________________
૨૦
શોધ-ખોળની પગદંડી પર હસ્તપ્રતને આધારે સદ્ગત પુણ્યવિજયજી મુનિએ તેનું સંપાદન કર્યું અને ભાવનગરની જૈન આત્માનંદ સભાએ તે ઈ.સ. ૧૯૧૮ માં પ્રકાશિત કર્યું. “મૂલ્યમ્ આણકલયમ્' : કિંમત બે આના ! કોઈક રડ્યાખડ્યા પુસ્તકાલયમાં જળવાયેલી મુદ્રિત નકલ ગોવર્ધનભાઈએ મેળવી. ગુર્જર સંસ્કૃત ગમે એ ચિરમૂછિત દેહને ૧૯૯૩માં ફરી ચેતનથી ધબકતો કર્યો.
(૨) મહારાજ શ્રેણિકશાસિત રાજગૃહનગરમાં રંગરાગ અને ગાનતાન સાથે વસંતોત્સવની ઉજવણી કરતા નાગરિકો. આ તકનો લાભ લઈને એક યુવાન વૃક્ષઘટાથી છવાયેલા નિકુંજના એકાંતમાં , એક શ્રીમંત કુળની તરુણી સાથે મિલન ગોઠવે છે. નગરને રંજાડી રહેલો અઠંગ ચોર રૌહિણેય પોતાના એક સાગરીતની સહાયથી એ તરુણીનું અપહરણ કરી જાય છે.
એ પછી રોહિણેય, નગરના બે અગ્રણી શ્રેષ્ઠિઓનાં પુત્રપુત્રીના વિવાહપ્રસંગે, રત્નસુવર્ણનાં આભૂષણે શણગારાયેલા વરરાજાનું અપહરણ કરવાની યોજના ઘડે છે. વરના સામૈયામાં ગીતનૃત્યમાં લોકો મગ્ન હોય છે ત્યારે રૌહિણેયનો કદરૂપો, અડબંગ લાગતો સાગરીત નાચવા આવી લાગે છે અને સાથ આપવા એક વામણીને લાવે છે. એ ધમાલમાં રોહિણેય વરની માના વેશમાં વરરાજાને પોતાના ખભા ઉપર ચડાવી નાચવા માંડે છે. એટલામાં તેનો એક સાથી ચીંથરાનો સાપ નાચનારી સ્ત્રીઓની વચ્ચે ફેકે છે. ભારે નાસભાગ વચ્ચે રૌહિણેય વરને ઉઠાવી જાય છે.
વેપારીમહાજન રાજા પાસે જઈ ચોરની ભારે રંજાડની રાવ ખાય છે. રાજા નગરરક્ષકને ધમકાવે છે. મંત્રી અભયકુમાર ચારપાંચ દિવસમાં જ ચોરને પકડી લાવવા બંધાય છે.
એક રાતે રાજપ્રાસાદમાં જ ચોરી કરવા જતો રૌહિણેય, વિહાર કરીને રાજગૃહમાં એ વેળા આવેલા ભગવાન મહાવીર જયાં વ્યાખ્યાન કરતા હતા તે સ્થળ પાસેથી નીકળે છે. મરતી વખતે રૌહિણેયના પિતાએ એની પાસેથી વચન લીધેલું કે મહાવીરનાં વચનો કદી પણ કાનનાં પેસવા ન દેવાં (કેમ કે નહીં તો મહાવીર ચોરીને પાપ ગણતા હોવાથી બાપદાદાનો ધંધો ન ચાલે). એ કારણે રૌહિણેય બંને કાનમાં આંગળી ઘાલીને વ્યાખ્યાનસ્થળ પાસેથી ઉતાવળે ચાલે છે. પણ પગમાં કાંટો ભોંકાતાં,
ગુજરાતમાં રચાયેલા એક સંસ્કૃત નાટક લેખે “પ્રબુદ્ધ-રૌહિણેયનો પરિચય ચી. ડા. દલાલ, રસિકલાલ પરીખ, મો.દ. દેશાઈ, ભો.જે. સાંડેસરા, તપસ્વી નાન્દી વગેરેએ ગુજરાતનાં પહેલાંનાં નાટકોની કે સંસ્કૃત સાહિત્યની વાત કરતાં આપેલો છે.