________________
૨૬
શોધ-ખોળની પગદંડી પર યોજનવાનું જરૂરી બને. મૂળ પ્રયોગશૈલીના માર્મિક અને લાક્ષણિક અંશોને બાધા ન પહોંચે અને આજનો નાટ્યરસિયો માણી શકે એ રીતની ભજવણી આદરવામાં આવે તો જ સંસ્કૃત નાટકને વિશાળ વર્ગ માટે જીવતું રાખી શકીશું. અને આ રીતે વિવિધ સંસ્કૃત નાટકોનો ગુજરાતી અનુવાદરૂપે વારંવાર પ્રયોગ થવો જોઈએ. બીજી બાજુ પ્રેક્ષકોને એવી સમજણ આપવી જોઈએ કે આપણને પરિચિત આજના વાસ્તવલક્ષી, કેવળ પાઠ્યનિષ્ઠ, જુદા જ રંગમંચ અને પરિવેશ સાથે ભજવાતા નાટકથી પાક્ય, ગેય અને નૃત્યના સંઘટનરૂપ અને રસનિષ્પતિનું પ્રયોજન સાધતું નાટક જુદી જ ચીજ છે અને તેથી તે આગવો જ કલાનુભવ કરાવતું હોય છે. જો આમ કરી શકીએ તો સંસ્કૃત નાટક અન્ય ભાષાઓનાં નાટકોની જેમ આપણા સાહિત્યાનુભવને અવશ્ય સમૃદ્ધ કરતું રહેશે.
આનો અર્થ એવો નથી કે કોઈ પણ સંસ્કૃત નાટકને અર્વાચીન પ્રેક્ષકો માટે નાટકની વિભિન્ન વિભાવના કે પ્રતિમાન અનુસાર રૂપાંતરિત ન કરી શકાય અને તેને જુદી જ પ્રયોગશૈલીથી રજૂ ન કરવું જોઈએ. એ પણ થતું જ રહેશે. પરંતુ એવાં રૂપાંતર અને ભજવણીમાં સંસ્કૃત નાટક સંસ્કૃત નાટક ન જ રહે તેનો નવો જ અવતાર બને.
આ બાબતને હું સહેજ સ્પષ્ટ કરું. અર્વાચીન સમયમાં સંસ્કૃત નાટકોની વિવિધ અભિગમથી થયેલી ભજવણીનો રિચમંડે જે પરિચય આપ્યો છે, અને ગોવર્ધન પંચાલે પણ તેની દશ્યરૂપે આપણને જે ઝાંખી કરાવી છે તેમાંથી એક મહત્ત્વનો પ્રશ્ન એ ઊઠે છે કે આવી વિવિધ પ્રયોગશૈલીઓ સંસ્કૃત નાટકો ભજવવા માટે શા માટે યોજાઈ? નાટકને લગતી બે પાયાની હકીકતો એ છે કે નાટક મૂળભૂત રીતે ભજવવા માટે હોય અને તે અમુક પ્રેક્ષકો માટે ભજવવાનું હોય. સંસ્કૃત નાટક (૧) અર્વાચીન સમયમાં પાશ્ચાત્ય રંગમંચના પ્રભાવ નીચે આવેલા અર્વાચીન નગર સી ભારતીયોએ જે પ્રયોગશૈલીમાં ભજવ્યું, (૨) જ્યાં સંસ્કૃત સાહિત્ય, નૃત્ય, સંગીતની પરંપરા પ્રભાવક હતી ત્યાં મૂળનાં તત્ત્વોને જાળવીને ભજવાયું, (૩) પ્રાદેશિક કે લૌકિક દશ્યરૂપોની પરંપરા અનુસાર ભજવાયું કે (૪) યશાશક્ય નાટ્યશાસ્ત્ર અનુસાર ભજવાયું – તેમાં નિર્ણાયક પરિબળ તરીકે ભિન્ન ભિન્ન પ્રેક્ષકવર્ગ હોવાનું સહેજે બતાવી શકાશે. વ્યવહારમાં એમ જ બને.
આજના પાશ્ચાત્ય પ્રેક્ષકો માટે પિટરબુકનું મહાભારત, આપણા લોકો માટે ચોપડાનું મહાભારત અને રામાનંદ સાગરનું રામાયણ, તો આપણા અમુક વર્ગ માટે મોરારિદાનની રામકથા–એમ પ્રેક્ષકલક્ષી અને શ્રોતાલક્ષી રૂપાંતરોનાં, અને નવા નવા અર્થઘટનોનાં ઢગલાબંધ ઉદાહરણ આપી શકાય. તે તે સમય અને સાંસ્કારિક