________________
શોધ-ખોળની પગદંડી પર
૧૨૧ બોલાવી લાવવા કહ્યું. ગગનધૂલિને પાંચમે આસને બેસાર્યો. સૌને જમાડીને વિક્રમે કહ્યું કે સ્ત્રીપુરુષનો આવો સ્વભાવ જ હોઈને કોઈને દોષ દેવા જેવું નથી, અને સૌભાગ્યસુંદરીએ તો પોતે પહેલાં જે બોલી હતી તે જ કરી બતાવ્યું છે.
આ પછી કથા આગળ ચાલે છે. આ ઉત્તરાંશમાં ગગનધૂલિનું ચરિત્ર આપેલું છે, જેમાં “ફસાયેલા પ્રેમીઓ' (કથાપ્રકૃતિ ક્રમાંક, ૧૭૩૦; કથાઘટક ક્રમાંક કે. ૧૨૧૮.૧, ૧૨૮૮.૩) અને “શીલપ્રતીક' (કથાપ્રકૃતિ ક્રમાંક ૮૮૮, કથાઘટક ક્રમાંક એચ. ૪૩૦) એ કથાપ્રકૃતિ અને કથાઘટક મળે છે. ઉપર “વિક્રમચરિત્ર'માંથી જેનો સાર આપ્યો છે તે કથાંશનું એક રૂપાંતર ઉદયકલશકૃત “શીલવતીચુપાઈ' (ઇ.સ. ૧૬૧૮)માં મળે છે. કનુભાઇ શેઠે “શીલવતીકથા'ની ભૂમિકામાં કથાના પ્રાચીન - અર્વાચીન તથા અહીંનાં તેમ જ વિદેશી રૂપાંતરોને લગતી તુલનાત્મક માહિતી વિગતે આપી છે. અહીં (૧) “શીલવતીચુપઇનો કથાસાર તથા (૨) હરિષણકૃત કાવ્ય ધમ્મપરિક્ત'માં મળતું અપભ્રંશ રૂપાંતર, (૩) ભોજકૃત “શૃંગારમંજરી કથા'માં મળતું સંસ્કૃત રૂપાંતર અને (૪) “સમુગ'જાતકમાં મળતું પાલિ રૂપાંતર એનો પરિચય આપ્યો છે.
પરમાર રાજા ભોજદેવકૃત “શૃંગારમંજરી - કથા “ (અગીયારમી શતાબ્દી)માં આપેલી તેરમી કથા “મૂલદેવ -કથાનિકામાં ચર્ચાપ્રાપ્ત કથાનું પ્રાચીન રૂપાંતર મળે છે. એ કૃતિનો પાઠ તેની મળેલી એક માત્ર હસ્તપ્રતને આધારે સંપાદિકાએ તૈયાર કર્યો છે, અને મૂલદેવની કથાવાળા હસ્તપ્રતના ભાગમાં પત્ર ૧૪૬ - ૧૪૭, ૧૫૦, ૧૫૪ અને ૧૫૬ નષ્ટ થઈ ગયાં હોવાથી અને ૧૫૧, ૧૫૨, ૧પ૩ એ પત્રોનો અર્ધો ભાગ જ બચ્યો હોવાથી કથા અત્યંત તૂટક રૂપમાં જ જળવાઈ છે. એ કારણે સંપાદિકા તેના થોડાક જ અંશનો અનુવાદ આપી શકી છે. જો શુભાશીલવાળું રૂપાંતર તેના ધ્યાનમાં આવ્યું હોત તો વધુ અંશોનો અર્થ બેસારી શકાયો હોત. એ કથાના તૂટક પાઠને આધારે જેટલું કથાસૂત્ર અને કથાવસ્તુ બેસારી શકાય છે તે નીચે પ્રમાણે છે. (“શૃંગારમંજરી કથા', પૃ.૮૪ - ૮૮, અનુવાદ, પૃ.૮૭ – ૯૦) :
અવંતી જનપદમાં ઉજ્જયિનીમાં ચક્રવર્તી રાજા વિક્રમાદિત્ય રાજ્ય કરતો હતો. એ નગરીમાં મૂલદેવ નામનો અનેક કળાઓમાં નિષ્ણાત ધૂર્ત વસતો હતો. સ્ત્રીઓના ચરિત્ર વિશે તે ઘણો શંકાશીલ હોઈને તેણે અપરિણીત રહેવાના નિશ્ચય કર્યો હતો. પણ પછી વિક્રમાદિત્યે તેને ગાઉથ્યના લાભો સમજાવીને પરણવા માટે ઘણો આગ્રહ કર્યો. છેવટે મૂલદેવે એક જન્માન્ય કન્યાની સાથે વિવાહ કર્યો. (વચ્ચે કથા તૂટે છે.). પોતે મૂલદેવનું મુખ ન જોઈ શકતી હોવાથી જીવવું નિરર્થક લાગતું હોવાનું પતીએ મૂલદેવને કહ્યું. મૂલદેવે વિંધ્યવાસિની દેવીની આરાધના કરીને પતીને દેખતી