________________
શોધ-ખોળની પગદંડી પર
૨૭
પરંપરાના ભાવક સુધી પહોંચાડવા માટે એ અનિવાર્ય હોય છે. એ ખરું કે આજનો જે નાનો એવો સુશિક્ષિતોનો વર્ગ જાગ્રત ઐતિહાસિક ચેતના ધરાવે છે, અને જે પૂરતી સજ્જતા ધરાવે છે, તે મૂળ રૂપમાં પ્રાચીન શૈલીએ ભજવાતા સંસ્કૃત નાટકનો રસાસ્વાદ કશી બાધા વિના અવશ્ય લઈ શકે.
પરિશિષ્ટ
નૂતન પદ્ધતિની રંગભૂમિ : તાદાત્મ્યની સાથે ઇતરતાની સિદ્ધિ ૫ (બેર્ટોલ્ટ બ્રેન્ટ)
રંગભૂમિને લગતો નવો સિદ્ધાન્ત આમ તો પ્રમાણમાં સરળ છે. તે રંગમંચ અને પ્રેક્ષાગૃહ વચ્ચેના વ્યવહાર સાથે કામ પાડે છે. નાટ્યાનુભવ તાદાત્મ્ય (‘એમ્પથી’)ના કર્મ દ્વારા નિષ્પન્ન થાય છે. આની સ્થાપના એરિસ્ટોટલના કાવ્યશાસ્ત્ર (‘પોએટિક્સ’)માં કરાયેલી છે. તેની જે રીતે વ્યાખ્યા કરાઈ છે, તે અનુસાર સમીક્ષાત્મક વલણનો તેનાં ઘટકતત્ત્વોમાં સમાવેશ ન થઈ શકે. તાદાત્મ્યની માત્રા જેટલી વધુ તેટલું આ વધુ સાચું. સમીક્ષા-વિવેચન જે રીતે તાદાત્મ્ય સધાય છે તેને અનુલક્ષીને ઉત્તેજિત થતું હોય છે, નહીં કે જે ઘટનાઓનું પુનર્નિર્માણ પ્રેક્ષક રંગમંચ પર જુએ છે તેને અનુલક્ષીને. એવું નથી કે એરિસ્ટોટલ-અનુસારી રંગભૂમિ વિશે વાત કરતાં ‘રંગમંચ પર જે ઘટનાઓનું પુનર્નિર્માણ પ્રેક્ષક જુએ છે' એંમ કહેવું તદન બરાબર છે. એરિસ્ટોટલ-અનુસારી રંગભૂમિમાં કથાવસ્તુ અને પ્રયોગનું પ્રયોજન વાસ્તવિક જીવનના પ્રસંગોનું પુનર્નિર્માણ પૂરું પાડવાનું નહીં, પરંતુ જે સમગ્ર નાટ્યાનુભવ અભિપ્રેત છે તે નિષ્પન્ન કરવાનું (કેટલીક વિવેચનાત્મક અસરો સહિત) હોય છે. એ પણ સ્વીકૃત છે કે વાસ્તવિક જીવનની યાદ આપતાં અભિનયકાર્યોની આવશ્યકતા છે, અને આભાસ ઉત્પન્ન કરવા તેમાં અમુક અંશે સંભાવ્યતા હોવી જ જોઈએ, કેમ કે તે વિના તાદાત્મ્ય નિષ્પન્ન ન થાય. પણ તે માટે ઘટનાઓની કાર્યકારણ-શૃંખલાને પણ લઈ આવવાનું જરૂરી નથી. એ સંશયવૃત્તિ ન જન્માવે એટલું પૂરતું છે. એ તો માત્ર પ્રેક્ષક જ છે ઃ રંગભૂમિ જેને પોતાના પ્રયોગના આધાર તરીકે લે છે તે વાસ્તવિક જીવનની ઘટનાઓ સાથે તેને મુખ્યત્વે નિસ્બત હોઈને, તે રંગભૂમિ પરની ઘટનાઓને વાસ્તવના પુનર્નિર્માણ તરીકે લઈ શકે છે અને તેમની એ દૃષ્ટિએ સમીક્ષા કરી શકે છે. એમ કરવામાં તે કલાના પ્રદેશની બહાર પગ મૂકે છે. કારણ કે કલામાત્ર પુનર્નિર્માણ પૂરું પાડવું એ પોતાનું મૂળભૂત કાર્ય હોવાનું સમજતી નથી. તેને તો અમુક વિશિષ્ટ પુનર્નિર્માણ સાથે નિસ્બત છે— એટલે કે વિશિષ્ટ અસરો પાડતું પુનર્નિર્માણ જે તાદાત્મ્ય સાધવાનું કાર્ય કરે છે તેમનું નિર્માણ. તે પોતાનો ચીલો જ ચૂકી જાય, જો પ્રેક્ષક ખરેખરી ઘટનાઓની સમીક્ષામાં પડે. એટલે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે વાસ્તવિક જીવનના પ્રસંગોના પુનનિર્માણને કલાનું પ્રયોજન બનાવવું અને તે દ્વારા પ્રેક્ષકોના તેમના પ્રત્યેના સમીક્ષાત્મક