________________
શોધ-ખોળની પગદંડી પર
૨૧ તે બેસીને કાઢવા એક કાનમાંથી આંગળી કાઢે છે. એટલામાં એ મહાવીરનાં વચનો સાંભળી જાય છે કે “સ્વર્ગવાસી દેવલોકોની આંખો અનિમિષ હોય છે, ધરતીને તેમના પગ અડતા નથી, એમને પ્રસ્વેદ થતો નથી, પહેરેલી ફૂલમાળા કરમાતી નથી.” જલદી કાંટો કાઢી રૌહિણેય આંગળી ફરીથી કાનમાં ખોસીને ત્યાંથી દોડી જાય છે. પછી રાજપ્રાસાદમાં પેઠેલા તેને રક્ષકો જોઈ જતાં તે બહાર ભાગીને ગઢ પરથી કૂદી પડે છે, પણ અભયકુમારની યોજના પ્રમાણે ત્યાં ગોઠવાયેલા રક્ષકોના હાથમાં તે પકડાઈ જાય છે.
રાજા પાસે લવાયેલા રૌહિણેયને શૂળીએ ચડાવવાનું વિચારાય છે. પણ તે ચોરીના માલ સાથે નહોતો પકડાયો, એટલે કરેલા અપરાધનો તે પોતાને મોઢે એકરાર કરે તો જ તેને શિક્ષા કરી શકાય. રૌહિણેયે એવો દાવો કર્યો કે હું તો એક ગામડિયો ખેડૂત છું અને કામકાજ માટે રાજગૃહમાં આવ્યો ત્યાં કશો વાંક-અપરાધ વગર રક્ષકોએ મને પકડ્યો છે. એની વાતની ખાતરી કરવા તેના ગામમાં રાજા તપાસ કરાવે છે, ત્યારે આગળથી રૌહિણેયે કરી રાખેલી ગોઠવણ પ્રમાણે, ગામલોકો તેની વાતનું સમર્થન કેરે છે. કોઈક યુક્તિથી રૌહિણેય પાસે અપરાધ કબુલ કરાવવાનું નક્કી કરી તેને બેડી પહેરાવીને રાખવામાં આવે છે. રાત્રે રોહિણેયને મદ્ય પાઈ, બેભાન બનાવી, સ્વર્ગપ્રાસાદ જેવી સજાવટ કરેલા એક પ્રાસાદમાં અપ્સરાવેશધારી ગણિકાઓ અને ગંધર્વ બનેલા ગાયકોની વચ્ચે શયામાં સુવરાવી દેવાય છે. તે ભાનમાં આવે છે ત્યારે અપ્સરાઓ તેનો સ્વર્ગમાં નવો અવતાર થયાની વધાઈ આપી તેની સેવાશુશ્રુષા કરવા તત્પર થાય છે, પણ રક્ષકો રૌહિણેયને કહે છે કે સ્વર્ગના નિયમાનુસાર, તે પૃથ્વી પર જે સત્કૃત્યદુષ્કૃત્ય કર્યા હોય તેની તારે પહેલાં કબુલાત કરવી પડશે. એ ક્ષણે ચતુર રૌહિણેયને, અકસ્માત સંભળાઈ ગયેલાં મહાવીર-વચનોનું સ્મરણ થાય છે. તે કળી જાય છે કે પોતે
જ્યાં છે તે ખરેખરું સ્વર્ગ નથી પણ તેની પાસે અપરાધનો એકરાર કરાવવા અભયકુમારે કરેલી યુક્તિ છે. એટલે તે કહે છે કે મેં પૃથ્વી પર ઘણાં પુણ્યકાર્ય કર્યા છે, કોઈ અપકૃત્ય નથી કર્યું. અભયકુમારને એની યુક્તિ નિષ્ફળ ગયાની જાણ કરાય છે. છેવટે રાજા રૌહિણેયને તેણે કરેલા અપરાધોની ક્ષમા અને અભયવચન આપે છે. રોહિણેય બધા અપરાધો કબૂલ કરે છે. મહાવીર ભગવાનનાં માત્ર બેચાર વચનો સાભળ્યાથી પણ પોતાને કઈ રીતે જીવતદાન મળ્યું તે જણાવી, જે ગુપ્ત સ્થળે ચોરીનો માલ, અપહૃત તરુણી અને શ્રેષ્ઠીપુત્ર રાખેલાં હતાં તે બતાવી, રૌહિણેય ભગવાન મહાવીર પાસે જઈને દીક્ષા ગ્રહણ કરે છે.
આ પુરાણી દંતકથા-દષ્ટાંતકથાને, બારની શતાબ્દીના ગુજરાતના સામાજિકનેમિચંદકૃત “આખ્યાનકમણિકોશ' ઉપરની આપ્રદેવસૂરિની વૃત્તિમાં (રચનાવર્ષ ૧૧૩૪)
૩.