________________
૧૨૪.
શોધ-ખોળની પગદંડી પર ઉપર કપડું ઓઢી લીધું. દાનવ આવી પહોંચ્યો. એણે પેટીને તપાસ્યા વિના, એમ સમજીને કે એમાં માત્ર પોતાની પત્ની જ છે, એ પેટી તે ગળી ગયો. પછી પોતાની ગુફા તરફ જતાં, તેને વિચાર આવ્યો કે “તપસ્વીને મળ્યાને ઘણા દિવસ થઈ ગયા, તો આજે એની પાસે જાઉં અને પ્રણામ કરી આવું. તે તપસ્વીની પાસે પહોંચ્યો. તપસ્વીએ પણ તેને દૂરથી આવતો જોઈને, એમ જાણી જઈને કે તેના પેટમાં બે જણ છે, તેની સાથે વાતચીત કરતાં નીચેના અર્થની ગાથા કહી :
“આપ ત્રણ જણ ક્યાંથી આવો છો? સ્વાગત. આ આસન પર બેસો. આપ કુશળ, સ્વસ્થ તો છોને ? આપનું આગમન લાંબે વખતે થયું'.
આ સાંભળી દાનવને થયું, “હું તો એકલો આ તપસ્વીની પાસે આવ્યો છું. એ ત્રણ જણ એવું કેમ બોલ્યાં? એ ખરી વસ્તુસ્થિતિ જાણીને કહે છે કે પાગળ જેવો પ્રલાપ કરે છે ?' એ તપસ્વીની પાસે જઈને પ્રણામ કરીને બેઠો અને એની સાથે વાતચીત કરતાં તેણે નીચેના અર્થની ગાથા કહી : “આજ હું એકલો જ અહીં આવ્યો છું. મારી સાથે બીજું કોઈ નથી. તો હે ઋષિ, તમે કોના સંબંધમાં કહ્યું કે ત્રણ જણ ક્યાંથી આવો છો ?' તપસ્વીએ પૂછ્યું “આયુષ્યમાન ! તું સ્પષ્ટ સાંભળવા માગે છે ?'
હા, ભદંત” “તો સાંભળ' એમ કહીને તપસ્વીએ નીચેના અર્થની ગાથા કહી : “એક તો તું, બીજી તારી પતી જેને તારા પેટમાં પેટીમાં બંધ કરીને રાખી છે. મેં એને પેટમાં સદા સુરક્ષિત રાખી હોવા છતાં, તે વાયુપુત્રની સાથે સદા રમણ કરે છે.
આ સાંભળીને દાનવને થયુ. વિદ્યાધરો ઘણા માયાવી હોય છે. જો એના હાથમાં ખડ્યું હશે તો એ મારું પેટ ફાડીને નાસી જશે.” આમ ભયભીત થઈ જઈને તેણે પેટી વમન કરીને બહાર કાઢી સામે મૂકી દીધી. તેણે જોયું કે વસ્ત્રાભરણ ધારણ કરેલી પોતાની પતી વાયુપુત્રના સંગમાં રત હતી. પેટી ઊઘડતાં જ વિદ્યાધર મંત્ર પઢીને ખડગ ખેંચી આકાશમાં કૂદ્યો. દાનવે પોતાનો જીવ બચાવવા માટે બોધિસત્ત્વનાં ચરણમાં પડી તેમની સ્તુતિ કરી. તેમની સલાહથી સુંદરીને વિદાય કરી તે જંગલમાં ચાલ્યો ગયો.
સંદર્ભ હરિષેણ “ધમ્મપરિખ કનુભાઇ. “શીલવતીકથા' (કથામંજૂષા - ૧), ૧૯૮૨.
૨.
આ કથાનું એક રૂપાંતર ગુજરાતની લોકકથાઓમાં પણ મળે છે. જુઓ જયંતીલાલ દવે સંપાદિત ઉત્તર ગુજરાતની લોકવાર્તાઓમાં “વીર વિક્રમ અને બાવો બાળનાથ' એ કથા.