________________
दीधिति:१९
यादृशप्रतियोगिताश्रयघटितलक्षणाभिप्रायैणैव पूर्वपक्षणाव्याप्तिः प्रतिपादिता इति दृष्टव्यम् । अत्र च केवलं स्वरूपेण महाकालत्वे हेतौ कालिकेनाव्याप्यवृत्तिसाध्यकस्थले एव पूर्वपक्षणाव्याप्तिः प्रतिपाद्यते । न त्वन्यत्र । यदि च अन्यस्मिन्स्थानेऽव्याप्तिर्भवेत् तदा तु पूर्वपक्षाभिप्रायो विरुध्येत । अत एव संयोगी एतवृक्षत्वादित्यादौ अव्याप्तिनिराकरणमावश्यकम् इति कृत्वा तन्निरासः कृतः इति बोध्यम् ।
ચન્દ્રશેખરીયા: કેચિત્ કેટલાકો વળી આ પ્રમાણે માને છે કે સાધ્ય-સાધન બદલાય, એમ વ્યાપ્તિલક્ષણ પણ બદલાય એમ માનેલું જ છે. એટલે જ્યાં વિશિષ્ટ સત્તાવાનું જાતે ” વગેરે સ્થાન હોય, ત્યાં જ યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નાનધિકરણે હત્યધિકરણ... એમ કહેવું. ત્યાં જો યાદેશપ્રતિયોગિતા
શ્રયાનધિકરણ”... એમ કહે તો વિશિષ્ટસત્તા-અભાવની પ્રતિયોગિતાનો આશ્રય તો શુદ્ધસત્તા પણ બને. અને B તેનું અનધિકરણ એવું જાત્યધિકરણ=ગુણાદિ ન બને. આમ સાધ્યાભાવ ન મળતા અહીં અતિવ્યાપ્તિ આવે. ઉં એટલે આ સ્થળે એ આપત્તિ દૂર કરવા માટે. “યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નાનધિકરણ” એમ લખવું ઉં જરૂરી છે. બાકી જ્યાં શુદ્ધ સાધ્ય હોય ત્યાં તો લાઘવથી યાદશપ્રતિયોગિતાશ્રયાનધિકરણ... એમ જ લખવું ઉચિત છે અને તેથી હવે શુદ્ધઘટ જ્યાં સાધ્ય છે, ત્યાં મહાકાલમાં તમે મહાકાલભેદવિશિષ્ટઘટાભાવ લો તો પણ હું યાદેશપ્રતિયોગિતાનો આશ્રય તો તાદશ વિશિષ્ટઘટ જેમ બને, તેમ શુદ્ધઘટ પણ બને જ. અને કાલિકથી તો એ ઘટ એ મહાકાલમાં છે જ. એટલે મહાકાલ એ મહાકાલભેદવિશિષ્ટઘટાભાવપ્રતિયોગિતાશ્રયશુદ્ધઘટાધિકરણ જ બને છે. અનધિકરણ નથી બનતું. એટલે આ વિશિષ્ટઘટાભાવ પણ લઈ શકાતો નથી. અને તેથી અવ્યાપ્તિ ઉભી જ રહે છે.
પ્રશ્નઃ તમારા કહેવા પ્રમાણે જો અવિશિષ્ટસાધ્યકસ્થળે યાદશપ્રતિયોગિતાશ્રયાનધિકરણ... એમ મુકીએ તો પછી “સંયોગી એતવૃક્ષત્વા”માં અવ્યાપ્તિ આવે. સંયોગ પણ અવિશિષ્ટ સાધ્ય જ છે. હવે સંયોગાભાવપ્રતિયોગિતાનો આશ્રય તો જલવૃત્તિસંયોગ પણ છે અને તેનું અનધિકરણ એટવૃક્ષ બની જાય છે. એટલે સંયોગાભાવ જ લક્ષણઘટક બની જતા અવ્યાપ્તિ આવે. માટે આ વિવક્ષા બરાબર નથી.
કેચિત્ ઃ પ્રતિયોગિતા એ પ્રતિયોગીસ્વરૂપ માનીએ તો પ્રતિયોગી=સંયોગો તો અનંતા હોવાથી અનંતપ્રતિયોગિતા માનવાનું ગૌરવ થાય. એના કરતા પ્રતિયોગિતાવચ્છેદક-સંયોગત્વ રૂપ જ જો સંયોગનિષ્ઠપ્રતિયોગિતા માનીએ, તો એ તો સંયોગત્વ એક જ હોવાથી પ્રતિયોગિતા એક જ માનવાની રહે, એટલે લાઘવ થાય. હવે આમ પ્રતિયોગિતા=સંયોગત્વરૂપ જ છે અને તેના આશ્રય તરીકે તો માત્ર જલવૃત્તિ સંયોગ ન આવે. પણ બધા સંયોગ આવે. હા પ્રતિયોગિતા જો સ્વતંત્રધર્મ હોત તો પ્રતિયોગિતાનો આશ્રય કેવલ જલવૃત્તિ-સંયોગ બને. પણ હવે તેવું ન બને. અને પ્રતિયોગિતાશ્રય એવા તમામ સંયોગનું અનધિકરણ તો એતવૃક્ષ બનવાનો જ નથી માટે એ સંયોગાભાવ ન લેવાય. પણ ઘટાભાવાદિ જ લેવાય. એટલે ત્યાં આવ્યાપ્તિ ન આવે. આ રીતે “ઘટવાનું મહાકાલ–ાતુ'માં અવ્યાપ્તિ સમજવી.
जागदीशी -तच्चिन्त्यम्,-'कालो घटवान् महाकालत्वा' दित्यादावव्याप्तिवारणार्थमेवाऽविशिष्टसाध्यकस्थलेऽपि प्रतियोगितावच्छेदकावच्छिन्नानधिकरणत्वप्रवेशस्य प्रामाणिकतया गौरवस्याकिञ्चित्करत्वादिति ।
Holdilolology
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા . ૧૦૦