________________
૧ ૧૯
શોધ-ખોળની પગદંડી પર
મેં ચૂંટી ચંપાની કળી તો દસ મહિના પેડ્યૂટી ટળી મારા પિયુને પૂછ્યું એમખડ વાઢે ઈ જીવે કેમ? મારી પડોશણ દાળ છડે, ને મારા હાથમાં ભંભોલા પડે મારા પિયુને પૂછયું એમ - કામ કરે ઇ જીવે કેમ ? મારા માથે ફૂલનો દડો, મેં જાણ્યું પાણીનો ઘડો મારા પિયુને પૂછ્યું એમપાણી ભરે ઈ જીર્વે કેમ? ખડી સાકરનો શીરો કર્યો, સાત ફેરા એ ઘીમાં તળ્યો, તોય ન મારે ગળે ઊતર્યો, ખીચડી ખાય ઈ જીવે કેમ ? મેં પહેર્યા'તાં હીર ને ચીર, તો ય મારાં છોલાણાં ડીલ, મારા પિયુને પૂછ્યું એમ, જાડાં પહેરે ઈ જીવે કેમ ?
પણ આમ તો ઉદાહરણો ઉપર ઉદાહરણો ટાંક્ય જ જવાય. ભારતીય પરંપરાના પ્રત્યેક યુગમાંથી, અને પ્રત્યેક ભારતીય ભાષાના શિષ્ટ તેમ જ લૌકિક સાહિત્યમાંથી આવાં ઢગલાબંધ ઉદાહરણો મળવાનાં.