________________
दीधिति:१४
भासते इति नियमः आसीत् । परामर्शे च साध्यतावच्छेदकसम्बन्धेनैव साध्यं स्वाधिकरणे भासमानमासीत्, अतोऽनुमितावपि तद् तेनैव सम्बन्धेन भासमानमासीत् । इदानीं तु परामर्श साध्यस्य नियतसम्बन्धेन भासमानत्वं नास्ति, अतोऽनुमितावपि साध्यस्य साध्यतावच्छेदकसम्बन्धेनैव पर्वते भासमानत्वं न नियतं भवति । तथा च कालिकेन वह्निमति पर्वते धूमवत्ताज्ञानात् संयोगादिनापि वह्निमत्ताज्ञानात्मक-अनुमितिभवनापत्तिरिति वाच्यम् व्यापकतादले हेत्वधिकरणं येन सम्बन्धेन गृह्यते, प्रतियोगिता च येन साध्यतावच्छेदकसम्बन्धेनावच्छिन्ना गृह्यते, तेन सम्बन्धेन हेतुमत्ताज्ञानात् तेन सम्बन्धेन वह्निमत्तानुमितिर्भवति इति नियमस्य सद्भावात् न कोऽपि दोषः संभवति । वह्निमान् धूमादित्यत्र व्यापकतादले संयोगेनैव धूमवान् पर्वतादिः गृह्यते, तथा च संयोगेन तादृशधूमवत्ताज्ञानादेवानुमितिः भवति । एवं लक्षणघटकाभावीया प्रतियोगिता साध्यतावच्छेदकसंयोगावच्छिनैव गृह्यते, अतः संयोगेनैव वह्निमत्तानिश्चयो भवति । इत्थं च न क्वापि दोषः इति । समाप्तोऽत्र केषाञ्चिदभिप्रायः।
ननु एतेषां मते तु दीधितग्रन्थो निरर्थको भवेत् । दीधितौ ग्राह्यसामानाधिकरण्ये परामर्शविषयीभूते साध्याधिकरणवृत्तित्वात्मके सामानाधिकरण्ये हेतोः साध्यस्य च यादृशः सम्बन्धः प्रविष्टः, तेनैव सम्बन्धेन व्यापकतादले हेतुमत्ता लक्षणघटकाभावप्रतियोगिता च ग्रहीतुं दर्शिता । एते च केचित् साध्यसामानाधिकरण्ये हेतोः नियतं सम्बन्धं हेतुतावच्छेदकसम्बन्धस्वरूपं स्वीकुर्वन्ति । किन्तु साध्यस्य साध्यतावच्छेदकं सम्बन्धं तत्र सामानाधिकरण्ये न स्वीकुर्वन्ति । तथा च दीधितिग्रन्थविरोधः कथं न भवेत् ? इति चेत् इत्थं ।
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ આ રીતે તો સામાનાધિકરણ્યજ્ઞાનમાં સાધ્યનો કોઈપણ સંબંધથી બોધ તમે માન્યો. હવે અત્યાર સુધી તો એવો નિયમ હતો કે સાધ્યસામાનાધિકરણ્યજ્ઞાનમાં કે સાધ્યસંબંધિતાજ્ઞાનમાં સાધ્ય જે સંબંધથી ભાસે, તે જ સંબંધથી તે સાધ્યનો અનુમિતિમાં બોધ થાય. પણ હવે તો સાધ્યસામા યાદિમાં સાધ્યનો ગમે તે સંબંધથી બોધ થાય છે. તો પછી, “અનુમિતિમાં અમુક ચોક્કસ સંબંધથી જ સાધ્યનો બોધ થવો જોઈએ.” એમાં નિયામક કોઈ જ રહેશે નહિ.
ઉત્તર : આ આપત્તિ બીજી રીતે દૂર થશે. હેતુમવૃત્તિ-અભાવપ્રતિયોગિતાનવચ્છેદક... ઇત્યાદિ એ વ્યાપકત્વદલ કહેવાય છે. આમાં ‘હેતુમા” માં જે સંબંધથી હેતુ ભાસે, તે જ સંબંધથી હેતુમત્તાનું જ્ઞાન અનુમિતિમાં કારણ માનશું. અને એ જ વ્યાપકતાદલમાં પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન જ લેવાની હોવાથી, એ પ્રતિયોગિતા યસંબંધાવચ્છિન્ન ભાસે, તે સંબંધથી જ અનુમિતિમાં સાધ્યનું જ્ઞાન થાય. બીજા કોઈ સંબંધથી ન થાય. આમ માનવાથી અનુમિતિમાં સાધ્યતાવચ્છેદકસંબંધથી જ સાધ્યનો બોધ થશે. એટલે નિષ્કર્ષ હવે એ આવ્યો કે પરામર્શજ્ઞાનમાં હેતુનું જ્ઞાન તો હેતુતાવચ્છેદકસંબંધથી જ થશે. વનિનું જ્ઞાન એ કાલિક-દૈશિક વિશેષણતાદિ કોઈપણ સંબંધથી થશે. અને તેમ છતાં અનુમિતિમાં તો વનિનું જ્ઞાન સાધ્યતાવચ્છેદક સંથી જ થવાનું.
પ્રશ્નઃ પણ જો આવું માનશો તો તમે દીધિતિગ્રન્થનો અર્થ શી રીતે કરશો? દીધિતિમાં તો ચોખ્ખું લખેલ છે કે ગ્રાહ્યસામાનાધિકરણ્યમાં= પરામર્શના વિષયભૂત એવા સાધ્ય-સામાણ્યિમાં હેતુનો અને સાધ્યનો જે સંબંધ પ્રવેશેલો હોય,.... ઇત્યાદિ તમે તો પરામર્શમાં સાધ્યનો સંબંધ ગમે તે જ માનો છો, અને વ્યાપકતાદલમાં રહેલ પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદક સંબંધથી અવચ્છિન્ન લો છો. પણ દીધતિમાં તો ચોકખું લખેલ છે કે, પરામર્શમાં સાધ્યનો જે સંબંધ, તે જ સંબંધથી અવચ્છિન્ન એવી પેલી પ્રતિયોગિતા લેવાની છે. તો આ તો દીધિતિનો જ કચ્ચરઘાણ કાઢી નાંખ્યો, તમે.
Suminiinilinnunni minninnenewinnunniinimummmmmmums
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૩૮