________________
શોધ-ખોળની પગદંડી પર
૧૫૯
પાઠાંતરમાં ‘સામિય' ને બદલે ‘નરવઇ' મળે છે. તે પ્રમાણે આ ઉક્તિ રાજાઓને લાગુ પડે છે.
(૭૬) ધુત્તા કુંતિ સવચ્છલા, અસઇ હોઇ સલજજ,
ખારઉં પાણિઉ સીયલઉં, બહુલિ ફલઇ અખજ્જ.
ધૂર્ત લોકો વત્સલ હોય છે. અસતી લજ્જાળુ હોય છે. ખારું પાણી શીતળ હોય છે. બહુફળીનાં ફળ અખાદ્ય હોય છે.'
ધૂર્ત, અસતી અને ખારા પાણીનો દેખાવ છેતરામણો હોય છે, બહુફળી વેલાનાં ફલ ઢગલાબંધ, પણ અભક્ષ્ય હોય છે.
(૭૭) ભટ્ટા (?) ભૂઅ ભુઅંગમા, મુહિ દુહિલ્લા હુંતિ, વઇરી વીછી વાણી, પૂ િદાય દિયંતિ.
ભાટ(?), ભૂપતિ અને ભોરિંગ મોંએથી કે (સામેથી) દુઃખદાયક હોય છે; જ્યારે વેરી, વીંછી અને વાણિયો પૂંઠે (કે પૂંઠથી) દાવ લે છે.’ (૭૮) આલસ નિદ્ર અનંત ભઉ, ગેહ દુછંડી જાહં,
લચ્છિ ભણઇ સુમિણંતરિહિં, હઉં નિઅડી નહુ તારું.
‘લક્ષ્મી સ્વપ્રમાં આવીને બોલે છે કે જેમને આળસ છે, ઊંઘ છે, ભારે ડર છે, અને ઘરમાં....છે, તેમની પાસે હું ફરકતી નથી”
(૭૯) જઇ ધમ્મક્ષર સંભલઉં, નયણે નિર્દ ન માઇ, વત્ત કરતા હે સહી, ડબકઇ રયણ વિહાઇ.
‘હે સખી, જ્યારે હું ધરમના અક્ષર સાંભળવા બેસું છું ત્યારે આંખમાં ઊંઘ સમાતી નથી, પણ ગપસપ કરતાં તો ટપ દઈને રાત વીતી વહાણું વાઈ જાય છે.’
(૮૦) ગોહણ ગોરસ સાલિ ધિઅ, દેવંગŪ વત્થાÛ, બાલિય સુંદરિ પિમ્મ-ભરિ, પુત્રહ એહ ફલાઈં.
‘ગોધણ, ગોરસ, શાળ, ઘી, દેવતાઈ વસ્ત્રો તથા પ્રેમભરી બાલા સુંદરી—એ સૌ પુણ્યકર્મનાં ફળ છે.’