________________
दीधितिः६
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
ચન્દ્રશેખરીયા: ઉત્તર: તમારી વાત સાચી છે. પ્રતિ.અસમાપદ વિનાની વ્યાપ્તિની અપેક્ષાએ તો જાતિ હેતુ એ વિ.સત્તાનિરૂપિતવ્યાપ્તિવાળું બનતું નથી. અર્થાત્ "જાતિમાં વિ.સત્તાનો વ્યભિચાર છે જ" પણ એ જ્ઞાન થવા છતાં ય વિ.સત્તાથી નિરૂપિત એવી જાતિમન્નિષ્ઠ-પ્રતિયોગિ-અસમાનાધિકરણપદઘટિતવ્યાપ્તિનું તો એ જાતિમાં જ્ઞાન થઈ જ શકે છે. અને તે જ્ઞાન થવાથી અહીં પરામર્શજ્ઞાનરૂપ આ કારણ દ્વારા વિશિષ્ટત્તાસાધ્યક અનુમિતિ થવાથી આપત્તિ આવશે. અને પેલું પરામર્શજ્ઞાન સાચું હોવાથી આ અનુમિતિ પણ સાચી માનવાની આપત્તિ આવશે. આમ અહીં અતિવ્યાપ્તિ એટલે "વ્યાપ્તિલક્ષણ એ લક્ષ્યતરમાં ઘટી જવું" એવો અર્થ ન કરવો પણ "પ્રતિયોગિ-અસમા.પદઘટિતવ્યાપ્તિપ્રકારક-પરામર્શપ્રમાજ્ઞાનથી પ્રમાત્મક અનુમિતિ થવાની આપત્તિ" એ જ અતિવ્યાપ્તિ.
આશય એ છે કે આ સાધ્ય વ્યાપ્યવૃત્તિ હોવાથી અહીં વ્યાપ્તિ લક્ષણ તો પ્રતિ.અસમાવિશેષણ-અઘટિત જ લેવાનું છે. અને એ લક્ષણ અહીં ઘટવાનું નથી. કેમકે સાધ્યાભાવ જ લક્ષણઘટક બની જાય છે. એટલે લક્ષણ તો અતિવ્યાપ્ત બનવાનું નથી જ. પણ આ "વિ.સત્તાનિરૂપિતવ્યભિચારવતી જાતિ" એવું જ્ઞાન હોવા છતાં પણ "પ્રતિ.અસમાના. વિશેષણ ઘટિતવ્યાપ્તિમતી જાતિ" એવું જ્ઞાન તો શક્ય જ છે. કેમકે જ્ઞાનને કંઈ રોકી ન શિકાય. અને એ જ્ઞાન સાચું પણ છે જ. અને તેથી તેના દ્વારા આ સ્થલે પ્રમાત્મક અનુમિતિ થવાની આપત્તિ આવે જ છે. એને જ અતિવ્યાપ્તિ તરીકે ગણવી.
પ્રશ્નઃ આવી અતિવ્યાપ્તિ તો બીજી રીતે દૂર થઈ શકે છે. વ્યાપ્યવૃત્તિતાનવચ્છેદકધર્મઅવચ્છિન્નસાધ્યતાકઅનુમિતિ પ્રત્યે જ પ્રતિયોગિ-અસમાનાધિકરણહેતુમન્નિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકત્વાદિજ્ઞાન કારણ માનશું. વિ.સત્તા એ વ્યાખવૃત્તિ હોવાથી વિ.સત્તાવ એ તો વ્યાપ્યવૃત્તિતાવચ્છેદક છે. અને તેનાથી અવચ્છિન્ન વિ.સત્તા છે. એટલે વિ સત્તાસાધ્યક-અનુમિતિ તો વ્યાપ્યવૃત્તિતાનવચ્છેદકધર્માવરિછન્નસાધ્યતાક ન હોવાથી નિરુક્તજ્ઞાન દ્વારા તે અનુમિતિ થવા રૂપ અતિવ્યાપ્તિ પણ નહીં આવે. એટલે પ્રતિયોગિ-અસમાનાધિકરણ.=પ્રતિયોગિતાવચ્છેદકઅવચ્છિન્ન.... એવો ખુલાસો કરવાની કોઈ જરૂર નથી. કે ઉત્તરઃ જવા દો એ વાત. વ્યાપ્યવૃત્તિની બીજી વ્યાખ્યા પ્રમાણે તો આ વિ.સત્તા પણ અવ્યાપ્યવૃત્તિ સાધ્ય જ છે. કેમકે "સાધ્યતાવચ્છેદકસમવાયસંબંધથી વિ.સત્તાનું અધિકરણ જે દ્રવ્ય, તેમાં વિશેષનિષ્ઠ એવો વિ.સત્તાઅભાવ કાલિકથી રહે જ છે. અને તેની પ્રતિયોગિતા વિ.સત્તામાં છે. એટલે વિ.સત્તામાં તાદૃશપ્રતિયોગિતાઅભાવ ન મળતા તે વ્યાપ્યવૃત્તિ ન ગણાય. અને એટલે આ સ્થાને વ્યાપ્તિલક્ષણ પ્રતિયોગિ-અસમાનાધિકરણપદથી ઘટિત જ બનવાનું. અને તે પછી જાત્યધિકરણ ગુણાદિમાં વિશિષ્ટ સત્તા-અભાવ એ સ્વપ્રતિયોગિવિશિષ્ટસત્તાવભિન્નશુદ્ધસત્તાને સમાનાધિકરણ જ બને છે. [ગુણમાં શુ સત્તા રહેલી છે માટે] એટલે આ સાધ્યાભાવ લક્ષણઘટક ન બનતા ઘટાભાવાદિ લઈને લક્ષણસમન્વય થઈ જતાં અતિવ્યાપ્તિ આવે જ. તે નિવારવા માટે ઉપર્યુક્ત ખુલાસો જરૂરી છે. વિ.સત્તા-અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક વિ.સત્તાવ છે. અને તદવચ્છિન્ન વિ.સત્તા જ બને. અને તે તો ગુણમાં ન રહેતી હોવાથી ગુણનિષ્ઠ=વિ.સત્તા-અભાવ એ સ્વપ્રતિયોગિઅસમા. બની જાય. આમ સાધ્યાભાવ જ લક્ષણઘટક બનતા અતિવ્યાપ્તિ ન આવે.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત-ગુજરાતી સરલ ટીકાઓ - ૧૪૩
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀