________________
૧૧૪
શોધ-ખોળની પગદંડી પર અખો કહે છે : ‘વેત્તા વિણ વેજા વિના, કોણ અખા કોને કહે
(“અનુભવબિંદુ' છે. ૧૮) એટલે કે “જ્યાં વેત્તા નથી અને વેદ્ય પણ નથી–એટલે કે જ્ઞાતા નથી અને શેય પણ નથી, ત્યાં કોણ કોને કહે ?” * લક્ષ્મીચંદે આ વાત વિધિરૂપે મૂકી છે :
જો જોવઇ, સો જોઈયાં, અણુ ન જોયાં કોઈ' (૨૬).
એટલે કે “જે જોનાર છે તે જ જોવાય છે, બીજું કોઈ જોનાર કે જોવાતું નથી”. આ જ વાતનું તેણે ૨૭મા દોહામાં પુનરાવર્તન કર્યું છે.
પણ જ્ઞાનવૈરાગ્યના વિષયથી આપણે મોં વાળી લઈને શૃંગાર તરફ થોડુંક વળીએ. (૧૫) પ્રેમીઓનું જળપાન
૧. અકબર-બીરબલની સાથે સંકળાઈ ગયેલી અનેક વાર્તાઓ, પ્રસંગો અને ટુચકાઓ પ્રચલિત છે. કાનજીભાઈ બારોટે આવી એક વાત “ગાહી બાત બલવીર કી એવા શીર્ષક સાથે “ઊર્મિનવરચના'માં ગયે વરસે પ્રકાશિત કરી હતી (અંક ૭૦૯, એપ્રિલ ૧૯૮૯, પૃ. ૩૫-૩૭). તેમાં એવો પ્રસંગ છે કે શિકારે ગયેલા અકબર બદશાહે, પાણીના ખાબોચિયા પાસે મરેલાં નરમાદા પંખીને જોઈને, સાથે રહેલા બીરબલને પૂછ્યું,
નહિ પારધિ પાસ મેં, અંગે લગો ન બાણ,
મેં તોહે પૂછું બીરબલ, કિસ બિધ છેડે પ્રાણ.' બીરબલનો ઉત્તર :
નીર થોડો, હેત ઘણો, લગો પ્રીત કો બાણ, તું પી તું પી એમ કરતાં, દોનો છડે પ્રાણ.”
આની પરંપરા જૂની છે. પંદરમા શતકના એક ગુજરાતી કવિએ પોતાના કથાકાવ્યના નાયક-નાયિકા વચ્ચેના સંવાદરૂપે આ પ્રસંગ મૂક્યો છે. તેમાં પંખીયુગલને બદલે હરણાં છે.
- ૨. સદેવંત-સાવલિંગાની વાર્તાનું જે પ્રાચીન રૂપાંતર ભીમકૃત “સદયવત્સવીર-પ્રબંધમાં (૧૫મું શતક) મળે છે તેમાં રાજકુમાર સદયવત્સ શ્યામલી સાથે