________________
( ૭ ) ત્યાં(ગધ્રામાં) તેણે પોતાના જ્યતંભ જે, પર્વત
જે ઉં, ૨૪ તીર્થકરોના મંદિરે જય-મારક વડે ચેતરફથી શોભત, અજિતનાથ જિનમંદિર, પ્રભુના પ્રૌઢ બિંબવડે પ્રકટ પ્રભાવાળે,
ગજરચના તથા અશ્વરચનાથી અંકિત પ્રાસાદ કરાવ્યો હતો. ન્યાયની અભિવૃદ્ધિ માટે કેટલાક દિવસો સુધી ત્યાં રહીને ત્યાં નિવાસ કરતા પ્રજાજનેને યાચિત સંતુષ્ટ કર્યા હતા. નીતિના સાગર તે મંત્રી, સેનાની( કાર્તિકેય)ની જેમ
સેના સાથે ચાલતા, માર્ગમાં દાનવડેદરામાં લીલાઓ વડે ચાર વર્ણોને આનંદિત કરતા સ્મારક. અનુક્રમે વટપદ્રપુર (વડેદરા) આવ્યા,
ત્યારે ત્યાંના રાજા જેવા નાગરિકોએ માટે મહોત્સવ કર્યો હતે. ત્યાંના રાજાએ નમન કરવા પૂર્વક વિવિધ પ્રકારનાં રત્ન, મણિ, સ્વર્ણ, જાતિવંત ઘોડાઓ વિગેરે વસ્તુઓ વડે તેને ભેટશું કર્યું હતું. રાજાની ભક્તિથી રંજિત થયેલા મંત્રિરાજે પણ તેને નેહપૂર્વક દર્શનથી–પ્રસાદવડે આનંદિત કર્યો હતે. ત્યાં( વડેદરામાં) રાજાના આગ્રહથી કેટલાક દિવસો સુધી રહેતાં યુધિષ્ઠિર જેવા ધર્મનિષ્ઠ સત્પરુષે (તેજપાલે), સંપ્રતિ રાજાએ પહેલાં કરાવેલા, મંદરાચલ જેવા, જીર્ણ થતા, શ્રી પાર્શ્વજિતેંદ્રના મંદિરનો ધરાના આધારરૂપ ધર્મ માટે ઉદ્ધાર કરાવ્યો હતે.
૧ ગધ્રાના તળાવની પાળ પરની એક દેહરીમાં શ્રી પાર્શ્વનાથની કાઉસગ્ગ ધ્યાનમાં રહેલી ઊભી મૂર્તિ, હાલમાં દેવીના વેષમાં રખાઈ માતાના નામે પૂજાતી જણાય છે, તે કદાચ આ જૈનમંદિરમાંની હશે.