________________
दीधिति: २१
जगदीशी - केचित्तु - "वह्नेः" इत्यत्र " घूमात्" इति, "नाऽतिव्याप्तिः" इत्यनन्तरञ्च “अव्याप्तिर्वा” इति पाठं कल्पयन्तो –'द्रव्यं जाते 'रित्यादावतिव्याप्तिं, 'वह्नि-धूमोभयवान् धूमा' दित्यत्र चाऽव्याप्तिमेव पूर्वलक्षणे दोषं' – सङ्गमयन्ति ॥ २० ॥
चन्द्रशेखरीया : केचित् तु इत्थं दीधितिग्रन्थं प्रतिपादयन्ति - ' वह्नेः' इति अत्र धूमात् इति पदं दृष्टव्यम् । “नातिव्याप्तिः" इति पदानन्तरं तु " अव्याप्तिर्वा" इति पदं कल्पनीयं । तथा च प्राचीनलक्षणं वह्निधूमोभयवान् धूमादित्यत्राव्याप्तं भवति, संयोगसामान्ये वह्निधूमोभयप्रतियोगिकत्वाभावमादाय साध्याभावस्यैव लक्षणघटकत्वसंभवात् । नूतनलक्षणे तु नायं दोषः । संयोगेन वह्निधूमोभयाभावो यदि गृह्येत, तदा प्रतियोगितावच्छेदक: संयोगसम्बन्धो भवति । तेन वह्निधूमोभय- अधिकरणस्यैवाप्रसिद्ध्या तदनधिकरणमपि न ग्रहीतुं शक्यते । अतो वह्निधूमोभयनिष्ठा संयोगावच्छिन्नप्रतियोगिता न लक्षणघटका, किन्तु अन्याः एव, तासु च संयोगावच्छिन्नत्व- वह्निधूमोभयत्वावच्छिन्नत्वोभयाभावसत्वात् लक्षणसमन्वयो भवति ।
अत्र चिन्तनीयमिदं यत् 'वह्निधूमोभयवान् वहनेरित्यत्र नूतनलक्षणेनापि अतिव्याप्तिवारणं कथं भवेदिति' यतः संयोगेन वह्निधूमोभयाभावो गृह्येत । तदा तु प्रतियोगितावच्छेदकसंयोगेन वह्निधूमोभयाधिकरणस्यैवाप्रसिद्धत्वात् तदनधिकरणमपि न ग्रहीतुं शक्यते । तथा च अन्यासु लक्षणघटकप्रतियोगितासु उभयाभावसत्वात् भवत्येवातिव्याप्तिः ।
ચન્દ્રશેખરીયા : કેટલાંકો વળી એમ કહે છે કે દીધિતિમાં જે વઃ હેતુ લખેલો છે તેને બદલે ધૂમાત્ એમ શબ્દ સમજવો. અને નાતિવ્યાપ્તિઃ એ પદની પછી તરત જ અવ્યાપ્તિર્વા એ પાઠ માની લેવો. એટલે હવે આ પ્રમાણે અર્થ થશે કે “જુનું લક્ષણ દ્રવ્ય જાતેઃ માં અતિવ્યાપ્ત અને વિહ્નધૂમોભયવાન્ વહનેઃમાં અવ્યાપ્ત બનતું હતું. પણ અત એવ=નવું લક્ષણ કરવાથી આ અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિ નહીં આવે. સંયોગસામાન્યમાં વનિધૂમોભયપ્રતિયોગિકત્વાભાવ હોવાથી સાધ્યાભાવ જ લક્ષણઘટક બનવાથી ત્યાં અવ્યાપ્તિ આવે. પણ આ નવા લક્ષણમાં તે દોષ નથી. કેમકે સંયોગથી વિઘ્નધૂમોભયાભાવ લો તો પ્રતિયોગિતાવચ્છેદકસંયોગથી વનિધૂમોભયાભાવપ્રતિયોગીનિધૂમોભયનું અધિકરણ જ પ્રસિદ્ધ ન હોવાથી આ અભાવ ન લેવાય. અને
તે સિવાયની બીજા લક્ષણઘટક અભાવની પ્રતિયોગિતામાં તો ઉભયાભાવ મળી જ જાય છે. એટલે લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે.
અહીં જો કે બીજું લક્ષણ એ વિઘ્નધૂમોભયવાન્ વનેેઃ માં અતિવ્યાપ્ત તો બનવાનું જ છે. કેમકે સંયોગથી વિઘ્નધૂમોભયાભાવ લક્ષણઘટક બની શકતો નથી. કેમકે સંયોગથી તાદશોભયનું અધિકરણ જ પ્રસિદ્ધ નથી. તો અનધિકરણ કેવી રીતે લેવાય ? એટલે ત્યાં અતિવ્યાપ્તિ તો ઉભી જ છે. માટે એ વાત વિચારણીય છે.
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૧૯૭