________________
૨૩૨
અતિવ્યાપ્તિ આવશે.
(વાસ્તવમાં જોવા જઈએ તો ‘સ્થિતિસ્થાપપાન્ય...' આ પાઠ ઉચિત લાગતો નથી. કદાચ ‘રૂપ’ પદથી ‘નીલરૂપ’ની વિવક્ષા પણ કરીએ તો ભલે ‘સ્થિતિસ્થાપકનીલરૂપાન્યતર’ પૃથિવીમાત્રમાં સમવેત છે. પરંતુ તાદશવૃત્તિ જે ‘સ્થિતિસ્થાપકનીલરૂપાન્યતરત્વ’ ધર્મ છે તે સંસ્કારત્વનો વ્યાપ્ય ધર્મ નહીં બની શકે. કારણ કે તાદશ ‘અન્યતરત્વ’ ધર્મ નીલરૂપમાં હોવા છતાં પણ ત્યાં ‘સંસ્કારત્વ’ નથી માટે ‘યંત્ર યંત્ર તાદૃશાન્યતરત્ન તત્ર તંત્ર સંÓારત્વમ્' આ રીતે
સંસ્કારત્વની સાથે વ્યાપ્યવ્યાપકભાવ નહીં ઘટી શકે.
તેથી ‘સ્થિતિસ્થાપવૃથિવીવૃત્તિવેાન્યતરત્વમાવાય વેળવારળાય જ્ઞાતીતિ’ આ પાઠ સમુચિત લાગે છે કારણ કે પૃથિવીવૃત્તિવેગ અને સ્થિતિસ્થાપક આ બન્ને પૃથિવીમાત્રમાં સમવેત છે અને એમાં રહેનારો તાદશ ‘અન્યતરત્વ’ ધર્મ પણ સંસ્કારત્વને વ્યાપ્ય છે. કારણ કે વેગ અને સ્થિતિસ્થાપક આ બન્ને સંસ્કારના જ પ્રભેદ છે. આમ, તાર્દશાન્યતરત્વ ધર્મને લઈને વેગમાં અતિવ્યાપ્તિ આવે છે. તે અતિવ્યાપ્તિના નિવારણ માટે લક્ષણમાં ‘જ્ઞાતિ’ પદનો નિવેશ છે.
‘સ્થિતિસ્થાપવૃથિવીવૃત્તિને નાન્યતરત્ન' ધર્મ, જાતિ સ્વરૂપ ન હોવાથી તેને લઈને વેગમાં અતિવ્યાપ્તિ નહીં આવે.)
હવે ગુણનું લક્ષણ કરે છે – દ્રવ્યમિન્નત્વે સતિ સામાન્યવાન્ મુળઃ ।
* જો ‘સામાન્યવાન્ મુળ:' આટલું જ ગુણનું લક્ષણ કરીએ તો દ્રવ્ય અને કર્મમાં પણ અતિવ્યાપ્તિ આવશે કારણ કે સામાન્ય = જાતિ તો દ્રવ્ય અને કર્મમાં પણ રહે છે. જેથી સામાન્યવાન્ દ્રવ્ય અને કર્મ પણ થશે. તેથી લક્ષણમાં ‘દ્રવ્યમંભિન્નત્વે સતિ' પદનો નિવેશ છે.
* જો ‘દ્રવ્યમંભિન્નત્વ’ આટલું જ ગુણનું લક્ષણ કરીએ તો સામાન્યાદિ પણ દ્રવ્ય અને કર્મથી ભિન્ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં ‘સામાન્યવાન્’ એવા વિશેષ્યદલના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે સામાન્યાદિમાં જાતિ રહેતી નથી. (સામાન્યાદિમાં જાતિ કેમ નથી રહેતી? એનું વિવરણ જીજ્ઞાસુઓએ મુક્તાવલી આદિ ગ્રન્થોમાંથી જાણવું.) કર્મ - નિરૂપણ
मूलम् : चलनात्मकं कर्म । ऊर्ध्वदेशसंयोगहेतुरुत्क्षेपणम्, अधोदेशसंयोगहेतुरपक्षेपणं, शरीरस्य संनिकृष्टसंयोगहेतुराकुञ्चनं, विप्रकृष्टसंयोगहेतुः प्रसारणम्, अन्यत्सर्वं गमनम् ॥
ચલનાત્મક ક્રિયાને કર્મ કહેવાય છે. તે કર્મ પાંચ પ્રકારના છે ઉત્કૃપણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન. એમાં ઉર્ધ્વદેશના સંયોગનું જે કારણ છે તેને ઉત્સેપણ કર્મ, અધોદેશના સંયોગનું જે કારણ છે તેને અપક્ષેપણ કર્મ, શરીરની પાસે રહેલી વસ્તુની સાથે સંયોગનું જે કારણ છે તેને આકુંચન કર્મ, શરીરથી દૂર રહેલી વસ્તુની સાથે સંયોગનું જે કારણ છે તેને પ્રસારણ કર્મ, આ ચાર કર્મથી અતિરિક્ત ભ્રમણ, રેચન, સ્પન્દન, ઉર્ધ્વજ્વલન, તિર્થગમન વગેરે ક્રિયાઓને ‘ગમન’ કહેવાય છે.