________________
૧૯૩
શોધ-ખોળની પગદંડી પર ગીત ગાયું. હકીકતે એ લોકો શંકરચરિત્રના ગીતની પ્રસ્તાવના લેખે એ પંક્તિનું ગાન કરતા હતા, પણ જટાધારી એ પોતાના પહેલાંના આચરણને, પ્રસંગને અનુલક્ષીને ઘટાવતો હતો. એટલે પછી ક્રોધે ભરાઈને એ જટાધારી કલાકારોને બોલાવીને બરાડ્યો “અરે દુષ્ટો ! તમારે શું કહેવું છે ? ભરડાએ છીંપાને ઘરે દહીંભાત ખાધાં, ખાધાં, ખાધાં,, એમાં કોઈનું કાંઈ લઈ લીધું છે.?' આમાં પણ “હુબડક’ એ “ઝંબડક'નું ભ્રષ્ટ રૂપ છે. અહીં પણ ગીતના છંદની પંકિત ૧૪ માત્રાની છે.
(૩) બે સુભાષિત ૧. સિદ્ધસેન દિવાકરના ચરિતમાં મળતું એક અપભ્રંશ પદ્ય
સિદ્ધસેન દિવાકરના પ્રબંધગત ચરિતમાં એક એવી પ્રસંગ છે કે સિદ્ધસેનસૂરિ રાજમાન્ય બન્યા તેથી સાધુ-આચારની વિરુદ્ધ રાજસત્કાર ભોગવતા થયા અને ગચ્છમાં આચારની શિથિલતા પ્રવર્તે. સિદ્ધસેનસૂરિને જાગ્રત કરવા વૃદ્ધવાદી ગુપ્તવેશે તેની પાસે આવ્યા અને એક પદ્યનો અર્થ પોતાને સમજાતો નથી તો કરી બતાવવા કહ્યું. પદ્ય પ્રાકૃત ભાષામાં હતું. સિદ્ધસેનસૂરિની સમજમાં કશું ન આવ્યું. આગંતુકે તે પદ્યનો મર્મ બતાવ્યો. તાત્પર્ય એવું હતું કે તું યમનિયમ અને વ્રતોનો અતિચાર ન કર, સાધુવ્રતનું દઢતાથી પાલન કર. સિદ્ધસેનસૂરિ કળી ગયા કે આગંતુક બીજા કોઈ નહીં, ગુરુ વૃદ્ધવાદી જ છે. (“પ્રભાવકચરિત', પૃ.૫૭-૫૮; “પ્રબંધકોશ', પૃ.૧૭-૯૮).
એ બંને સ્થાને જે પદ્ય આપેલું છે, તે અપભ્રંશ ભાષાનું પદ્ય છે, અને જે રૂપે પાઠ મળે છે તેમાં ભાષા તેમ જ છંદની દૃષ્ટિએ કેટલીક અશુદ્ધિ છે.છંદ આંતરસમા ચતુષ્પદી છે. એકી ચરણોમાં ૧૪ માત્રા અને બેકી ચરણોમાં ૧૨ માત્રા. પદ્યનો શુદ્ધ પાઠ નીચે પ્રમાણે હોવાનો સંભવ છે :
अणफुल्लिय फुल्ल म तोडहि, मण आरामा मोडहि ।
मण-कुसुमेहिं अच्चि निरंजणु, हिंडहि कांइ वणेण वणु ॥
અણવિકસ્યાં પુષ્પવાળી(લતા)નાં પુષ્પ ન ચૂંટ; પુષ્પવાટિકાઓ ઉજાડ નહીં; માનસિક પુષ્પથી નિરંજનની પૂજા કર; એક વનમાંથી બીજા વનમાં કાં તું ભટકી રહ્યો છે ?'
અહીં બીજા ચરણમાં આવતો મા નિષેધાર્થ માની સાથે ભારવાચક ન જોડાઈને બન્યો છે. હિંદીમાં દો ને, રો ર જેવા પ્રયોગોમાં જે ર છે તે : ગુજરાતીમાં તે ને રૂપે છે : કરોને, વોનોને.
જો આ અર્થને મુખ્ય ગણીએ તો તાત્પર્ય એવું સમજાય કે પુષ્પાદિથી થતી