________________
શોધ-ખોળની પગદંડી પર
૧૧૫ ધારાનગરી છોડીને નીકળે છે અને રણપ્રદેશમાં પ્રવેશે છે ત્યારે શ્યામલીને તરસ લાગ્યાનો પ્રસંગ વર્ણવતાં, અરણ્યમાં તરસ્યાં હરણાંને લગતા ત્રણ દોહા શ્યામલીના પ્રશ્ન અને સદયવત્સના ઉત્તરરૂપે અપાયા છે તે નીચે પ્રમાણે છે (પૃ. ૨૬) )
(શ્યામ0)નાહ, કુરંગા રન્ન-થલિ, જલ-વિણ કિમ જીવંતિ | (સદ0) નયણ-સરોવર પ્રીતિ-જલ, નેહ-નીર પીયંતિ / (શ્યામ0)ર િન દીઠું પારધિ, અંગિ ન દે બાણ, સુણિ સૂદા સામલિ ભણઈ, ઈહ કિમ ગયા પરાણ. (સદ0) જલ થોડું સનેહ ઘણ, તરસ્યાં બેઉ જણાંહ,
પી” “પીય’ કરતાં સૂકી ગઉ, મૂઆં દોય જણાંહ.
આમાં પહેલા દોહાના ઉત્તરાર્ધ માટે અન્યત્ર મળતું પાઠાંતર વધુ સારું છે : હીલું સરોવર પ્રેમજલ, નયણે નીર પિયતિ. એ અનુસાર પહેલા દોહાનો અર્થ છે :
“ હે નાથ, રણપ્રદેશમાં હરણાં જળ વિના કેમ જીવતાં હશે ?' તેઓ હૃદય-સરોવરમાંથી નયનો વડે પ્રેમજળ પીતાં હોય છે.”
બીજા અને ત્રીજા દોહાનો સંદર્ભ એવો છે કે રણમાં મરેલાં પડેલાં મૃગયુગલને જોઈને શ્યામલી પ્રશ્ન કરે છે અને સદયવત્સ ખુલાસો કરે છે : તેમનો અર્થ છે :
શ્યામલી કહે છે, “સદયવત્સ, સાંભળ તો, રણમાં પારધીને આપણે જોયો નથી. મૃગલાંને બાણ વાગ્યું દેખાતું નથી, તો પછી આમના પ્રાણ કેમ ઊડી ગયા હશે ?' સદયવત્સ ખુલાસો કરે છે : “બંને હરણાં તરસ્યાં થયાં હશે, પણ પાણી થોડું હતું. તું પી, તું પી’ એમ એકબીજાને તાણ કરતાં પાણી સુકાઈ ગયું હશે, અને બંને સાથે મરણ પામ્યાં હશે.”
૩. આનો આધાર એક જુની પ્રાકૃત ગાથા છે : તિસિયા પિયઉ ત્તિ મઓ, મઓ વિ તિસિઓ મઈ કરેઊણ ! ઇય મયમિહુર્ણ તિસિય, પિયઈ ન સલિલ સિશેહેણ //
હરણી તરસી છે તો એ જ પીએ” એમ કરીને હરણ, તો “હરણ તરસ્યો છે તો એ જ પીએ” એમ કરીને હરણી, બંને તરસ્યાં છતાં પાણી પીતાં નથી.”
(૨) ૧. એક પ્રવાસીને પશુની જેમ નીચા વળી, સીધું મોં લગાડીને જળાશયમાંથી