________________
दीधिति: १३
(ii) અધિકરણતાસામાન્યનો અભાવ લેવાનો છે. એ ખ્યાલમાં રાખવું.
હવે પહેલા વિનમાન્ તત્પર્વતત્વાત્ એ સ્થળે અવ્યાપ્તિ દૂર કરીએ. પહેલા તત્પર્વતીયવનિસંયોગસંબંધથી જ વિઘ્નનો અભાવ લઈએ. હવે પ્રતિયોગિતાઅવચ્છેદક યત્ સંબંધ તરીકે તત્પર્વતીયવહ્નિસંયોગ આવશે. તેનાથી અવચ્છિન્ન તત્પર્વતીયવન જ બનશે. અને તેનું અધિકરણ તત્પર્વત બને છે. માટે તત્પર્વતમાં સ્વરૂપસંબંધથી તાર્દશાધિકરણતા રહી ગઈ. આ સ્વરૂપસંબંધ એ તત્પર્વતીયવનિસંયોગાવચ્છિન્તાધિકરણતાનિરૂપિતસ્વરૂપસંબંધ કહેવાશે.
હવે આ વત્ત્વભાવની પ્રતિયોગિતા તો વહ્નિમાં રહેલી છે. એટલે વહ્નિત્વ-અવચ્છિન્નપ્રતિયોગિતા એ યાદશપ્રતિયોગિતા તરીકે લેવી. તેનો અવચ્છેદક નિત્વ બને અને તદવચ્છિન્ન વહ્નિ બને. તેની અધિકરણતા એ તાદશસ્વરૂપસંબંધથી પર્વતમાં છે જ. એટલે અધિકરણતાસામાન્યાભાવ લેવાશે જ નહી. એટલે હવે તત્પર્વતીયવનિ-સંયોગસંબંધથી ઘટનો અભાવ લઈએ, તો પ્રતિયોગિતાવચ્છેદક આ તત્પર્વતીયવહ્નિસંયોગ બનશે. અને તદવચ્છિન્ન તરીકે વહ્નિ બનવાનો. કેમકે વિઘ્ન જ આ સંબંધથી રહે છે. અને તેની અધિકરણતા તત્પર્વતમાં મળી જાય. હવે ઘટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ બનશે. અને તદવચ્છિન્નાધિકરણતા તો ભૂતલાદિમાં આવશે. એ ઘટ કદાચ કાલિકથી તત્પર્વતમાં રહે તો પણ તત્પર્વતમાં કાલિકાવચ્છિન્નઘટાધિકરણતા આવી. અને આ અધિકરણતા એ તત્પર્વતીયવહ્નિસંયોગાવચ્છિન્નવનિ અધિકરણતા-નિરૂપિત-સ્વરૂપસંબંધથી તો તત્પર્વતમાં રહેવાની જ નથી. એટલે તાદેશસ્વરૂપસંબંધથી ઘટત્વાવચ્છિન્તાધિકરણતાસામાન્યનો તત્પર્વતમાં અભાવ મળી જાય છે. અને તેથી તત્પર્વતીયવહ્નિસંયોગાવચ્છિન્ન એવી ઘટીયપ્રતિયોગિતા લઈ શકાય. અને તેનો અનવચ્છેદક વિદ્નત્વ બની જતા લક્ષણ સમન્વય થઈ જાય. માટે અવ્યાપ્તિ ન આવે.
આમાં પદકૃત્ય કરીએ.
સામાન્યપદ ન મુકો તો વિહ્વમાન્ ધૂમામાં અવ્યાપ્તિ આવે. સંયોગથી વન્યભાવ લક્ષણઘટક તરીકે લેવો છે. એટલે પ્રતિયોગિતાવચ્છેદક-યસંબંધ તરીકે સંયોગ આવશે. અને તદવચ્છિન્નવનિની અધિકરણતા હેતુમાન્ એવા પર્વતમાં છે. એટલે અહીં સંયોગાવચ્છિન્નવનિ-અધિકરણતાનિરૂપિત સ્વરૂપસંબંધ થયો. હવે વજ્યભાવની વિનામાં રહેલી વહ્િનત્વાવચ્છિન્નપ્રતિયોગિતા લઈએ તો તેનો અવચ્છેદક વિદ્નત્વ અને તદવચ્છિન્નવનિની અધિકરણતા તો મહાનસાદિમાં પણ છે જ. એટલે મહાનસ, ચત્વર, અયોગોલકમાં રહેલી વધિકરણતા એ તો તાદશસ્વરૂપથી પણ પર્વતમાં રહેવાની જ નથી. એટલે પર્વતમાં આ બધી અધિકરણતાઓનો અભાવ મળી ગયો. અને તેથી સંયોગાવચ્છિન્ન એવી વહ્નિત્વાવચ્છિન્નપ્રતિયોગિતા લઈ શકાશે. અને તેનો અવચ્છેદક વિદ્નત્વ બનતા અવ્યાપ્તિ આવે.
સામાન્યપદ મુકવાથી આ આપત્તિ નીકળી જાય. કેમકે વહ્નિત્વાવચ્છિન્નવનિની અધિકરણતા પર્વતમાં પણ છે જ. અને તે સંયોગાવચ્છિન્નવનિ-અધિકરણતા-નિરૂપિત-સ્વરૂપસંબંધથી જ પર્વતમાં રહે છે. એટલે પર્વતમાં અધિકરણતા સામાન્યનો અભાવ ન મળતા વત્ત્વભાવની પ્રતિયોગિતા લઈ ન શકાય. માટે પછી ઘટાભાવ દ્વારા લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે.
યાદશપ્રતિયોગિતા પદ ન મૂકે અને માત્ર યદભાવપ્રતિયોગિતાવચ્છેદક... તદભાવપ્રતિયોગિતાનવચ્છકત્વ... એમ જ કહે, તો કપિસંયોગાભાવવાનુ આત્મત્વામાં અવ્યાપ્તિ આવે. તે આ પ્રમાણેકપિસંયોગાભાવનો સ્વરૂપથી અભાવ લક્ષણઘટક તરીકે લઈએ છીએ. તો પ્રતિયોગિતાવચ્છેદક સ્વરૂપસંબંધથી
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૧૮