________________
दीधितिः६
ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષઃ ઉભયત્નાવચ્છિન્ન-અભાવને વિશિષ્ટત્નાવચ્છિન્ન-અભાવથી જુદો માનવો છે. તો એ ભલે માનો. પણ એ બધે જ ન માનવો. જે બે ધર્મો પરસ્પર વિરુદ્ધ હોય જેમકે ઘટત્વ-પટ૮. જ્યાં ઘટવ હોય ત્યાં પટવ ન જ મળે. જ્યાં પટવ હોય ત્યાં ઘટત્વ ન મળે. તો આવા વિરુદ્ધઘટત્વપટત્વ-ઉભયત્નાવચ્છિન્ન અભાવને ઘટત્વવિશિષ્ટપટવાભાવથી જુદો માનવો. પરંતુ જે બે ધર્મો પરસ્પર વિરુદ્ધ ન હોય જેમકે ભૂતત્વ અને મૂર્તત્વ એ પૃથ્યાદિમાં તો સાથે જ રહેનારા હોવાથી પરસ્પર વિરુદ્ધ નથી. તો એવા પરસ્પર-અવિરૂદ્ધમૂર્તત્વભૂતત્વોત્વાવચ્છિન્ન-અભાવ તો ભૂતત્વવિશિષ્ટમૂર્તિત્વાભાવ રૂપ જ માનવો જોઈએ, કેમકે અહીં તો ભૂતત્વવિ. મૂર્તત્વ પ્રસિદ્ધ છે. એટલે તેનો અભાવ પણ પ્રસિદ્ધ છે. અને આ ઉભયાભાવ અને વિશિષ્ટાભાવ સમવ્યાપક પણ છે. એટલે એમને એક જ માનવા જોઈએ. પૃથ્વી વિગેરે ચાર સિવાય બધે જ વિશિષ્ટાભાવ+ઉભયાભાવ મળે જ છે. એટલે એમને લાઘવથી એક જ માનવા ઉચિત છે. અને એટલે જ લક્ષણઘટક બનેલ વિશિષ્ટાભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક તાદશોભયત્વ બની જતા અતિવ્યાપ્તિ ન આવે. કે ઉત્તરઃ ભલે. પણ એ વિશિષ્ટાભાવની પ્રતિયોગિતા વિશિષ્ટમાં છે અને એ ભૂતત્વવિશિષ્ટમૂર્તત્વવાવચ્છિન્ન એવી જ તે વિશિષ્ટમૂર્તત્વ નિષ્ઠપ્રતિયોગિતા છે. અને તાદશપ્રતિયોગાતાશ્રયનું જ અનધિકરણ હત્યધિકરણ મન બને છે. તો યાદશપ્રતિયોગિતાશ્રયનું અનધિકરણ મન છે. તાદશવિશિષ્ટમૂર્તત્વાવચ્છિન્નપ્રતિયોગિતાનો અવચ્છેદક તો વિશિષ્ટમૂર્તત્વ જ બનશે. ઉભયત્વ નહીં બને. અને એ રીતે લક્ષણસમન્વય થઈ જતા અતિવ્યાપ્તિ આવશે. { આમ ભલે ભૂતત્વવિશિષ્ટમૂર્તતાભાવ અને ભૂતત્વમૂર્તવોભયાભાવને એક માનો. ભલે વિશિષ્ટાભાવ
લક્ષણઘટક બને. પરંતુ તે વિશિષ્ટાભાવની વિશિષ્ટમૂર્તિત્વ–ાવચ્છિન્નપ્રતિયોગિતાના આશ્રયનું અનધિકરણ જ મિન બને છે. શુદ્ધમૂર્તવવાવચ્છિન્નપ્રતિયોગિતાનો આશય શુદ્ધમૂર્તત્વનું અનધિકરણ મન બનતું નથી. એટલે
અહીં વિશિષ્ટમૂર્તતાવચ્છિન્નપ્રતિયોગિતા જ લેવાની રહે. અને તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક એ જ સાધ્યતાવચ્છેદક બની જતાં અતિવ્યાપ્તિ આવે. એટલે માત્ર "પ્રતિયોગિતાશ્રય-અસમાનાધિકરણ" પદ જ લઈએ તો અતિવ્યાપ્તિ આવવાની જ છે.
પ્રશ્ન: પણ લક્ષણમાં એવું તો કહ્યું જ નથી કે "યાદશપ્રતિયોગિતાશ્રય-અસમાનાધિકરણ અભાવ મળે. તાદૃશપ્રતિયોગિતાનો અનવચ્છેદક જ સાધ્યતાવચ્છેદક બનવો જોઈએ." આ તો તમે નવું ઉમેરીને હાથે કરીને અતિવ્યાપ્તિ ઉભી કરો છો. લક્ષણમાં તો માત્ર "પ્રતિયોગિતાશ્રયાસમાનાધિકરણ" પદ જ છે. એટલે વિશિષ્ટાભાવની પ્રતિયોગિતાનો આશ્રય વિશિષ્ટમૂર્તિત્વ અને તેનું અનધિકરણ મન બને. અને એ પ્રતિયોગિતા વિશિષ્ટમૂર્તત્વવાવચ્છિન્ન લીધી ન હોવાથી આ પ્રતિયોગિતાનો અવચ્છેદક ઉભયત્વ પણ બની જાય જ છે. કેમકે વિશિષ્ટાભાવ અને ઉભયાભાવ એક જ છે. એટલે વિશિષ્ટમાં આવેલી પ્રતિયોગિતાનો અવચ્છેદક તો ઉભયત્વ બની શકે. હા વિશિષ્ટમૂર્તત્વ-અવચ્છિન્નપ્રતિયોગિતાનો અવચ્છેદક ઉભયત્વ ન બને. પણ વિશિષ્ટમૂર્તિત્વ-અવચ્છિન્નપ્રતિયોગિતા લેવાની જ ક્યા છે? પેટ ચોળીને શૂળ ઉભું કરી પછી દવા લેવાની આ પદ્ધતિ જ ખોટી છે.
जागदीशी -- तावताऽपि हेतुमतो यादृशप्रतियोगिताश्रयानधिकरणत्वं तादृशप्रतियोगितानवच्छेदकत्वस्य
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૪૯