________________
શંકા : શ્લોકમાં કયા પદ દ્વારા અનુબંધચતુષ્ટય દર્શાવ્યો છે ?
સમા. : શ્લોકના પૂર્વાર્ધમાં મંગલાચરણ કરીને ઉત્તરાર્ધમાં (૧) “તર્કસંગ્રહ' પદ દ્વારા કહેવાયું કે દ્રવ્યાદિપદાર્થ આ ગ્રન્થનો વિષય છે. કારણ કે તર્યન્ત-પ્રમિતિવિષયશ્ચિયન્ત તિ ત: ” આ વ્યુત્પત્તિ દ્વારા પ્રમિતિનો = યથાર્થજ્ઞાનનો વિષય દ્રવ્યાદિ સાત પદાર્થ છે.) (૨)
સુરવોધાય' પદ દ્વારા સૂચિત કરાયું કે બાળ જીવોને અલ્પપ્રયત્ન દ્વારા બોધ કરાવવો એ પ્રયોજન છે. (૩) વાતાનામ્' પદ દ્વારા સૂચિત કરાયું કે જેને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી અને જે ન્યાય શાસ્ત્રમાં પ્રવેશ કરવાની ઈચ્છા રાખે છે, તેવા જીવ આ ગ્રન્થને ભણવા માટે અધિકારી છે. (૪) સંબંધ જો કે કોઈ પણ પદ દ્વારા સૂચિત થતો નથી. પરંતુ ગ્રન્થના પદાર્થો પ્રતિપાદ્ય હોવાથી અને ગ્રન્થ એનો પ્રતિપાદક હોવાથી સ્વાભાવિક જ ગ્રન્થ અને પદાર્થો વચ્ચે પ્રતિપાદ્ય - પ્રતિપાદક સંબંધ જણાઈ જ જાય છે.
શંકા : ન્યાયશાસ્ત્રના ન્યાયસૂત્ર, ભાષ્યાદિ ઘણા ગ્રન્થ ઉપલબ્ધ છે જેનું અધ્યયન કરી શકાય છે છતાં આ નવા ગ્રન્થના નિર્માણનું પ્રયોજન શું છે?
સમા. : આનો ઉત્તર “વનાનામ્ સુરવનોધાય' પદ દ્વારા અપાઈ ગયો છે. આશય એ છે કે - પ્રાચીન ન્યાયસૂત્ર અતિવિસ્તૃત છે. એની ભાષા-શૈલી પણ ક્લિષ્ટ છે. તથા એ ગ્રન્થમાં રહેલા વિષયની પ્રતિપાદનશૈલી પણ પ્રાચીન છે. જ્યારે તર્કસંગ્રહ ગ્રન્થ એક પ્રકરણ ગ્રન્થ છે. એની ભાષા-શૈલી સરળ છે, વિષયવસ્તુ ક્રમબદ્ધ છે, તથા પદાર્થોનું પ્રતિપાદન સંક્ષિપ્ત હોવા છતાં પણ ન્યાય અને વૈશેષિક ગ્રન્થોના સારભૂત તત્ત્વોને સહેલાઈથી જણાવે છે. તેથી આ ગ્રન્થનું નિર્માણ યોગ્ય જ છે.
न्यायबोधिनी अखिलागमसंचारि-श्रीकृष्णाख्यं परं महः।
ध्यात्वा गोवर्धनसुधीस्तनुते न्यायबोधिनीम् ॥१॥ શ્લોકાર્થ : ચતુર્વેદાદિ સમસ્ત આગમોમાં (વર્ણનરૂપે) સંચાર છે જેનો એવા શ્રીકૃષ્ણ નામના પરમ તેજનું ધ્યાન કરીને ગોવર્ધન નામના વિદ્વાન્ પંડિત ન્યાયબોધિની નામની ટીકાને રચે છે.
(જા) રિશીર્ષિતી ગ્રન્થી નિર્વિનરસમાથમિષ્ટવેવતાનમજ્જારાત્મ मङ्गलं शिष्यशिक्षार्थं ग्रन्थादौ निबध्नाति - निधायेति ॥१॥
કરવાની ઈચ્છાનો વિષયભૂત જે ગ્રન્થ છે, તે ગ્રન્થની નિર્વિન પરિસમાપ્તિ થાય તે માટે કરેલા ઇષ્ટદેવતાનમસ્કારાત્મક મંગલને, શિષ્યશિક્ષા માટે = પોતાની પરંપરામાં આવેલા શિષ્યવૃન્દને પોતાનો આચાર જણાવવા માટે ગ્રન્થની આદિમાં નિધાય” ઈત્યાદિ ગ્લોવડે કરે છે.
વિશેષાર્થ : શંકા : આશીર્વાદાત્મક, વસ્તુનિર્દેશાત્મક અને નમસ્કારાત્મક એમ ત્રણ પ્રકારે મંગલ