________________
दीधितिः२१
છે. એટલે તે પ્રતિયોગિતા લેવાય અને તેનો અનવચ્છેદક પ્રમેયત્વ બની જાય એટલે અવ્યાપ્તિ ન આવે. અહીં – હેતુમદૂનિષ્ઠાભાવની સાધ્યતાવચ્છેદકસંબંધભિન્નસંબંધાવચ્છિન્નત્વ+સાધ્યતાવચ્છેદકવ્યાપકતા-ઉભયાભાવવાળી હું પ્રતિયોગિતાનો અનવચ્છેદક સાધ્યતાવચ્છેદક – એ લક્ષણ લીધું છે. આમ અહીં કોઈ દોષ રહેતો નથી.
ઉત્તરપક્ષ ઃ તો ય વાંધો છે. જો પેલું જૂનું જ લક્ષણ માનીએ, તો પછી “દ્રવ્યું જાતેઃ સ્થલે વાંધો આવે. અહીં દ્રવ્યત્વ સાધ્ય છે. સાધ્યતાવચ્છેદક તરીકે દ્રવ્યત્વપ્રતિયોગીકસમવાય મળે. પણ સમવાય એક જ હોવાથી આ જ સમવાયથી ગુણાદિમાં ગુણત્વાદિ જાતિઓ છે. એટલે આ સમવાયમાં દ્રવ્ય_પ્રતિયોગિકત્વ +ગુણાનુયોગિકત્વ બેય હોવાથી અતિવ્યાપ્તિ આવે. આ નવા લક્ષણમાં વાંધો ન આવે. સમવાયેન દ્રવ્યત્વાભાવ લઈએ એટલે પ્રતિયોગિતાવચ્છેદક સમવાયથી દ્રવ્યવાભાવપ્રતિયોગીદ્રવ્યવાનધિકરણ એવું ગુણકહેવધિકરણ મળે અને તેથી આ પ્રતિયોગિતા લેવાય અને તેમાં દ્રવ્યત્વત્નાવચ્છિન્નત્વ+સમવાયાવચ્છિન્નત્વ બે ય હોવાથી ઉભયાભાવ ન મળતા અતિવ્યાપ્તિ ન આવે.
એ રીતે એ જૂનું લક્ષણ વનિધૂમોભયવાનું વરમાં અતિવ્યાપ્ત બને. સાધ્યાવચ્છેદક સંયોગમાં વનિધૂમોભયપ્રતિયોગીકત્વ તો રહેવાનું જ નથી, કેમકે વહિન+ધૂમ એ એક જ સંયોગથી રહેવાના નથી. એટલે સંયોગસામાન્યમાં વનિધૂમોભય=(દ્વિવાવચ્છિન્ન) પ્રતિયોગીતાભાવ દ્વારા ઉભયાભાવ મળી જતા અતિવ્યાપ્તિ આવે.
जागदीशी - यद्यपि संयोगमात्रस्यैव द्वित्वावच्छिन्नप्रतियोगिकत्वविरहाद्वह्निधूमोभयत्वावच्छिन्नाभावमादायैव नातिव्याप्तिसम्भावना,
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIMS
चन्द्रशेखरीया : ननु असमञ्जसमिदं यदि हि संयोगसामान्ये वह्निधूमोभयप्रतियोगिकत्वाभावो वर्तते । तर्हि संयोगसामान्ये तमादाय निरुक्तोभयाभाव एव वर्तते । इत्थञ्च वह्निधूमोभयनिष्ठप्रतियोगिता एव लक्षणघटका भवति । तदवच्छेदकं तु वह्निधूमोभयत्वमिति अतिव्याप्तिः न भवति । तत्कथं अतिव्याप्तिनिरूपणं क्रियते इति
चेत्
ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : આ તો વિચિત્ર વાત છે. જ્યારે સંયોગ સામાન્યમાં વનિધૂમોભયપ્રતિયોગીકત્વ અભાવ મળી જાય છે. ત્યારે તો સંયોગ સામાન્યમાં વનિધૂમોભયાભાવને લઈને જ ઉભયાભાવ મળી જતા, વનિધૂમોભયાભાવ જ લક્ષણ ઘટક બની જાય છે અને તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક વહિનધૂમોભયત્વ=સા.અવચ્છેદક જ બની જતા અતિવ્યાપ્તિ આવવાની જ નથી. તો પછી આ અતિવ્યાપ્તિની વાત શી રીતે ઘટે?
जागदीशी – तथाऽपि 'वह्निधूमोभयवान् वह्न रित्यादौ संयोगस्य द्वित्वावच्छिन्नप्रतियोगिकत्व -विरहेऽपि समवायस्यैकत्वेन द्रव्यत्वप्रतियोगिकत्व-गुणानुयोगिकत्वोभयवत्त्वेन 'द्रव्यं जाते' रित्यादौ नातिव्याप्तिरिति-योजना । विरहेऽपि चेति । "चकारस्तु प्रामादिक" इति प्राञ्चः ।।
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૧૯૪