________________
दीधिति: ८
ચન્દ્રશેખરીયા: પૂર્વપક્ષ: ભલે અવ્યાપ્યવૃત્તિસાધ્યકસ્થલીય એવું પ્રતિયોગિવ્યધિકરણત્વઘટિત લક્ષણ તો *અતિવ્યાપ્ત નહીં બને. પણ વ્યાપ્યવૃત્તિસાધ્યસ્થલીય જે લક્ષણ છે એ તો અતિવ્યાપ્ત બનવાનું જ છે. એ લક્ષણમાં જો હેત્વધિકરણમાં વૃત્તિ અભાવ ગમે તે સંબંધથી લેવાનું રાખે તો તો સત્તાવાત્ જાતેઃ ઇત્યાદિમાં જાતિ-અધિકરણ દ્રવ્યાદિમાં સત્તા-અભાવ કાલિકથી રહી જવાથી વ્યાપ્યવૃત્તિની પહેલી વ્યાખ્યા પ્રમાણે વ્યાપ્ય-વૃત્તિ ગણાતા એવા સત્તાસાધ્યવાળા સ્થલે તો સાધ્યાભાવ જ લક્ષણઘટક બની જતા અવ્યાપ્તિ આવે. તે નિવારવા વ્યાપ્યવૃત્તિસાધ્યકસ્થલે સ્વરૂપસંબંધથી જ અભાવ લેવાની વિવક્ષા કરવી જ પડે. દ્રવ્યાદિમાં સત્તા-અભાવ સ્વરૂપથી ન મળવાથી તે લેવાય. એટલે ઘટાભાવાદિ લઈ લક્ષણસમન્વય થઈ જાય. આમ વ્યાપ્યવૃત્તિસાધ્યકમાં તો હેત્વધિકરણમાં સ્વરૂપથી જ અભાવ લેવાનો છે. પ્રસ્તુતમાં પણ કાલિકેન ગૌ એ વ્યાપ્યવૃત્તિ હોવાથી અહીં એ લક્ષણ વિચારીએ તો ગોત્વાધિકરણ એવા મહાપ્રલયમાં સ્વરૂપસંબંધથી તો ગો-અત્યન્તાભાવ રહી જ ન શકે કેમકે પ્રલયમાં સ્વરૂપથી ગોધ્વંસ રહેલો છે. આમ સાધ્યાભાવ ન લેવાતા આ વ્યાપ્યવૃત્તિસાધ્યકસ્થલીય લક્ષણ અતિવ્યાપ્ત બને.
܀܀܀܀܀܀܀܀܀܀܀
जगदीशी -- न च कालिकसम्बन्धावच्छिन्नप्रतियोगिताकस्य दैशिक [विशेषणता ] सम्बन्धेन हेतुमन्निष्ठा [ऽत्यन्ता] भावस्याप्रसिद्ध्या तथाऽपि नातिव्याप्तिरिति वाच्यम्;
चन्द्रशेखरीयाः न, मा भवतु साध्याभावो लक्षणघटकः । तथापि तत्र कस्यापि अभावस्य लक्षणाघटकत्वात् लक्षणसमन्वयाभावादेव नातिव्याप्तिः । यतो येऽनित्याः पदार्थाः, तेषां सर्वेषां महाप्रलयकाले स्वरूपेण ध्वंसो वर्तते अतः: तेषां अत्यन्ताभावो न ग्रहीतुं शक्यते । ये च नित्याः पदार्थाः, ते सर्वे महाप्रलयकाले साध्यतावच्छेदककालिकेन वर्तन्ते अतः तेषामपि कालिकावच्छिन्नप्रतियोगिताकोऽभावो न ग्रहीतुं शक्यते । एवं च नातिव्याप्तिः ।
ચન્દ્રશેખરીયા: મધ્યસ્થઃ ભલે ને સાધ્યાભાવ લક્ષણઘટક ન બને. પણ લક્ષણ સમન્વય ક૨વા માટે બીજો અભાવ તો લક્ષણઘટક બનાવવો જ પડશે ને? કાલિકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક એવો કોઈપણ અત્યન્તાભાવ સ્વરૂપસંબંધથી [દૈશિકવિશેષણતાસં.થી] હેતુમ=મહાપ્રલયમાં રહેવાનો જ નથી. કેમકે ઘટ-પટ-પુસ્તકાદિ બધી વસ્તુઓના ધ્વંસો સ્વરૂપથી મહાપ્રલયમાં હોવાથી ત્યાં સ્વરૂપથી તેઓનો અત્યન્નાભાવ રહી શકવાનો નથી જ. અને જે નિત્યવસ્તુઓ છે એ તો કાલિકસં.થી ત્યાં મહાપ્રલયકાળમાં રહેલી જ છે એટલે તેમનો પણ કાલિકથી ત્યાં અભાવ સ્વરૂપથી રહેવાનો જ નથી. માટે કોઈપણ અભાવ લક્ષણઘટક ન બનતા લક્ષણસમન્વય જ ન થતા અતિવ્યાપ્તિ ન આવે.
जगदीशी -- सृष्टिकालवृत्तित्वादिविशिष्टगोत्वादेरत्यन्ताभावस्यैव तादृशस्य प्रसिद्धत्वादिति भावः ।
चन्द्रशेखरीयाः ननु सृष्टिकालवृत्तित्वविशिष्टगोत्वं तु महाप्रलयकाले न कालिकेन वर्तते । तथा च महाप्रलयकाले कालिकावच्छिन्नप्रतियोगिताकः तादृशविशिष्टगोत्वात्यन्ताभावो वर्तते । तथा च व्याप्यवृत्तिसाध्यकस्थलीयलक्षणं प्रतियोगिवैयधिकरण्याघटितं सृष्टिकालवृत्तित्वविशिष्टगोत्वाभावमादायात्र समन्वितं इति अतिव्याप्तिः वज्रलेपकल्पा:
܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૧૯૭
܀܀܀܀܀܀