________________
૩૨
શોધ-ખોળની પગદંડી પર
રસાયન કરવાના આ રસપ્રદ અખતરાએ આ કલાકારો સમક્ષ મોટું આહ્લન ખડું કર્યું. ઉદાહરણ તરીકે, નર્તનની હસ્તમુદ્રા કરણ, ચારિ વગેરે વડે વ્યકત કરાતા ભાવો નાટ્યાંગ તરીકે પણ કઈ રીતે જાળવી રાખવા, અથવા વાચિક અભિનય તથા દૃશ્યોને નર્તન-સંદર્ભે કઈ રીતે જોગવવા, એવી સમસ્યાઓ ‘દ્રૌપદી’ના નિર્માણકારોએ ઉકેલવી પડે તેમ હતી. તેમણે એ સફળતાથી ઉકેલી છે અને પરિણામ તૃપ્તિકર આવ્યું છે એમ આપણે અવશ્ય કહી શકીએ. આમાં પરસ્પરના સહયોગનો અને સૂક્ષ્મ સમજનો મોટો ફાળો છે. મંચ પ૨ યથાપ્રાપ્ત વિવિધ વસ્તુઓને સૂચવતો ઉપયોગ, ઉત્તરોત્તર વિવિધ પાત્રો, ભાવસંક્રમણ અને ભૂત-વર્તમાન-ભાવિ સમયને રજૂ કરવાની તેની બહુમુખી વિદગ્ધતા, કરાલ અને તુમુલ ભાવોની અભિવ્યક્તિમાં વાઘસંગીતનો સફળ વિનિયોગ, ઓડિસી છાઉ કથકલિ ભરતનાટ્યમ્ વગેરે વિવિધ નૃત્યશૈલીઓનાં તત્ત્વનો યથાનુકૂળ આશ્રય—‘દ્રૌપદી'નાં આવાં અનેક પાસાંમાં કલાકારોની સર્જકતા પ્રતીત થાય છે. દ્રૌપદીનો જન્મ કે પ્રાકટ્ય. સ્વયંવર, પંચપતિત્વ, સભાભવનમાં દુર્યોધનનો ઉપહાસ, કૌરવસભામાં દાસી લેખે ધૃણાજનક અવહેલના, વેણીસંહાર વગેરે દ્રૌપદીચરિત્રની ભાવોત્કટ ઘટનાઓનું કથન, વર્ણન, નિરૂપણ, અર્થઘટન પ્રસ્તુત કરવા માટે આ દૃશ્યશ્રાવ્ય પ્રયોગમાં જે વિભિન્ન તત્ત્વ પ્રયોજાયાં છે એમના સુમેળથી ઊંચી સફળતા સધાઈ છે. અને વિભિન્ન કલામાધ્યમોની સંયોજન-ક્ષમતાનું એ એક પ્રત્યક્ષ નિદર્શન બને છે.
૩. મહર્ષિ કૈપાયન વ્યાસનું ‘મહાભારત’ પ્રાચીન ભારતીય સંસ્કા૨પરંપરાના અક્ષયનિધિ જેવું છે. એ પુરાણ, ‘ઇતિહાસ' (એટલે કે દંતકથા, અનુશ્રુતિ), કથાઆખ્યાન, કાવ્ય, ધર્મદર્શન, શાસ્ર—એ બધાંના સંમિશ્રણ, સંકલન, સંગ્રહરૂપ છે. એ વિવધ પાઠપરંપરા રૂપે જળવાયુ છે. બે હજારથી પણ વધુ વરસોથી એની લિખિત તથા મૌખિક પરંપરામાં બદલાતા દેશકાળ પ્રમાણે, કાંઈ કેટલાયે ફેરફારો, સુધારાવધારા થતા રહ્યા છે. પાત્રો અને પ્રસંગોનાં નવાનવાં રૂપાંતર અને અર્થઘટન પામીને એ આજના દિવસ સુધી અવિતરતપણે જીવંત પ્રેરક-વિધાયક બળ તરીકે કામ કરતું રહ્યું છે. 'મહાભારત'ના કથાંશો અને કથાઓનો સામગ્રી તરીકે ઉપોગ કરીને, સેંકડો ભાષાઓમાં સાહિત્ય અને કલાની હજારો નવીન રચનાઓ થતી રહી છે.
‘ભગવદ્ગીતા’ની પ્રશસ્તિમાં કુરુક્ષેત્રના સંગ્રામને નદીનું રૂપક આપ્યું છે (ભીષ્મદ્રોળતા...રળનવી...). એ સાથે વિશાળબુદ્ધિ, નિર્મળ દૃષ્ટિવાળા વ્યાસને ભારતતૈલથી ભરેલા જ્ઞાનપ્રદીપ પ્રગટાવવા માટે વંદન કર્યાં છે. બીજી રીતે જોતાં ‘મહાભારત’ માટે મહાસાગરનું રૂપક કદાચ વધુ બંધબેસતું થાય. માનવસ્વભાવ, સંબંધો, સમસ્યાઓને નિરૂપતો એક ચેતનવંતો વિશ્વકોશ પણ એને કહી શકાય.
‘મહાભારત’માં એવો દાવો કરેલો છે કે જેટલું અહીં છે અને જે કાંઈ અન્યત્ર