________________
૧૯૪
શોધ-ખોળની પગદંડી પર
બાહ્ય પૂજા કરતાં માનસિક પૂજા એ જ સાચી પૂજા છે. પરંતુ રાજશેખરસૂરિના વૃત્તાંતમાં સંદર્ભ અનુસાર ઉપર સૂચિત કરેલ વ્યંગ્યાર્થ આપ્યો છે, જ્યારે પ્રભાચંદ્રસૂરિએ તો વિદગ્ધતાથી ત્રણ અર્થ કરી બતાવ્યા છે, અને કહ્યું છે કે આ પ્રમાણે વૃદ્ધવાદીએ પદ્યના અનેક અર્થ કરી બતાવ્યા.
આ કારણે, અન્ય સંદર્ભમાં પ્રાપ્ત પદ્યને પ્રસ્તુત સંદર્ભમાં યોજ્યું હોવાની આપણને શંકા જાય છે. ચરિતને બહેલાવવા પ્રચલિત સુભાષિતો વગેરેને જોડી દેવાની પ્રણાલી ચરિતકારોમાં સામાન્ય હતી.
૨. ધર્મમહિમાનું એક સુભાષિત
સિદ્ધસેનસૂરિના ચરિત્રની જે ઉત્તરકાલીન પ્રબંધસાહિત્ય સુધીની પરંપરા મળે છે, તેમાં આપ્રદેવસૂરિકૃત ‘આખ્યાનક-મણિ-કોશ-વૃત્તિ’માં (ઇ.સ. ૧૧૩૩) આપેલ ‘સિદ્ધસેનાખ્યાનક’માં સિદ્ધસેન અને વૃદ્ધવાદી વચ્ચે ગોવાળોની સમક્ષ થયેલા વાદમાં વૃદ્ધવાદી પોતાનું વક્તવ્ય છંદમાં નીચેના અપભ્રંશભાષાના પદ્ય વડે રજૂ કરે છે (એ પદ્ય સાત ચરણના, દ્વિભંગી પ્રકારના રા છંદમાં હોવાનો ખ્યાલ ન આવતાં, તેમાં ચરણો ખૂટતા હોય તેમ માની પાઠ અપાયો છે, પણ તે ભૂલ છે. પાઠ શુદ્ધ જ છે, અને તે નીચે પ્રમાણે છે ) :
धम्मु सामि सयल - सत्ताहं,
विणु धम्मि नाहि धर, धन्नु धणु धम्मह पसाएण । धम्मक्खर बाहिरिण, धिसि धिरत्थु तेण जाएण ।
ધનિત્તિ માહ અંતેળ, પય-પૂકૂળ-પુસેિળ ।
જિત સંસારિ મમંતેળ, ધમ્મુ સુમિત્તુ ન ખેળ । (પૃ.૧૭૧.ગા.૨૦-૨૧ની વચ્ચે)
ધર્મ સર્વ પ્રાણીઓનો સ્વામી છે; ધર્મ વિના ધરાનું અસ્તિત્વનું નથી; ધર્મની કૃપાથી જ ધનધાન્ય પ્રાપ્ત થાય છે; જેણે સંસારમાં ભ્રમણ કરતાં, ધર્મને સન્મિત્ર નથી બનાવ્યો તેવા, ધર્માક્ષરની બહાર રહેલા, માત્ર પાદપૂરક સમા એ પુરુષના જન્મને ધિક્કાર છે, ધિક્કાર છે.’
આ સાથે સ્વયંભૂકૃત ‘સ્વયંભૂછંદ'માં (ઈસવી નવમી શતાબ્દીનો અંતભાગ) આપેલ રડ્ડા છંદનું ઉદાહરણ સરખાવો (૪-૧૧-૨) :
जेण जाएण रिउ ण कंपंति,
સુબળા-વિ ંદંતિ વિ, લુખ્ખા-વિ ૫ મુઅંતિ વિતમ્ । तें जाएं कमणु गुणु, वर- कुमारी - कण्णहलु वंचिउ ॥