________________
(૨૯) વડે સ્કુરતા ઉદયવાળો, આકાશને સ્પર્શ કરતે (ઉચ્ચ), વિવિધ રચનાવાળે, સજ્જનને શરણરૂપ (રક્ષક થાય તેવો), નિરાધાર માગે (આકાશમાં) જનારા દેવને વિશ્રામ માટે હોય તે કિલ્લો કરાવીને સૂર્ય જેમ અંધકાર–સમૂહને દૂર કરે તેમ તેમની સઘળી ભીતિને દૂર કરી, કેમકે તેવા ઉત્તમ પુરુષોને જન્મ પ્રાણીઓના સુખ માટે હોય છે.
તે મંત્રીએ ત્યાં ત્રણે જગતનાં નેત્રને અમૃતાંજન જેવું, ચોતરફ રહેલાં ૧૭૦ જિનેન્દ્રોનાં મંદિરેવડે યુક્ત, ફરતી ધ્વજાઓથી શોભતું, સેનાના કલવડે અંકિત થયેલ, તેરણ–સહિત, પૂર્વજોની મૂર્તિયેથી યુક્ત, કૈલાસ પર્વત જેવું પાર્શ્વ જિનેશ્વરનું ચૈત્ય રચાવ્યું હતું. જે મંદિરના બલાનકમાં, હાથી પર આરૂઢ થયેલી, રૂપાનાં ફૂલની માળા હાથમાં લઈને રહેલી, સચિવેશની માતા કુમારદેવી, યુગાદીશ પ્રભુની માતા જેવી વિરાજે છે.
મંત્રી તેજપાલે ત્યાં ચાલુક્ય રાજા(વરધવલ)ના હૃદયને આનંદિત કરવાની ઈચ્છાથી બીજાં પણ પ્રશસ્ત કીર્તિ-સ્થાન કરાવ્યાં હતાં. કહ્યું છે કે –
તે સુકૃતીએ દર્ભાવતીપુરી(ડ)માં વૈદ્યનાથના આવ સમંડપ પર સેનાના ૨૧ કલશે સ્થાપ્યા હતા. વૈદ્યનાથ મહાદેવના ગર્ભગૃહની આગળ, પોતાના રાજા (વરધવલ)ની મૂર્તિ, તેની પ્રિયતમા(જયતલદેવી)ની મૂર્તિ, પોતાના લઘુબંધુની અને જ્યેષ્ઠબંધુની મૂર્તિ તથા પિતાની મૂર્તિ સાથે જેનચૈત્ય કરાવ્યું હતું. ત્યાં નવ ખંડવાળી ધરાને ઉદ્યોત કરવામાં સૂર્ય જેવા સેનાના પવિત્ર નવ કલશ કરાવ્યા હતા.