________________
दीधितिः७
વિહ્નિ-અભાવાભાવ એ પણ સ્વપ્રતિયોગિપટાભાવ સમાનાધિકરણ બની જતા તે અભાવ પણ લક્ષણઘટક ન
બની શકે અને તેથી અવ્યાપ્તિ આવે. કે પ્રશ્નઃ અહીં તમે અભાવમાત્ર પ્રતિયોગિક અભાવને પણ અધિકરણસ્વરૂપ માન્યો. પણ એ અભાવ વિશિષ્ટાભાવરૂપ ન હોવો જોઈએ. એમ કેમ કહો છો?
ઉત્તરઃ જો અભાવમાત્રપ્રતિયોગિક વિશિષ્ટાભાવને પણ અધિકરણસ્વરૂપ માનીએ તો તો પછી "અત્યન્ત"પદ લક્ષણમાં મુક્યા પછી ય વાંધો આવે. તે આ પ્રમાણે "વર્તિમાનું ધૂમાતુ" એમાં ઘટાભાવને લક્ષણઘટક બનાવશું. તેના પ્રતિયોગી તરીકે ઘટપટાભાવ પણ બને છે. પણ પટાભાવ એ તો પટાભાવભેદરૂપ ઘટાભાવનો નિરૂપક છે. અર્થાત્ તે અત્યન્તાભાવનિરૂપક નથી. પણ ભેદનિરૂપક છે. એટલે તે પ્રતિયોગીની વિચારણા જ નથી કરવાની. ઘટ એ અત્યન્તાભાવત્વનિરૂપક છે. અને એ તો પર્વતમાં ન રહેતો હોવાથી આ ઘટાભાવ એ લક્ષણઘટક બની શકે પણ હવે વિશિષ્ટાભાવરૂપ એવા અભાવમાત્રપ્રતિયોગિક-અભાવને અધિકરણ સ્વરૂપ માનીએ તો વાંધો આવે. ઘટાભાવમાં ગગન ન રહેતું હોવાથી ઘટાભાવ ગગનાભાવવાનું છે. હવે એ "ગગનાભાવો ઘટાભાવઃ ન" એમ કહી શકાતું હોવાથી એ ગગનાભાવ એ ઘટાભાવભેદવિશિષ્ટ છે. હવે ઘટાભાવમાં ગગનાભાવ રહેતો હોવા છતાં ઘટાભાવભેદવિશિષ્ટ એવો ગગનાભાવ ન રહે. કેમકે ઘટાભાવમાં ઘટાભાવભેદ રહેતો નથી. એટલે "ઘટાભાવઃ ઘટાભાવભેદવિશિષ્ટગગનાભાવસ્ય અભાવવાનું બને. હવે આ વિશિષ્ટગગનાભાવાભાવ એ અભાવમાત્રપ્રતિયોગિક હોવાથી તે સ્વાધિકરણ=ઘટાભાવ સ્વરૂપ માનીએ તો આ વિશિષ્ટગગનાભાવાભાવનો પ્રતિયોગી વિશિષ્ટગગનાભાવ એ ઘટાભાવનો પ્રતિયોગી પણ ગણાય. અને આ વિ.ગગનાભાવ તો પર્વતમાં રહેલો જ છે. વળી આ વિગગનાભાવ એ વિ.ગગનાભાવાભાવનિષ્ઠ અત્યન્તાભાવત્વનો નિરૂપક એવો જ પ્રતિયોગી છે. અને ઘટાભાવ આવા પ્રતિયોગીને સમાનાધિકરણ બની જતાં હવે તો ઘટાભાવ પણ અત્યન્તાભાવત્વનિરૂપકપ્રતિયોગિ-અસમાનાધિકરણ ન બનતા અવ્યાપ્તિ આવી રહે. આથી જ વિશિષ્ટાભાવને "એ અભાવમાત્રપ્રતિયોગિક હોય" તો પણ અધિકરણ સ્વરૂપ માનવાનો નથી. અને એટલે આવો વિશિષ્ટગગનાભાવાભાવ એ સ્વાધિકરણ એવા ઘટાભાવથી જુદો જ માનવાનો રહેશે. અને તેથી ઘટાભાવના પ્રતિયોગી તરીકે ઘટ જ અત્યન્તાભાવવનિરૂપક બનવાથી એ જ પ્રતિયોગી લેવાય. અને તેને અસમાનાધિકરણ એવો પર્વતવૃત્તિ-ઘટાભાવ છે જ. એટલે કોઈ દોષ ન આવે.
પ્રશન: આનો અર્થ એમ કે અત્યન્ત પદ ન લખીએ તો તમામ અભાવો પ્રતિયોગિસમાનાધિકરણ જ બનવાના. અને તો પછી "સ્વપ્રતિયોગિ-અસમાનાધિકરણ-અભાવ અસંભવિત છે" એમ કહેવાને બદલે "દુર્લભ છે." એમ શા માટે કહ્યું?
जागदीशी -- अग्रे विवक्षणीयस्य साध्यताघटकसम्बन्धेन प्रतियोग्यसामानाधिकरण्यस्य 'वह्निमान् धूमादि'त्यादौ घटाद्यभावे सत्वान्न सर्वत्राप्रसिद्धिः। किन्तु स्वरूपसम्बन्धेनाभावस्य साध्यतायामेवेति: सूचयितुमप्रसिद्धिमपहाय ‘दुर्लभत्व'मुक्तम् ।
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૫૭