________________
૧૬૦
શોધ-ખોળની પગદંડી પર (૮૧) મરણહ કેરું કવણ ભય, જિહાં સહુઈ જગ જાઈ,
જણ અચ્છાઈ નીસંબલ, તિણિ કારણિ ઝોલાઈ (?). “જ્યાં આખું જગત જતું હોય છે, તેવા મરણનો ડર શો? પણ માણસ (ધરમનું) ભાતું લીધા વિના ત્યાં જતો હોય છે, એટલે તે ફફડે છે.”
ઝોલાઈ નો અટકળે અર્થ કર્યો છે. (૮૨) અપ્પલ રંજિ મ રંજિ પરુ, પરુ રજઈ તુહું કાંઇ,
જઈ મણ રંજિસિ અપ્પણ૩, સરિસઈ કન્જ સયાઇં. તું પોતાનું –આત્માનું રંજન કર, બીજાનું–પરનું રંજન શા માટે કરે છે? તું જો પોતાનું–આત્માનું રંજન કરીશ તો તારાં સેંકડો કાજ સરશે”. (૮૩) જીવ કલેવર ધમ ભણઈ, મહુ હુતઈ કરિ ધનુ,
હઉં માટી તુહું રયણમાં, હારિમ માણસ-જમ્મુ. કલેવર જીવને કહે છે કે હું છું ત્યાં સુધીમાં ધરમ કરી લે. (પછી તો) હું માટીમાં મળી જઈશ. તું રતન જેવો મનુષ્ય જન્મ હારી ન જા.”