષયક બુદ્ધિ ને રડે.) આવું કહેશો તો તો એકભેદ જ અપ્રસિદ્ધ
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy