________________
दीधितिः२
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ મળે ખરા. પણ એ ન લેવાય. કેમકે આપણે જોઈ ગયા. છીએ કે અભાવ એ પ્રતિયોગિવ્યધિકરણ પણ હોવો જોઈએ. પ્રતિયોગિવ્યધિકરણ="પ્રતિયોગ-અધિકરણઅવૃત્તિ". હવે આ અર્થ પ્રમાણે લક્ષણ–પ્રતિયોગિઅધિકરણ-અવૃત્તિ-હે–ધિકરણ-વૃત્તિ-અભાવ... બનશે. તમે તત્તદંડીના અભાવ એ હત્યધિકરણોમાં ચાલની ન્યાયથી રાખ્યા. ધારો કે પ્રથમ દંડી-અભાવનો પ્રતિયોગિ પ્રથમદંડી છે. તો આ અભાવ એ સાધ્યતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગિ જે અધિકરણમાં રહે તે અધિકરણમાં ન રહેનારો લેવાનો છે. અહીં તો શુદ્ધદંડીવૃત્તિ-પુરૂષત્વાવચ્છિન્ન-અધિકરણતા એ સાધ્યતાવચ્છેદક સંબંધ છે તદંડી=પ્રતિયોગી એ શુદ્ધદંડી ન હોવાથી સ્વ=તરીકે તે નહીં લેવાય. અને તેથી આ સંબંધથી આ પ્રતિયોગી ક્યાંય રહેતો જ ન હોવાથી અહીં પ્રતિયોગિ-અધિકરણ જ ન મળતા પ્રતિયોગિ-અધિકરણ-અવૃત્તિ એવો અભાવ પણ ન લઈ શકાય. એટલે તત્ત૮ડી-અભાવો લક્ષણઘટક તરીકે લઈ ન શકાય માટે એ અભાવની પ્રતિયોગિતા લક્ષણમાં આવતી જ નથી. એટલે સંયોગેન ઘટાભાવ લઈ તેની પ્રતિયોગિતાના અનવચ્છેદક સાધ્યતાવચ્છેદક દંડ મળી જાય. માટે વાંધો ન આવે. { [પ્રશ્નઃ આ તો ધંધો કરીને કમાણી કરવા જતાં તમને મૂડી ખોવાનો વારો આવ્યો. સાધ્યતાવચ્છેદક સંબંધ દંડવૃત્તિપુરૂષત્વાવચ્છિન્નાધિકરણત્વ માનેલ છે. આ સંબંધથી તો માત્ર શુદ્ધદંડી જ રહી શકે. બીજા કોઈપણ પદાર્થો શુદ્ધદંડી ન હોવાથી સંબંધના પ્રથમ શબ્દ "દંડી" તરીકે એ ન લેવાતા આગળ કંઈ જ ન મળે. અને આ શુદ્ધદંડીનો અભાવ તો દંડસંયોગવાનું ભૂતલાદિમાં મળવાનો જ નથી. બીજા કોઈપણ પદાર્થો આ સંબંધથી ક્યાંય રહેતા ન હોવાથી તેઓને આ સંબંધથી અધિકરણ જ ન મળવાથી પ્રતિયોગિ-અધિકરણ જ ન મળતા તે પદાર્થોના અભાવો પ્રતિયોગિવ્યધિકરણ તરીકે લઈ નહીં શકાય. માટે આ અવ્યાપ્તિદોષ સ્પષ્ટ જ છે. હું કે ઉત્તરઃ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવ લેવાનો. એમ જે કહેલ છે તેનો અર્થ એ કરવો કે "સાધ્યતાવચ્છેદકસંબંધ-ભિન્નસંબંધાવચ્છિન્નત્વ-સાધ્યનિષ્ઠત્વ-ઉભયાભાવવત્વતિયોગિતાક-અભાવ." ઘટાભાવી પ્રતિયોગિતા ઘટમાં છે. તે પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકસંબંધભિન્નસંયોગસંબંધાવચ્છિન્નત્વ હોવા છતાં પણ સાધ્ય (ડી) નિષ્ઠત્વ ન હોવાથી આ પ્રતિયોગિતા એ ઉભયાભાવવાળી છે. માટે એ પ્રતિયોગિતા લઈ શકાય. તેના અનવચ્છેદક દંડી હોવાથી લક્ષણ ઘટી જાય છે. ભૂતલમાં તત્ત–દંડી-અભાવની પ્રતિયોગિતા એ સાધ્યતા વચ્છેદકસંબંધભિન્નસંયોગસંબંધવચ્છિન્ન પણ છે અને સાધ્ય-દંડીમાં રહેલી જ આ પ્રતિયોગિતા છે. એટલે આ પ્રતિયોગિતા ઉભયવાળી બની. ઉભયાભાવવાળી ન બની. માટે તે લક્ષણમાં ઘટક તરીકે ન બની શકે. જો કે ભૂતલમાં સાધ્યતાવચ્છેદક પરંપરાસંબંધથી પણ તદંડીનો અભાવ તો મળી જ જાય. પણ તે સંબંધથી તદંડી=પ્રતિયોગી ક્યાંય રહેતો ન હોવાથી પ્રતિયોગિ-અધિકરણ ન મળતા પ્રતિયોગિ-અધિકરણ-અવૃત્તિ એવો
આ અભાવ ન બને. અને માટે તે ન લેવાય. આમ ઘટાભાવાદિ એ લક્ષણઘટક બની જતાં અવ્યાપ્તિ ન આવે કે આ પદાર્થ ખૂબ ગહન છે. જાગદીશીમાં આનો સ્પષ્ટ ખુલાસો નથી. પણ વામાચરણભટ્ટાચાર્યની નિવૃત્તિ ટીકાને આધારે જ આ પદાર્થ સ્પષ્ટ થાય છે.]
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ ૫૦
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀